SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ લોગરસ સૂત્ર કરવા માટે અન્યની સાક્ષી આપે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સંસારી જીવો એક જન્મમાંથી બીજા જન્મમાં જાય છે ત્યારે નવા ભવનું જે આયુષ્ય બાંધે છે તે આયુષ્યને અનુકૂળ જે અધ્યવસાય કરે છે તે પૂર્વના બંધાયેલા કર્મના બીજવાળો અધ્યવસાય છે અને તે કર્મનું બીજ નાશ પામ્યું નથી તેવું અવિનાશી છે, તૃષ્ણાજલથી સિંચાયેલું અને અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલું છે. તેથી એ ફલિત થાય કે સંસારી જીવોમાં પૂર્વમાં બંધાયેલું નાશ નહિ પામેલું એવું કર્મરૂપ બીજ છે જેનાથી આયુષ્યબંધને અનુકૂળ અધ્યવસાય થાય છે અને તે અધ્યવસાય રાગની પરિણતિના કાળમાં જ થાય છે, તેથી તૃષ્ણાજલથી સિંચાયેલો તે પરિણામ છે, આથી જ રાગ રહિત વિતરાગને તેવા પ્રકારનું પુરાતન કર્મરૂપ બીજ વિદ્યમાન નહિ હોવાથી નવા જન્મનું આયુષ્ય બંધાતું નથી. વળી, સંસારી જીવો બીજા ભવના આયુષ્યબંધનો અધ્યવસાય કરે છે તે અજ્ઞાનરૂપી પાંશુથી પિહિત છે, આથી જ સંસારી જીવો એક સ્થાનથી બીજા સ્થાનમાં જવા માટે માર્ગનો નિર્ણય કરીને જાય છે, તેમ આ ભવમાંથી મારે નરકમાં જવું છે કે દેવભવમાં જવું છે તેનો નિર્ણય કરીને અધ્યવસાય કરતા નથી, પરંતુ નિમિત્તને પામીને તે તે અધ્યવસાય કરીને તે તે ભવનું આયુષ્ય બાંધે છે, માટે તે અધ્યવસાય અજ્ઞાનરૂપી ધૂળથી ઢંકાયેલ છે અને તે અધ્યવસાયથી આયુષ્ય બાંધીને જીવ તે પ્રમાણે ભવમાં જાય છે અને જેમ બીજ દગ્ધ થયેલું હોય તો તેનાથી અંકુરો થતો નથી, તેમ વીતરાગે આયુષ્યબંધના કર્મબીજને બાળી નાખેલ છે, તેથી બળેલા એવા તે કર્મબીજથી નવા ભવની પ્રાપ્તિના કારણભૂત અંકુરો થતો નથી. લલિતવિસ્તરા - ___ आह-'यद्येवं जिनानित्येतावदेवास्तु, लोकस्योद्योतकरानित्याद्यतिरिच्यते' इति, अत्रोच्यते- इह प्रवचने सामान्यतो विशिष्टश्रुतधरादयोऽपि जिना एवोच्यन्ते; तद्यथा-श्रुतजिनाः अवधिजिनाः मनःपर्यायजिनाः, छद्मस्थवीतरागाश्च, तन्मा भूत् तेष्वेवंसम्प्रत्यय इति तद्व्युदासार्थं लोकस्योद्योतकरानित्याद्यप्यदुष्टमिति। अपरस्त्वाह-'अर्हत' इति न वाच्यं, न ह्यनन्तरोदितस्वरूपा अर्हद्व्यतिरेकेणापरे भवन्तीति', अत्रोच्यते- अर्हतामेव विशेष्यत्वान्न दोष इति। आह, -'यद्येवं हन्त! तर्हित इत्येतावदेवास्तु लोकस्योद्योतकरानित्यादि पुनरपार्थकम्,' न, तस्य नामाद्यनेकभेदत्वात् भावार्हत्संग्रहार्थत्वादिति। अपरस्त्वाह-'केवलिन इति न वाच्यं, यथोदितस्वरूपाणामर्हतां केवलित्वाव्यभिचारात्; सति च व्यभिचारसंभवे विशेषणोपादानसाफल्यात् तथा च संभवे व्यभिचारस्य विशेषणमर्थवद् भवति, यथा नीलोत्पलमिति, व्यभिचाराभावे तु तदुपादीयमानमपि यथा 'कृष्णो भ्रमरः, शुक्लो बलाहक' इत्यादि ऋते प्रयासात् कमर्थं पुष्णातीति, तस्मात् केवलिन इत्यतिरिच्यते।' न, अभिप्रायापरिज्ञानात्, इह केवलिन एव यथोक्तस्वरूपा अर्हन्तो नान्ये इति नियमार्थत्वेन
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy