SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ સૂત્ર નહિ; કેમ કે જેઓ આ ભવમાં પૂર્ણ ધર્મ સેવવા સમર્થ નથી તેઓ દેવભવમાં જઈને ધર્મની વિશેષ શક્તિનો સંચય કરીને મનુષ્યભવને પામીને અવિકલ ધર્મનું ભાજન થઈ શકે તે પ્રકારની પદાર્થ વ્યવસ્થા છે, તેથી રાત્રિના શયન જેવો દેવભવ છે, જેમ નિયત નગરમાં જવા માટે પ્રસ્થિત પુરુષ અસ્મલિત ગતિથી તે નગર તરફ જતો હોય અને શ્રાંત થાય ત્યારે રાત્રે સૂઈને શક્તિસંચય કરે છે, જેથી આગળ શીધ્ર ગમન કરી શકે છે, જો શ્રાંત થયેલો પણ તે રાત્રિમાં ગમન જ કર્યા કરે તો ગમનશક્તિ આગળ સ્કૂલના પામે છે, તેથી નિયત નગરમાં પહોંચી શકતો નથી, તેમ જેઓએ અસંગભાવની અતિશય શક્તિસંચય કરી નથી તેઓ આ ભવમાં ધર્મ સેવીને દેવભવમાં જાય છે ત્યાં ચાર બુદ્ધિનાં નિધાન થાય છે અને દેવભવને અનુરૂપ ભગવદ્ ભક્તિ, સદ્ધર્મનું શ્રવણ, ધર્મવ્યવસાયસભામાં પુસ્તકરત્નનું વાંચન કરીને અસંગભાવને અનુકૂળ તીવ્ર રાગ કરે છે, જેથી સંચિત વિર્યવાળા થઈને ઉત્તરમાં મનુષ્યભવને પામીને મોક્ષમાં જઈ શકે, પરંતુ અહીંથી હું મહાવિદેહમાં જાઉં એવો વિકલ્પ કરીને ધર્મ માટે હીનકુલાદિની પ્રાર્થનાની જેમ જ મહાવિદેહમાં જન્મની ઇચ્છા કરીને મોહગર્ભિત નિદાન કરે છે તેઓને તે ભવમાં મોક્ષની પ્રાપ્તિ થતી નથી; કેમ કે મહાવિદેહમાં જન્મપ્રાપ્તિની ઇચ્છા અવિકલ ધર્મ પ્રત્યે હેતુ નથી, જેમ હિનકુલાદિની પ્રાપ્તિ અવિકલ ધર્મ પ્રત્યે હેતુ નથી, તેથી જે જેના પ્રત્યે હેતુ ન હોય, તેની પ્રાર્થના અજ્ઞાનરૂપ મોહથી થાય છે, માટે મોહગર્ભિત નિદાન છે. વળી, અન્ય પ્રકારે પણ મોહગર્ભિત નિદાન છે તે બતાવે છે – જેમ કેટલાક જીવો ધર્મ માટે હિનકુલાદિની પ્રાર્થના કરે છે તેમ કેટલાક જીવો ઇન્દ્ર, ચક્રવર્તી આદિની ઋદ્ધિ પ્રત્યે રાગવાળા હોવાથી તેનું કારણ બને તેવો ધર્મ મને પ્રાપ્ત થાવ, એ પ્રકારની પ્રાર્થના કરે છે, તે પણ મોહગર્ભિત નિદાન છે; કેમ કે તે પ્રાર્થનથી તેવો ધર્મ પ્રાપ્ત થઈ શકતો નથી; અર્થાત્ તેવી અભિલાષામાં ધર્મનો પરિણામ ગૌણ છે અને ઋદ્ધિની પ્રાપ્તિનો પરિણામ પ્રધાન છે, તેથી ઋદ્ધિની ઉપાદેયતાનો પરિણામ છે અને ધર્મની અનુપાદેયતાનો પરિણામ છે, તેથી અનુપાદેયતાના પરિણામથી હણાયેલા એવા ધર્મથી ચક્રવર્તીપણું આદિ મળે નહિ, માટે ચક્રવર્તી આદિની પ્રાપ્તિના અહેતુ એવા ધર્મમાં હેતુપણાનો બોધ છે, માટે અજ્ઞાનથી તેવી પ્રાર્થના કરાય છે, તેથી મોહગર્ભિત નિદાન છે. આથી જ તીર્થકરની સમૃદ્ધિ જોઈને કોઈને પરિણામ થાય કે હું આ તપ વગેરે અનુષ્ઠાન એવું છું તેનાથી મને આવી સમૃદ્ધિવાળું તીર્થકરપણું મળો, આ પ્રકારનું પ્રાર્થન શાસ્ત્રમાં નિષિદ્ધ છે, પરંતુ કોઈક જીવને તીર્થંકરનું નિરભિમ્પંગ ચિત્ત જોઈને પરિણામ થાય કે આ તીર્થકરો સાક્ષાત્ ધર્મની મૂર્તિ છે, અનેક જીવોના હિત છે, નિરુપમ સુખના જનક અચિંત્ય ચિંતામણિ જેવા છે, તેથી હું પણ આવી ગુણસમૃદ્ધિવાળો થઉ તેવું પ્રાર્થન મોહગર્ભિત નહિ હોવાથી નિષિદ્ધ નથી; કેમ કે પોતે જે તપ અનુષ્ઠાન સેવે છે તે પ્રકર્ષને પામીને નિરભિમ્પંગ ધર્મની પ્રાપ્તિનું જ બીજ છે, તેથી તેવા ધર્મને સ્મૃતિમાં રાખીને હું તીર્થકર થાઉં એ પ્રકારનું પ્રાર્થન દોષરૂપ નથી, તેમ પ્રસ્તુતમાં પણ મોક્ષરૂપ જે આરોગ્ય તેના માટે કારણ એવો બોધિલાભ અને બોધિલાભનો જ હેતુ એવી ઉત્તમ સમાધિની પ્રાર્થના ભગવંતોને કીર્તન-વંદન આદિ કરવાપૂર્વક કરાય છે, તે મોહરૂપ નથી, પરંતુ સિદ્ધ અવસ્થાના કારણભૂત ઉચિત ઉપાયની યાચના સ્વરૂપ છે. વળી, સંસારની ઋદ્ધિ આદિના રાગ સ્વરૂપ પણ નથી અને કોઈ પ્રત્યે દ્વેષ સ્વરૂપ પણ નથી, તેથી રાગ, વેષ અને મોહગર્ભિત નિદાન હોય છે તેના લક્ષણનો પ્રસ્તુત પ્રાર્થનામાં યોગ નથી, માટે નિદાન નથી.
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy