SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ લલિતવિસ્તરા ભાગ-૩ થતું નથી અને સ્ત્રીઓને દૃષ્ટિવાદ નથી આથી, તેના અર્થના ઉપયોગરૂપ દ્વાદશાંગીનો ભાવ સ્ત્રીઓને શપકણિની પરિણતિ હોતે છતે થોપશમવિશેષથી અદુષ્ટ છે. (સ્ત્રીઓને ક્ષપકશ્રેણિમાં અર્થથી દષ્ટિવાદની પ્રાપ્તિ થાય છે તે કથનમાં વેદમોહનીય ઉત્તરકાલ એ શબ્દ અધિક ભાસે છે; કેમ કે શુધ્યાનના પ્રથમ પાયાની પ્રાપ્તિ અપૂર્વકરણ નામના આઠમા ગુણસ્થાનકે થાય છે તેના પૂર્વે મતિ આદિ ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરભાવિ પ્રાતિજજ્ઞાન પ્રગટે છે, તેથી પ્રાતિભશાન થતા પૂર્વે સ્ત્રીઓને અર્થથી ચૌદપૂર્વનું જ્ઞાન થાય છે તેના બળથી જ પ્રતિભજ્ઞાન થાય છે અને ત્યારપછી શ્રેણિનો પ્રારંભ થાય છે અને નવમા ગુણસ્થાનકે વેદમોહનીય કર્મનો હાથ થાય છે તેથી વેદમોહનીયતા ક્ષય પૂર્વે કાલગર્ભની જેમ સ્ત્રીઓને ભાવથી દ્વાદશાંગીની સત્તા છે, માટે વેદમોહનીયસયઉત્તરકાલ એ શબ્દ અધિક જાણવો.). ભાવાર્થવિર ભગવાનની સ્તુતિ કર્યા પછી વીર ભગવાનની સ્તુતિનું શ્રેષ્ઠ ફળ શું છે? તે બતાવે તેવી સ્તુતિ કરે છે, જેથી સ્તુતિ કરનારને ભગવાનની સ્તુતિ સંસારસાગરથી તારવા માટે સમર્થ છે તેવો બોધ થાય, તે બોધના કારણે પ્રમાદ વગર સ્તુત્ય એવા ભગવાનના ગુણોને સ્પર્શે તે પ્રકારે સ્તુતિ કરનાર પુરુષ ભગવાનની સ્તુતિ કરે છે, જેથી સંસારસાગરથી તરવું સુલભ બને. વસ્તુતઃ સ્તુતિ સ્તુત્યના ગુણોના સ્મરણપૂર્વક સ્તુત્ય તુલ્ય થવાને અનુકૂળ અંતરંગ વ્યાપારરૂપ છે અને જે મહાત્માનું ચિત્ત જિનગુણના હાર્દને સ્પર્શે તે પ્રકારના ક્ષયોપશમ ભાવથી ઉલ્લસિત થયેલું છે તેવા ભાવથી કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે, તેથી આસન્ન ઉપકારી એવા વર્ધમાન સ્વામીને કરાયેલો એક નમસ્કાર સંસારસાગરથી તારે છે તે પ્રકારે સ્મરણ કરીને મહાત્માઓ ભગવાનની સ્તુતિ કરવામાં પોતાનું સદ્વર્ય ઉલ્લસિત કરે છે. વળી, અહીં સ્તુતિમાં કહ્યું કે નર અને નારીને તારે છે, ત્યાં પ્રથમ નરને ગ્રહણ કર્યો, તેથી એ પ્રાપ્ત થાય કે ધર્મના અધિકારી પુરુષ અને સ્ત્રી બંને હોવા છતાં પુરુષ ઉત્તમધર્મનો પ્રધાન અધિકારી છે; કેમ કે પુરુષે સ્ત્રી કરતાં તે પ્રકારની વિશિષ્ટ પુણ્યપ્રકૃતિ બાંધેલ છે, તે પુણ્યપ્રકૃતિના સહકારને કારણે ગાંભીર્ય આદિ અનેક ગુણો સ્ત્રીઓ કરતાં પુરુષમાં બહુલતાએ અધિક પ્રાપ્ત થાય છે, તેથી ગુણોને અભિમુખ થયેલી સ્ત્રીઓ કરતાં ગુણોને અભિમુખ થયેલા પુરુષોમાં અધિક વિશેષતા છે, તેથી પુરુષ પ્રધાન ધર્મ છે. વળી, સ્ત્રીઓ પણ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે તે બતાવવા માટે સ્ત્રીનું ગ્રહણ છે, તેમાં પાપનીયતંત્ર નામના આગમની સાક્ષી આપે છે, ત્યાં સ્ત્રી મોક્ષ કેમ સાધી શકે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – સ્ત્રી અજીવ નથી જીવ છે, તેથી જીવ અવશ્ય મોક્ષ સાધી શકે તેમ સ્ત્રી પણ અવશ્ય મોક્ષ સાધી શકે, આમ છતાં અભવ્ય જીવ મોક્ષ સાધી શકે નહિ, તેથી કહે છે – બધી સ્ત્રીઓ અભવ્ય નથી; કેમ કે કેટલીક સ્ત્રીઓને સંસારનું વાસ્તવિક સ્વરૂપ દેખાય છે, તેથી સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે અને મોક્ષ પ્રત્યે અદ્વેષ થાય છે, ત્યારપછી ક્રમસર મોક્ષના ઉપાયોને સાંભળવાની ઇચ્છા આદિ થાય છે, તેથી નક્કી થાય છે કે સ્ત્રી
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy