SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ જયવીયરાય સૂબા 'सेयमिति प्रणिधानलक्षणा, भवजलधिनौः 'प्रशान्तवाहिता' इति, प्रशान्तो-रागादिक्षयक्षयोपशमोपशमवान्, वहति-वर्त्तते, तच्छीलश्च यः स तथा तद्भावस्तत्ता। પંજિકાર્ય : મેવ ચંતિત તભાવતા | આને જ=પૂર્વમાં કહેલ પ્રણિધાન સકલ ઉપાધિની શુદ્ધિનું કારણ છે એ જ, વ્યતિરેકથી પ્રતિવસ્તુના ઉપચાસ દ્વારા સદશ દાંતના કથન દ્વારા, કહે છે – દિ=જે કારણથી, તેના અંગથી હીનતે સમગ્ર સુખનાં અંગો અર્થાત્ વય-વૈચક્ષય-દાક્ષિણ્યવિભવ-દાર્થ-સૌભાગ્ય આદિ હેતુઓ તેનાથી હીન અર્થાત્ રહિત, સમગ્ર સુખ ભોગવનાર=સંપૂર્ણ વૈષયિક સુખને સેવનાર, થતો નથી જ, વિપક્ષમાં=અંગવિકલતામાં પણ સમગ્ર સુખ થાય છે એમ સ્વીકારવારૂપ વિપક્ષમાં, બાધકને કહે છે – તેના વૈકલ્યમાં પણ=સુખના અંગના અભાવમાં પણ, તેના ભાવમાં=સમગ્ર સુખના ભાવમાં, અહેતુકત્વનો પ્રસંગ છે=સુખનાં અંગોમાં વિહેતુકત્વની પ્રાપ્તિ છે, તે આ=જયવીરાય સૂત્રથી કરાયેલ પ્રણિધાન, ભવજલરૂપી સમુદ્રમાં નાવ છે, પ્રશાન્તવાહિતા એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – રાગાદિના ક્ષય-ક્ષયોપશમ-ઉપશમવાળા પ્રશાંતને વહન કરે છે અને તે સ્વભાવ છે જેને તે તશીલવાળો જે છે તે તેવો છે=પ્રશાંતવાહી છે, તેનો ભાવ તત્તા=પ્રશાંતવાહિતા છે. ભાવાર્થ પૂર્વમાં કહ્યું કે અતિગંભીર ઉદાર એવું આ પ્રણિધાન છે અને તે પ્રણિધાન જેઓ કરે છે તેઓ ઉત્તરોત્તર ધર્મકાયાદિને પ્રાપ્ત કરીને સકલ ઉપાધિની શુદ્ધિવાળા થાય છે અર્થાત્ મોક્ષને અનુકૂળ સર્વ પ્રકારના સુખની પરંપરા પ્રાપ્ત થાય તેવાં અંગોથી યુક્ત બને છે, એ કથનને જ વ્યતિરેકથી દૃષ્ટાંત દ્વારા બતાવે છે – જેમ કોઈ મનુષ્યને સર્વ સુખનાં અંગો પ્રાપ્ત થયાં હોય તો તે સમગ્ર સુખને ભોગવી શકે છે, જેમ યૌવન વય હોય, વિચક્ષણતા હોય અર્થાત્ ભોગોના રહસ્યને પ્રાપ્ત કરી શકે તેવી વિચક્ષણતા હોય, દાક્ષિણ્ય હોય તેથી બધા સાથે ક્લેશ ન થાય તેવી સુંદર પ્રકૃતિ હોય, વળી, વૈભવ હોય તેથી ઉત્તમ ભોગસામગ્રીની પ્રાપ્તિ કરી શકે છે, વળી, ઔદાર્ય છે તેથી ક્લેશ વગર સુંદર ભોગો કરી શકે છે, જો કૃપણતા હોય તો વૈભવ હોય તોપણ સમગ્ર સુખ થાય નહિ, વળી, સૌભાગ્ય આદિ અન્ય અંગો પણ હોય તો તે જીવ ભોગસામગ્રીથી સમગ્ર ભોગજન્ય સુખને પ્રાપ્ત કરે છે અને એકાદ અંગ વિકલ હોય તો સંપૂર્ણ સુખ ભોગવનાર બને નહિ અને અંગવિકલતામાં પણ જો તે પુરુષ સંપૂર્ણ સુખ ભોગવનાર છે તેમ સ્વીકારીએ તો તે સુખનું અંગ છે તેમ કહેવાય નહિ, તેથી સ્થૂલ દૃષ્ટિથી જોનારને જણાય કે હું યુવાન છું, વિચક્ષણ છું, વૈભવવાળો છું, તેથી મને સંસારમાં સર્વ પ્રકારનું સુખ છે, છતાં દાક્ષિણ્ય, ઔદાર્ય આદિ કોઈક અંગની વિકલતા તેની પ્રકૃતિમાં હોય તોપણ તે જીવ ભોગાદિ કાળમાં પોતાની ક્ષુદ્ર પ્રકૃતિને કારણે ભોગજન્ય સમગ્ર સુખનો ભોગવનાર થતો નથી, તે રીતે આ પ્રણિધાન કેવા પ્રકારનું નથી અર્થાત્ જેઓ દઢપ્રણિધાનથી પ્રસ્તુત સૂત્ર બોલે છે તેને કલ્યાણની પરંપરાનાં બધાં અંગો ન પ્રાપ્ત થાય તેવા પ્રકારનું નથી. અર્થાત્ ભવનિર્વેદ આદિ આઠ ભાવોના
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy