SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ લલિતવિસ્તરા ભાગ-૩ લલિતવિસ્તરા : अर्थवादपक्षेऽपि न सर्वा स्तुतिः समानफलेत्यतो विशिष्टफलहेतुत्वेनात्रैव यत्नः कार्यः; तुल्ययत्नादेव विषयभेदेन फलभेदोपपत्तेः; बब्बूलकल्पपादपादौ प्रतीतमेतत्, भगवन्नमस्कारश्च परमात्मविषयतयोपमातीतो वर्त्तते; यथोक्तम्'कल्पद्रुमः परो मन्त्रः, पुण्यं चिन्तामणिश्च यः । गीयते स नमस्कारस्तथैवाहुरपण्डिताः ।।१।। कल्पद्रुमो महाभागः, कल्पनागोचरं फलम् । ददाति न च मन्त्रोऽपि, सर्वदुःखविषापहः ।।२।। न पुण्यमपवर्गाय, न च चिन्तामणिय॑तः । तत्कथं ते नमस्कार एभिस्तुल्योऽभिधीयते ?।।३।।' इत्यादि । एतास्तिस्रः स्तुतयो नियमेनोच्यन्ते, केचित्तु अन्या अपि पठन्ति, न च तत्र नियम इति न तद्व्याख्यानक्रिया ॥३॥ લલિતવિસ્તરાર્થ: અર્થવાદ પક્ષમાં પણ=વીર ભગવાનને કરાયેલો એક નમસ્કાર પણ સ્તુતિ માટે પ્રશંસાવચન છે પરંતુ વિધિવાદ નથી એ પ્રકારના અર્થવાદ પક્ષમાં પણ, સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી= પૂર્વપક્ષીએ કહેલ કે અર્થવાદ પક્ષ સ્વીકારશો તો અન્ય દેવોની સ્તુતિ અને વીર ભગવાનની સ્તુતિ સમાન ફલવાળી થશે તેથી વીર ભગવાનની સ્તુતિ કરવી જોઈએ અન્યની નહિ તેવું કથન સ્વીકારી શકાય નહિ, તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી કહે છે – સર્વ સ્તુતિ સમાન ફલવાળી નથી, આથી=અન્ય દેવો કરતાં વીર ભગવાનની સ્તુતિ વિશેષ ફલવાળી છે આથી, વિશિષ્ટ કલના હેતપણાથી અહીં જEવીર ભગવાનની સ્તુતિમાં જ. યત્ન કરવો જોઈએ. અહીં પ્રશ્ન થાય કે કોઈ અન્ય દેવની સ્તુતિ કરે અને વિર ભગવાનની સ્તુતિ કરે તે બંનેમાં તુલ્ય યત્ન હોવાથી સમાન ફળની પ્રાપ્તિ થવી જોઈએ તેના નિરાકરણ માટે હેતુ કહે છે – તુલ્ય યત્નથી જ વિષયભેદને કારણે ફતભેદની ઉપપત્તિ છે કોઈ અન્ય દેવની સ્તુતિ કરે તેના તુલ્ય જ યત્ન વીર ભગવાનની સ્તુતિમાં કરે તેનાથી સ્તુતિના વિષયરૂપ વીર ભગવાનનો ભેદ હોવાથી ફલભેદની પ્રાપ્તિ છે અર્થાત્ અન્ય દેવ કરતાં વીર ભગવાનની સ્તુતિથી ફલવિશેષની પ્રાતિ છે, આ=વિષયના ભેદથી ફલભેદની પ્રાપ્તિ, બાવળવૃક્ષ અને કલ્પવૃક્ષ આદિમાં પ્રતીત છે અને ભગવાનનો નમસ્કાર પરમાત્માના વિષયપણાથી ઉપમાતીત વર્તે છે, જે પ્રમાણે કહેવાયું છેકલ્પવૃક્ષ પરમ મંત્ર પુણ્ય અને ચિંતામણિ જે ગવાય છે=જગતમાં ઈષ્ટ ફલને દેનારા રૂપે સંભળાય છે, તે
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy