SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અશ્વત્થ સૂત્રો મુદ્રામાં રહીને શુભ ચિંતવન કરાય તે સૂત્રની પ્રતિજ્ઞા અનુસાર નહિ હોવાથી ઉત્સુત્રરૂપ જ છે. વળી, ચેષ્ટા કાયોત્સર્ગ નિયત પ્રમાણવાળા હોય છે, અભિભવ કાયોત્સર્ગની જેમ અનિયત શ્વાસોચ્છવાસ પ્રમાણ નથી, તે બતાવવા માટે આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે - ઉદેસ, સમુદ્સ અને અનુજ્ઞા નિમિત્તે સત્યાવીશ શ્વાસોચ્છવાસ કાયોત્સર્ગ કરાય છે=શાસ્ત્ર ભણવાની પ્રવૃત્તિ રૂપ ઉદ્દેસ માટે સત્યાવીશ શ્વાસોચ્છુવાસ પ્રમાણે કાયોત્સર્ગ કરાય છે, ત્યારપછી તે મહાત્મા આગમ ભણે છે અને ભણ્યા પછી તેને સ્વનામની જેમ સ્થિર પરિચિત કરવા માટે સમુદ્સનો કાઉસ્સગ્ન સત્યાવીશ શ્વાસોચ્છવાસ પ્રમાણ કરાય છે, ત્યારપછી તે આગમ અન્યને ભણાવવાની અનુજ્ઞા આપવા માટે સત્યાવિશ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ્ગ કરાય છે. વળી, પ્રસ્થાપન, કાલનું પ્રતિક્રમણ વગેરે કરતી વખતે આઠ ઉવાસનો કાઉસ્સગ્ન કરાય છે, તેથી કોઈક પ્રયોજનથી જે ચેષ્ટાના કાઉસ્સગ્ગો થાય છે તે ચેષ્ટા કાઉસ્સગ્ગ કહેવાય છે અને તે સર્વ નિયત પ્રમાણવાળા કાઉસ્સગ્ન છે, તેથી નિયત પ્રમાણનો અસ્વીકાર કરીને મનસ્વી રીતે જે લોકો તે કાઉસ્સગ્ન કરે છે તે કાઉસ્સગ્ગ પ્રમાણભૂત નથી, માટે પ્રમાદમદિરાથી મદવાળા વડે જે કહેવાયું તે અનુચિત છે. અહીં પૂર્વપક્ષી કહે કે દેશમુદે એ આવશ્યક નિર્યુક્તિની ગાથા છે તેમાં પ્રસ્તુત દંડકના કાઉસ્સગ્નનું ગ્રહણ કરાયું નથી, તેથી તેને આઠ શ્વાસોચ્છવાસ પ્રમાણ સ્વીકારી શકાય નહિ, તેને ગ્રંથકારશ્રી કહે છે. દેસસમુદ્રે ગાથામાં જે પદ્યવળવિમળમારૂ શબ્દ છે તેમાં રહેલા આદિ શબ્દથી પ્રસ્તુત દંડક સૂત્રના કાયોત્સર્ગનું ગ્રહણ છે; કેમ કે ઉપન્યસ્ત ગાથા સૂત્રના ઉપલક્ષણવાળી છે=ઉદ્દેશ-સમુદેસવાળી ગાથા છે તે ઉપલક્ષણથી દંડક સૂત્રના કાયોત્સર્ગને પણ બતાવે છે. અહીં પ્રશ્ન થાય કે દંડક સૂત્રનો કાયોત્સર્ગ ઉપલક્ષણથી છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – અન્યત્ર પણ આગમમાં આવા પ્રકારના સૂત્રથી નહિ કહેવાયેલા અર્થની સિદ્ધિ થાય છે, તેથી પ્રસ્તુતમાં પણ નહિ કહેવાયેલા અર્થની સિદ્ધિ આદિ પદથી થઈ શકે છે, અન્યત્ર નહિ કહેવાયેલા અર્થનું આદિ પદથી ગ્રહણ છે તે બતાવવા માટે આવશ્યક નિર્યુક્તિની સાક્ષી બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – સાંજના પ્રતિક્રમણની ક્રિયામાં દિવસના અતિચારનું આલોચન કરવા સાધુ તત્પર થાય ત્યારે સવારના મુહપત્તિના પડિલેહણથી માંડીને દિવસ દરમિયાન થયેલી સર્વ પ્રવૃત્તિના અતિચારોનું આલોચન કરીને અતિચારોને બુદ્ધિમાં ઉપસ્થિત કરીને દોષને હૈયામાં સ્થાપન કરે, ત્યારપછી આલોચના દ્વારા તેની શુદ્ધિ કરે. આ ઉદ્ધરણમાં મુખવસ્ત્રિકા માત્રનું કથન છે અને આદિ શબ્દથી શેષ ઉપકરણ આદિનું ગ્રહણ છે અને શેષ ઉપકરણ આદિમાં રહેલા આદિ શબ્દથી દિવસ દરમિયાન કરાયેલી સંયમની ક્રિયાનું ગ્રહણ છે. અહીં પ્રશ્ન થાય કે સાક્ષાત્ કેમ શેષ ઉપકરણનો ઉલ્લેખ કર્યો નથી ? તેથી કહે છે – આદિ પદથી કહેવાયેલા પદાર્થો સુપ્રસિદ્ધ છે અને પ્રતિદિવસ શેષ ઉપકરણનો ઉપયોગ છે, તેથી આદિ શબ્દથી તેનું ગ્રહણ થઈ શકે છે, તેથી ભેદથી કહેલ નથી. અહીં પૂર્વપક્ષી કહે કે દિવસના અતિચારો અનિયત છે=મુહપત્તિ આદિની પડિલેહણની સર્વ ક્રિયાઓમાં
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy