SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ લોગસ સુત્ર અવ્યભિચાર છે અને વ્યભિચારનો સંભવ હોતે છતે વિશેષણના ગ્રહણને સાફલ્ય છે=કેવલિત્વરૂપ વિશેષણના ગ્રહણનું સાફલ્ય છે, અને તે પ્રકારે વ્યભિચારનો સંભવ હોતે છતે વિશેષણ અર્થવાળું છે, જે પ્રમાણે નીલ ઉત્પલ અર્થાત્ માત્ર ઉત્પલ કહેવાથી નીલથી અતિરિક્ત કમળની પ્રાપ્તિ થાય, તેથી વ્યભિચારના સંભવને કારણે નીલ એ પ્રકારનું વિશેષણ અન્ય ઉત્પલની વ્યાવૃત્તિને માટે ઉપયોગી છે. વળી, વ્યભિચારનો અભાવ હોતે છતે તે ગ્રહણ કરાતું પણ=વિશેષણ ગ્રહણ કરાતું પણ, જે પ્રમાણે કાળો ભમરો, સફેદ બગલો ઈત્યાદિ, પ્રયાસને છોડીને=એ પ્રકારના વચન પ્રયાસને છોડીને, કયા અર્થનું પોષણ કરે છે અર્થાત્ કોઈ વિશેષ અર્થનો બોધ કરાવતું નથી, તે કારણથી વનિનઃ એ વિશેષણ અધિક છે અર્થાત્ અર્થ વગરનું છે, તેને ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું, કેમ કે અભિપ્રાયનું અપરિજ્ઞાન છે=પૂર્વપક્ષીને સૂત્રમાં આપેલા નિનઃ એ પ્રકારના વિશેષણના અભિપ્રાયનું અજ્ઞાન છે, માટે નિઃ એ વચન નિરર્થક છે એમ પૂર્વપક્ષી કહે છે. ત્તિન: એ પ્રકારના વિશેષણનો શું અભિપ્રાય છે ? જેનું પૂર્વપક્ષીને અજ્ઞાન છે તે સ્પષ્ટ કરવા માટે કહે છે – અહીં પ્રસ્તુત સૂત્રમાં, કેવલી જ યથોક્ત સ્વરૂપવાળા અરિહંત છેઃલોકઉધોતકર આદિ વિશેષણોથી વિશિષ્ટ અરિહંત છે, અન્ય નથી એ પ્રકારનું નિયમાર્થપણું હોવાથી=એ પ્રકારના નિયમનો બોધ કરાવવાનું પ્રયોજનપણું હોવાથી, સ્વરૂપ જ્ઞાપનાર્થ જ=અરિહંતનું કેવલિત્ય સ્વરૂપ જણાવવા માટે જ, આ વિશેષણ છે કેવલિત્વ એ પ્રકારનું વિશેષણ છે, એથી અનવઘ છે=સૂત્રમાં વનિનઃ એ પ્રકારનું કથન નિર્દોષ છે, અને એકાંતથી વ્યભિચારના સંભવમાં જ વિશેષણના ગ્રહણનું સાફલ્ય નથી; કેમ કે ઉભય પદના વ્યભિચારમાં, એક પદના વ્યભિચારમાં અને સ્વરૂપના જ્ઞાપનમાં શિષ્ટ ઉક્તિઓમાં=શિષ્ટ પુરુષોએ કહેલા વચન પ્રયોગોમાં, તેના પ્રયોગનું દર્શન છે=વિશેષણના પ્રયોગનું દર્શન છે, ત્યાં–ત્રણ પ્રકારનાં સ્થાનોમાં વિશેષણનો પ્રયોગ છે ત્યાં, ઉભયપદનો વ્યભિચાર હોતે છતે જે પ્રમાણે – નીલ ઉત્પલ એ પ્રકારનો પ્રયોગ થાય છે અને એક પદનો વ્યભિચાર હોતે છતે જે પ્રમાણે – પાણી દ્રવ્ય છે, પૃથ્વી દ્રવ્ય છે એ પ્રકારે પ્રયોગ થાય છે અને સ્વરૂપનું જ્ઞાપન હોતે છતે જે પ્રમાણે – પરમાણુ અપ્રદેશ છે–પરમાણુ પ્રદેશ વગરનો છે, ઈત્યાદિ પ્રયોગ થાય છે અને જે કારણથી આ પ્રમાણે છે–ત્રણ પ્રકારના પ્રયોજનથી વિશેષણનું ગ્રહણ છે એ પ્રકારે છે, આથી=સ્વરૂપ જ્ઞાપન માટે વિશેષણ છે આથી, નિનઃ એ પ્રકારે વિશેષણ દુષ્ટ નથી. ગાદથી શંકા કરે છે – જો આ પ્રમાણે છે વનિનઃ એ વિશેષણ સ્વરૂપ જ્ઞાપન માટે છે એ પ્રમાણે છે, એથી એટલું જ સુંદર છે, શેષ વળી, લોકના ઉધોતકર ઈત્યાદિ પણ ન કહેવું, એ
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy