SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ લલિતવિસ્તા ભાગ-૩ વળી, સામાન્યથી શ્રુતનું ફળ સમ્યફ ચારિત્ર છે, તેથી કોઈને ભ્રમ થાય કે ફળપ્રાપ્તિ પછી શ્રુતની આવશ્યકતા નથી. વસ્તુતઃ ચારિત્રની પ્રાપ્તિ થયા પછી પણ ક્ષપકશ્રેણિને અનુકૂળ વિશિષ્ટ ચારિત્રની પ્રાપ્તિ વિશિષ્ટ કૃતથી થાય છે, તેથી કહે છે કે ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી પણ મારામાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ, જેના બળથી વિશિષ્ટ-વિશિષ્ટતર ચારિત્રને પ્રાપ્ત કરીને મને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય, આ પ્રકારના પ્રણિધાન દ્વારા ક્ષાયિકભાવનું જ્ઞાન પ્રગટે નહિ ત્યાં સુધી હું શ્રતધર્મમાં જ ઉદ્યમ કરનારો થાઉં, તેવો અભિલાષ કરીને મહાત્મા શ્રતની પ્રાપ્તિ વિષયક ઇચ્છાયોગને અતિશયિત કરે છે, જેનાથી શ્રુતમાં તે પ્રકારે ઉત્તર-ઉત્તરમાં પ્રયત્ન કરવાને અનુકૂળ સદ્દીર્ય ઉલ્લસિત થાય, જેથી સર્વ પ્રકારના કલ્યાણરૂપ ફળની પ્રાપ્તિ થાય. લલિતવિસ્તરા - पुनर्वृद्ध्यभिधानं 'मोक्षार्थिना प्रत्यहं ज्ञानवृद्धिः कार्यति प्रदर्शनार्थ; तथा च तीर्थकरनामकर्महेतून् प्रतिपादयतोक्तम् अपुव्वनाणगहणे' इति प्रणिधानमेतत्, अनाशंसाभावबीजं, मोक्षप्रतिबन्धेन, अप्रतिबन्ध एष प्रतिबन्धः, असङ्गफलसंवेदनात्, यथोदितश्रुतधर्मवृद्धर्मोक्षः, सिद्धत्वेन, नेह फले व्यभिचारः, असङ्गेन चैतत्फलं संवेद्यते, एवं च सद्भावारोपणात् तद्वृद्धिः। લલિતવિસ્તરાર્થ: ફરી વૃદ્ધિનું અભિધાન=કૃતના ફળભૂત ચારિત્રની પ્રાપ્તિ પછી ફરી મને મૃતની વૃદ્ધિ થાવ એ પ્રકારનું કથન, મોક્ષાર્થીએ પ્રતિદિવસ જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ એ પ્રકારના પ્રદર્શન માટે છે, અને તે પ્રકારે જ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ તે પ્રકારે, તીર્થંકરનામકર્મના હેતુઓને પ્રતિપાદન કરતાં ગ્રંથકારશ્રી વડે કહેવાયું છે–તત્વાર્થસૂત્રમાં કહેવાયું છે – અપૂર્વ જ્ઞાનગ્રહણમાં તીર્થંકરનામકર્મનો બંધ થાય છે. આ ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ, પ્રણિધાન અનાશંસાભાવનું બીજ છે; કેમ કે મોક્ષનો પ્રતિબંધ છે, આ પ્રતિબંધ મોક્ષનો પ્રતિબંધ, અપ્રતિબંધ છે; કેમ કે અસંગફલનું સંવેદન છે. યથોદિત શ્રતધર્મની વૃદ્ધિથી મોક્ષ છે; કેમ કે સિદ્ધપણું છે=ભૃતધર્મની વૃદ્ધિનું મોક્ષ પ્રત્યે અવંધ્ય હેતુભાવથી સિદ્ધપણું છે, આ ફ્લમાં=મોક્ષરૂપ ફલમાં, વ્યભિચાર નથી અને અસંગપણાથી આ ફલ=મોક્ષકલ, સંવેદન કરાય છે, અને આ રીતે=પ્રસ્તુત સૂત્રથી ચારિત્રધર્મની ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ થાય એ પ્રકારનું પ્રણિધાન કર્યું એ રીતે, સદ્ભાવના આરોપણથી, તેની વૃદ્ધિ થાય છે=ભૃતધર્મની વૃદ્ધિ થાય છે. પંજિકા - 'प्रणिधाने त्यादि, प्रणिधानम् आशंसा-एतच्छ्रुतधर्मवृद्ध्यभिलषणं, कीदृगित्याह- अनाशंसाभावबीजं= अनाशंसाः-सर्वेच्छोपरमः, सैव भावः-पर्यायः, तस्य बीजं-कारणं, कथमित्याह- मोक्षप्रतिबन्धेन मोक्षप्रतिबद्धं
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy