SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ લલિતવિસ્તરા ભાગ-૩ 'एत्तो य दसाईसुं तित्थयरंमि वि नियाणपडिसेहो । जुत्तो भवपडिबद्धं साभिस्संगं तयं जेणं ।।१।। जं पुण निरभिस्संगं धम्माएसो अणेगसत्तहिओ । निरुवमसुहसंजणओ, अउव्वचिन्तामणिक्कप्पो ।।२।।' इत्यादि। પંજિકાર્ય : રનિલાને ત્યાદિ મળવારા'ચારિ II નિલાનેત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, આ= આરોગ્ય બોધિલાભાદિ પ્રાર્થન, નિદાન નથી જ. નિદાન શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – સમ્યગ્દર્શનના પ્રપંચન બહલ મૂળ જાળવાળું ધર્મકલ્પતરુ આના વડે સુરદ્ધિ આદિના આશંસાના પરિણામરૂપ પરશુ વડે અત્યંત નાશ કરાય છે એ લિદાન છે એમ અવય છે. વળી, તે ધર્મકલ્પવૃક્ષ કેવા સ્વરૂપવાળું છે ? તે સ્પષ્ટ કરે છે – સમ્યગ્દર્શનના વિસ્તારના મોટા મૂળ જાળવાળું જ્ઞાનાદિ વિષયક વિશુદ્ધ વિનયની વિધિથી ઉત્પન્ન થયેલા સ્કંધના બંધવાળું વિહિત અને અવદાત એવા દાનાદિ ભેદ પ્રભેદની શાખા ઉપશાખાના ઉપચયવાળું શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરાયેલાં છે એવા સુંદર દાન-શીલ-તપ અને ભાવના ભેદો અને તેના ઉપભેદોરૂપ શાખા-ઉપશાખાથી યુક્ત ધર્મકલ્પવૃક્ષ છે, વળી, તિરતિશય સુરભવથી અને તરભવથી પ્રભવ એવી સુખસંપત્તિના ફણગાથી વ્યાપ્ત છે, વળી, દૂર કરાયો છે બધી આપતિઓનો સમૂહ જેમાં એવા શિવાલયના સુખરૂપ ફલના અતિશયવાળું ધર્મકલ્પવૃક્ષ છે, તેનો જે નાશ કરે તે નિદાન કહેવાય, આ આરોગ્ય બોધિલાભાદિનું પ્રાર્થના નિદાન નથી જ, કયા કારણથી નિદાન નથી જ? એથી કહે છે – તેના લક્ષણનો અયોગ હોવાથી=આરોગ્યાદિ પ્રાર્થનમાં નિદાનના લક્ષણનું અઘટન હોવાથી, નિદાન નથી, નિદાનના લક્ષણને જ ભાવન કરતાં=સ્પષ્ટ કરતાં, કહે છે – કિજે કારણથી, દ્વેષ-અભિવૃંગ-મોહગર્ભ તે છે અર્થાત્ દ્વેષ=મત્સર, અભિળંગ=વિષયનો અનુરાગ, મોહક અજ્ઞાન, ત્યારપછી તે દ્વેષ-અભિવંગ-મોહગર્ભો અંતરંગ કારણ છે જેને તે તેવું છે દ્વેષ-અભિવ્યંગમોહગર્ભવાળું છે, દિ=જે કારણથી, તે નિદાન છે, કયા કારણથી દ્વેષ-અભિવંગ-મોહગર્ભવાળું નિદાન કયા કારણથી છે ? એથી કહે છે – તે પ્રકારે દ્વેષાદિ ગર્ભપણારૂપે, તંત્રમાં પ્રસિદ્ધપણું હોવાથી–નિદાનનું આગમમાં રૂઢપણું હોવાથી દ્વેષાદિગર્ભ નિદાન છે એમ અવાય છે, રાગ-દ્વેષગર્ભ એવા નિદાનનું સંભૂતિ અગ્લિશમાં આદિમાં પ્રસિદ્ધપણું હોવાને કારણે તેના લક્ષણનું સુબોધપણું હોવાથી રાગ-દ્વેષગર્ભ નિદાનના લક્ષણો સુખપૂર્વક બોધ થઈ શકે તેવો હોવાથી, નિર્દેશકો અનાદર કરીને રાગ-દ્વેષગર્ભ નિદાનના સ્વરૂપને કહેવાનું છોડીને, મોહગર્ભ નિદાનના લક્ષણને કહે છે – ધર્મ માટે=ધર્મ નિમિતે, ભવાંતરમાં હીનકુલાદિનું પ્રાર્થન=વૈભવ-ધન આદિથી નીચ એવું જે કુળ અર્થાત અવય અર્થાત પિતા-પિતામહ આદિની પરંપરા, તેઓનું પ્રાર્થન=આશંસન, શું? એથી કહે છે –
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy