SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ વૈયાવચ્ચગરાણ સૂત્ર સપ્તમીના અર્થમાં ષષ્ઠી વિભક્તિ છે, તેથી એમના વિષયવાળો=એમને આશ્રયીને, હું કાઉસ્સગ્ન કરું છું અને કાયોત્સર્ગનો વિસ્તાર પૂર્વની જેમ છે=પૂર્વમાં અશ્વત્થ સૂત્રનું વર્ણન કર્યું તેમ છે, અને સ્તુતિ છે કાયોત્સર્ગ કર્યા પછી તે દેવોની સ્તુતિ છે. ભાવાર્થ પૂર્વમાં ચૈત્યવંદનનાં સૂત્રોનું વર્ણન કર્યું એ રીતે ચૈત્યવંદન કરનારા મહાત્માઓ તે તે સૂત્રો બોલીને ભગવાન પ્રત્યેની અને શ્રુત પ્રત્યેની ભક્તિનો અતિશય કરે છે, તેનાથી તે મહાત્માઓમાં પુણ્યનો સમૂહ ઉપચિત થાય છે અર્થાત્ જન્માંતરમાં સંસારના ક્ષયનું કારણ બને તેવા દર્શનમોહનીય આદિ કર્મોના ક્ષયોપશમભાવ આદિથી અનુવિદ્ધ યોગમાર્ગની પ્રાપ્તિ થાય તેવા ઉત્તમ પુણ્યનો સંચય કરે છે અને તેવા મહાત્માઓ વૈયાવચ્ચગરાણે સૂત્ર કેમ બોલે છે ? તે બતાવવા માટે કહે છે – અરિહંત, મૃત અને અરિહંતાદિ પ્રત્યે ભક્તિ કરનારા દેવતાઓ સ્તુતિ કરવા માટે ઉચિત છે; કેમ કે ગુણવાનના ગુણોની સ્તુતિ કરવાથી લોકોત્તર કુશલ પરિણામ થાય છે અને તેઓમાં તે પ્રકારના પ્રણિધાનના પ્રયોજનવાળું ચૈત્યવંદન છે એ જણાવવા માટે વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલાય છે; કેમ કે જેમ અરિહંત આદિમાં પ્રણિધાન કરવા માટે તે તે સૂત્રો દ્વારા સ્તુતિ કરાઈ, તેમ વૈયાવચ્ચ કરનારા દેવોમાં પણ તે પ્રકારનું પ્રણિધાન કરવાથી લોકોત્તર કુશલ પરિણામ થાય છે, તેથી પ્રસ્તુત સૂત્ર બોલવાથી ચૈત્યવંદન કરનારા મહાત્માઓએ તેવા દેવોની પણ કાયોત્સર્ગપૂર્વક સ્તુતિ કરવી જોઈએ, જેથી સર્વ ગુણસંપન્ન જીવોમાં વર્તતા ગુણો પ્રત્યે બહુમાનનો ભાવ થાય એવું આ ચૈત્યવંદન છે, તે જણાવવા માટે દેવોની પણ સ્તુતિ કરાય છે. જે દેવતાઓ સમ્યગ્દષ્ટિ છે તેઓને પ્રવચન પ્રત્યે ભક્તિ છે, તેથી પ્રવચનના પ્રયોજનથી વ્યાપારવાળા છે, વળી, દયાળુ સ્વભાવવાળા હોવાથી શુદ્ર ઉપદ્રવોમાં શાંતિને કરનારા છે અને પોતે સમ્યગ્દષ્ટિ છે તેમ સામાન્યથી જે કોઈ અન્ય સમ્યગ્દષ્ટિ છે તેઓની સમાધિને કરનારા છે; કેમ કે યોગ્ય જીવોને સમાધિની વૃદ્ધિ થાય તો તે યોગ્ય જીવો યોગમાર્ગમાં અધિક પ્રવૃત્તિ કરી શકે તેમાં પોતે નિમિત્ત બને તેવા સુંદર આશયવાળા સમ્યગ્દષ્ટિ દેવો છે, જેમ અંબા કુષ્માડી દેવીઓ પ્રવચનના અર્થને કરે છે, જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવનું શમન કરે છે અને સમ્યગ્દષ્ટિ જીવોની સમાધિની વૃદ્ધિ થાય તેની ચિંતા કરે છે, તેથી તેઓના તે ગુણને સામે રાખીને સાધુઓ અને શ્રાવકો કાયોત્સર્ગ કરે છે અને તેવા દેવોની સ્તુતિ કરે છે. વળી, વૃદ્ધ સંપ્રદાય કહે છે કે બધા સમ્યગ્દષ્ટિ જીવોનું તેવું જ સ્વરૂપ છે કે જગતમાં ક્ષુદ્ર ઉપદ્રવો શમે તેવો શક્તિ અનુસાર યત્ન કરે અને સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિ પ્રાપ્ત થાય તેવો શક્તિ અનુસાર યત્ન કરે, તેમ આ દેવો પણ તેવા જ સ્વરૂપવાળા છે; કેમ કે સમ્યગ્દષ્ટિ છે, ફક્ત દેવભવને કારણે વિશેષ શક્તિ હોવાથી તે પ્રકારનું કાર્ય વિશેષથી કરે છે, તેથી સમ્યક્ત ગુણને કારણે અને દેવભવની વિશેષ શક્તિને કારણે તેઓ આ પ્રકારનું ઉત્તમ કાર્ય કરે છે, માટે ચૈત્યવંદનમાં તેઓની સ્તુતિ કરાય છે. લલિતવિસ્તરા - नवरमेषां वैयावृत्त्यकराणां तथा तद्भाववृद्धिरित्युक्तप्रायम्, तदपरिज्ञानेऽप्यस्मात् तच्छुभसिद्धा
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy