SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ વૈયાવચ્ચગરાણં સૂત્ર ચિંતામણિથી પ્રાપ્ત થતી બાહ્ય સમૃદ્ધિતુલ્ય જ તીર્થંકર નામકર્મનું ફળ છે પરંતુ ભગવાનને કરાયેલ નમસ્કાર જેમ મોક્ષફળ આપે છે તેમ તીર્થંકર નામકર્મ પણ મોક્ષફળ આપતું નથી જ, ફક્ત તીર્થંકરો કેવલજ્ઞાનને જે પ્રાપ્ત કરે છે તે સિદ્ધોને કરાયેલા ભાવનમસ્કારથી જ કરે છે તીર્થંકર નામકર્મથી નહીં, માટે તીર્થંકર નામકર્મ રૂપ પુણ્ય પણ ભાવનમસ્કારતુલ્ય કહી શકાય નહીં. અજ્ઞ જીવો કહે છે કે નમસ્કાર ચિંતામણિના અને પુણ્યના તુલ્ય જ ફળ આપે છે, તે તેઓની અજ્ઞતા છે; કેમ કે કલ્પવૃક્ષ કલ્પના કરાયેલા બાહ્ય વિષયરૂપ ફળને આપે છે, પરંતુ મોક્ષરૂપ ફળ આપવા સમર્થ નથી અને મંત્ર પણ સર્વ દુઃખરૂપ વિષનો નાશ. કરવા સમર્થ નથી, આથી જ મંત્ર સંસારરૂપી દુઃખનો નાશ કરી શકે નહિ, વળી, પુણ્ય પણ મોક્ષ અપાવી શકે નહિ, માત્ર બાહ્ય સમૃદ્ધિ જ આપી શકે અને ચિંતામણિ પણ મોક્ષફળ આપી શકે નહિ, તેથી તેઓની તુલ્ય વિર ભગવાનને કરાયેલો નમસ્કાર કઈ રીતે કહી શકાય ? અર્થાત્ કહી શકાય નહિ; કેમ કે રત્નત્રયીના વૈભવથી યુક્ત વીર ભગવાનને કરાયેલો નમસ્કાર મોક્ષફળને આપે છે તે ફળ કલ્પવૃક્ષ આદિ કોઈ આપી શકે નહિ, તેથી કલ્પવૃક્ષ આદિની સાથે નમસ્કારને સમાન કહેવો તે મૂર્ણ પુરુષોનું વચન છે, માટે અન્ય દેવોને કરાયેલો નમસ્કાર અને વીર ભગવાનને કરાયેલો નમસ્કાર સમાન છે એમ કહેવું અનુચિત છે. વળી, પૂર્વપક્ષીએ કહેલ કે યાની સ્તુતિ પણ અફલ નથી, તેથી વીર ભગવાનની સ્તુતિથી પણ મોક્ષફળ પ્રાપ્ત થતું ન હોય અને અન્ય ફલ પ્રાપ્ત થતું હોય તો યક્ષની સ્તુતિથી પણ અન્ય ફળ મળી શકે છે, માટે સ્તુતિ અર્થે પ્રશંસાવચનમાં વીર ભગવાનની સ્તુતિ કરાય કે અન્યની સ્તુતિ કરાય તેમાં કોઈ ભેદ નથી તેનું નિરાકરણ થાય છે; કેમ કે અન્ય દેવની સ્તુતિથી મોક્ષફળની પ્રાપ્તિનો સંભવ નથી, જ્યારે વીરા ભગવાનની કરાયેલી સ્તુતિ મોક્ષફળ આપે છે. રૂા. લલિતવિસ્તરા : एवमेतत्पठित्वोपचितपुण्यसंभारा उचितेषूपयोगफलमेतदिति ज्ञापनार्थं पठन्ति - લલિતવિસરાઈ - આ રીતે આને બોલીને=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલીને, ઉપસ્થિત પુણ્યના સમૂહવાળા=પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ચૈત્યવંદન માટે એક ચૈત્યની, સર્વ ચૈત્યની અને શ્રતની સ્તુતિ કરીને સંચિત થયેલા પુણ્યના પ્રકર્ષવાળા સાધુ કે શ્રાવકો, ઉચિતોમાં ઉપયોગ ફલવાનું આ છે=ઉચિત એવા વૈયાવચ્ચ કરનારા દેવોમાં ઉપયોગફલવાળું ચૈત્યવંદન છે, એ જણાવવા માટે બોલે છે – . - પબિકા - 'उचितेषूपयोगफलमेतिदति', उचितेषु लोकोत्तरकुशलपरिणामनिबन्धनतया योग्येष्वर्हदादिषु, (वैयावच्चकारिदेवेषु) उपयोगफलं-प्रणिधानप्रयोजनम्, एतत्-चैत्यवन्दनम्, इति-अस्यार्थस्य, ज्ञापनार्थमिति। જ ‘વિપુ પાઠ છે ત્યાં વૈયાવચ્ચરિવેષ પાઠ હોવાની સંભાવના છે.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy