SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પુwવરદી સૂત્ર ૧૮૯ જોઈએ નહિ એ વચનાનુસાર ષકાયનું પાલન કરે તો જે હિંસાત દુર્ગતિની પ્રાપ્તિ હતી તેનાથી આત્માનું રક્ષણ થાય છે. આ રીતે વિધિ-નિષેધ બતાવ્યા પછી તેના સમ્યફ પાલન માટે ભગવાને ઉચિત અનુષ્ઠાન બતાવેલું છે, તેથી ભગવાનનું વચન છેદશુદ્ધ છે અને તે ઉચિત અનુષ્ઠાનનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે – સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા અસપત્નયોગ છે, તેથી એ ફલિત થાય કે જે મહાત્મા પોતાની ભૂમિકા અનુસાર, ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત થવા માટે યત્ન કરે છે અને તે ગુપ્તિની વૃદ્ધિના પ્રયોજનથી કોઈ ચેણ આવશ્યક હોય ત્યારે સમિતિપૂર્વક યત્ન કરે છે અને તેની પુષ્ટિ થાય એ પ્રકારે જ સંયમની સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તો તે ક્રિયાઓ સમિતિ-ગુપ્તિની વૃદ્ધિનું એક કારણ હોવાથી પરસ્પર અવિરોધી છે અને તેવું અનુષ્ઠાન કરવાનું જ વિધાન ભગવાનના શાસનમાં છે, તેથી વિધિ-નિષેધને પોષક અનુષ્ઠાનને બતાવનાર ભગવાનનું વચન હોવાથી છેદશુદ્ધ છે અને જેઓને સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયા કઈ રીતે કરવી તેનો બોધ નથી તેઓ સંયમની ક્રિયા કરતા હોય તોપણ બલવાન યોગની ઉપેક્ષાપૂર્વક અબલવાન યોગને સેવીને સપનૂયોગની પ્રાપ્તિ કરે છે અર્થાત્ વિશેષ ફળની પ્રાપ્તિ ન થાય, અલ્પ ફળ મળે એવું અનુષ્ઠાન કરે છે, વસ્તુતઃ ભગવાનનું વચન જે જીવને આશ્રયીને સમિતિ-ગુપ્તિનો પ્રકર્ષ જે અનુષ્ઠાનથી જે વખતે થાય તે જીવને તે વખતે તે અનુષ્ઠાન સેવવાનું કથન કરે છે, આથી જ શ્રાવકની ભૂમિકામાં રહેલા જીવો શ્રાવકાચારને અનુરૂપ સમિતિ-ગુપ્તિનું સેવન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા સમર્થ હોય અને સાક્ષાત્ સર્વવિરતિને અનુકૂળ સમિતિ-ગુપ્તિ પાળવા માટે અસમર્થ હોય છતાં સર્વવિરતિ સ્વીકારે ત્યારે દેશવિરતિને અનુકૂળ પણ સમિતિ-ગુપ્તિના પરિણામ કરી શકે નહિ અને સર્વવિરતિને અનુકૂળ પણ સમિતિ-ગુપ્તિના પરિણામ કરી શકે નહિ, તેને માટે સર્વવિરતિનું ગ્રહણ સપત્નયોગ બને છે, તેથી તે જીવને આશ્રયીને સર્વવિરતિનું ગ્રહણ વિધિ-નિષેધને અનુકૂળ પોષક અનુષ્ઠાનરૂપ નહિ હોવાથી ભગવાનના વચનાનુસાર તે જીવની સર્વવિરતિની ગ્રહણની ક્રિયા છેદશુદ્ધ નથી; કેમ કે સ્વશક્તિ અનુસાર દેશવિરતિ અનુષ્ઠાનરૂપ બલવાન અનુષ્ઠાનનો નાશ કરનાર તે સર્વવિરતિનું અનુષ્ઠાન છે. અને ભગવાનના વચનાનુસાર સેવાયેલ સમિતિ-ગુપ્તિશુદ્ધ ક્રિયારૂપ અસપત્નયોગ વિધિ-નિષેધની પુષ્ટિ કરીને અવશ્ય ઇષ્ટફલની પ્રાપ્તિનું કારણ બને છે. આ રીતે જીવના હિત માટે વિધિ-નિષેધનાં વચનો અને તેને અનુરૂપ એવા ઉચિત અનુષ્ઠાનને કહેનારું, ભગવાનનું વચન છે. વળી, પદાર્થનું વર્ણન પણ વિધિ-નિષેધની સંગતિ થાય તેવું જ છે, માટે ભગવાનનું વચન તાપશુદ્ધ છે તે બતાવતાં કહે છે – ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત જે તે સત્ છે એ પ્રકારનું વચન છે અને પદાર્થ એક દ્રવ્યરૂપ અને અનંત પર્યાય સ્વરૂપ છે એમ ભગવાનનું વચન કહે છે, તેથી એ પ્રાપ્ત થાય કે આત્મારૂપ દ્રવ્ય અનંત પર્યાય સ્વરૂપ છે અને તે આત્મા પ્રતિક્ષણ કોઈક સ્વરૂપે ઉત્પાદ, કોઈક સ્વરૂપે વિગમ અને કોઈક સ્વરૂપે ધ્રુવ છે,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy