SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ લલિતવિસ્તરા ભાગ-૩ વળી, કૃતધર્મની વૃદ્ધિમાં અસંગ પરિણામ છે તે સ્પષ્ટ કરતાં કહે છે – સર્વ મુમુક્ષુઓ વડે રાગ-દ્વેષમોહ રૂપ સંગના અભાવથી મોક્ષફલ પ્રતીત કરાય છે, તેથી તેના ઉપાયરૂપે મુમુક્ષુઓ જ્યારે શ્રુત ભણે છે ત્યારે તે શ્રુતના અધ્યયનકાળમાં પણ તે મહાત્માઓને તે તે અંશથી રાગ-દ્વેષ-મોહના વિલયથી અસંગભાવનું જ સંવેદન થાય છે, આ રીતે શ્રતધર્મની વૃદ્ધિ મોક્ષરૂપ ફળનું કારણ છે તેમ બતાવ્યા પછી ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિની ઇચ્છા કરી તે પણ પારમાર્થિક શ્રતધર્મની વૃદ્ધિનું કારણ છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – જેઓ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે અભિલાષ કરે છે કે ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતની વૃદ્ધિ થાવ, તેઓમાં શ્રતધર્મની વૃદ્ધિની પ્રાર્થનારૂપ શુભ પરિણામનું આરોપણ થાય છે અર્થાત્ તે પરિણામ હૈયામાં સ્થિર થાય છે, તેથી તે મહાત્મા ચારિત્રની પ્રાપ્તિ પછી પણ શક્તિને ગોપવ્યા વગર મૃતધર્મની વૃદ્ધિમાં અવશ્ય યત્ન કરશે; કેમ કે મોક્ષ અર્થે જ ચારિત્રનો સ્વીકાર કર્યો છે અને મોક્ષ પ્રાપ્તિના અત્યંત અભિલાષપૂર્વક પાંચ ઇન્દ્રિયોનો સંવર કરીને ચારિત્રની ધુરાને પામેલ છે અને તે મહાત્માને બોધ છે કે શ્રુતના અભ્યાસથી અધિક અધિક વૃદ્ધિ પામતો શ્રતધર્મ ક્ષપકશ્રેણિને અનુકૂળ મહાબળસંચય કરાવે છે, તેથી પ્રસ્તુત સૂત્ર દ્વારા વારંવાર ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એમ અભિલાષ કરીને અવશ્ય શ્રતની વૃદ્ધિમાં પ્રયત્ન કરે છે, તેથી તે મહાત્મા તે ભવમાં કે પરિમિત ભવમાં અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરશે. લલિતવિસ્તરા - शुभमेतदथ्यवसानमत्यर्थं, शालिबीजारोपणवच्छालिहेतुः, दृष्टा ह्येवं पौनःपुन्येन तद्वृद्धिः एवमिहाप्यत इष्टवृद्धिरिति, एवं विवेकग्रहणमत्र जलम्, अतिगम्भीरोदार एष आशयः, अत एव संवेगामृतास्वादनम्, नाविज्ञातगुणे चिन्तामणौ यत्नः, न चान्यथाऽतोऽपि समीहितसिद्धिः, प्रकटमिदं प्रेक्षापूर्वकारिणाम, एकान्ताविषयो गोयोनिवर्गस्य। લલિતવિસ્તારાર્થ - આ અધ્યવસાન મૃતધર્મની વૃદ્ધિની આશંસારૂપ પરિણામ, અત્યંત શુભ છે, શાલિબીજનું આરોપણ શાલિનો હેતુ છે એની જેમ, દિને કારણથી, આ રીતે મૃતધર્મની વૃદ્ધિની પ્રાર્થનાના ન્યાયથી, ફરી ફરી તેની વૃદ્ધિ=શાલિની વૃદ્ધિ, જોવાઈ છે, એ રીતે શાલિની વૃદ્ધિના પ્રકારથી, અહીં પણ=પ્રસ્તુત સૂત્રરૂપ શ્રુતસ્તવમાં પણ, આનાથી-ફરી ફરી શ્રતધર્મની વૃદ્ધિની આશંસાથી, ઈષ્ટની વૃદ્ધિ છે=ભૃતધર્મની વૃદ્ધિ છે, એ રીતે=જેમ શાલિની વૃદ્ધિમાં જલ સહકારી છે એ રીતે, મૃતરૂપી શાલિની વૃદ્ધિમાં, વિવેકગ્રહણ જલ છે. આ આશય=વિવેકરૂપ આશય, અતિગંભીર ઉદાર છે, આનાથી જ=વિવેકથી જ, સંવેગરૂપ અમૃતનું આસ્વાદન છે, અવિજ્ઞાત ગુણવાળા ચિંતામણિમાં યત્ન થતો નથી. અન્યથા=અજ્ઞાતગુણપણાને કારણે યત્નના અભાવમાં, આનાથી પણ=ચિંતામણિથી પણ,
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy