SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ સરણદયાણ ૩૯ અવક્રગમનપૂર્વક તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ તે પ્રકારનો વિચાર માત્ર પણ આવતો નથી, તેથી તેઓની ધર્મ સાંભળવા આદિની ક્રિયા શુશ્રુષારૂપ પ્રજ્ઞાગુણવાળી નથી, પરંતુ તદુઆભાસવાળી છે, તેથી જે શુશ્રષા આદિથી તત્ત્વની પ્રાપ્તિ થાય છે તેના કરતાં ભિન્નજાતિવાળાં શુશ્રુષા આદિ છે. જોકે બાહ્ય રીતે તત્ત્વના અર્થી જીવો પણ ધર્મશ્રવણ કરે છે અને સ્થૂલ આચારના અર્થી જીવો પણ ધર્મશ્રવણ કરે છે, તેથી બન્ને પ્રકારના જીવોમાં વર્તતા શુશ્રુષાદિ પ્રજ્ઞાગુણો સમાન દેખાય છે, તોપણ વિવિદિષાથી પ્રગટ થયેલા શુશ્રુષાદિ ગુણો વિતરાગતાના પારમાર્થિક સૂક્ષ્મ-સૂક્ષ્મતર સ્વરૂપને જાણીને વિતરાગ થવા યત્ન કરાવે તેવા હોય છે અને જેઓ મુગ્ધતાથી ધર્મશ્રવણ કરે છે અને બાહ્ય ક્રિયા માત્રમાં જ તેઓની ધર્મબુદ્ધિ વિશ્રાંત થાય છે તેવા જીવોની શુશ્રુષા આદિ ક્રિયાઓ વીતરાગતાના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શીને વીતરાગતુલ્ય થવાને અનુકૂળ પરિણામવાળી નહિ હોવાથી અને તેઓને બાહ્ય સંગમાત્રમાં જ સુખબુદ્ધિ હોવાથી તેઓના શુશ્રુષાદિથી પણ ભવનો અનુરાગ જ પ્રગટે છે, તેથી તેઓની શુશ્રુષાદિ ક્રિયાથી પણ તત્ત્વની પ્રાપ્તિ થતી નથી; કેમ કે શરણ વગર મોહનાશને અનુકૂળ મોક્ષમાર્ગમાં ગમન અશક્ય છે અને તેવા શરણને દેનારા ભગવાન છે એમ અન્વય છે. લલિતવિસ્તરા - संभवन्ति तु वस्त्वन्तरोपायतया तद्विविदिषामन्तरेण, न पुनः स्वार्थसाधकत्वेन भावसाराः, अन्येषां प्रबोधविप्रकर्षण प्रबलमोहनिद्रोपेतत्वात्। उक्तं चैतदन्यैरप्यध्यात्मचिन्तकैः, यदाहावधूताचार्य:- 'नाप्रत्ययानुग्रहमन्तरेण तत्त्वशुश्रूषादयः, उदकपयोऽमृतकल्पज्ञानाजनकत्वात्। लोकसिद्धास्तु सुप्तनृपाख्यानकगोचरा इवान्यार्था एवेति, विषयतृडपहार्येव हि ज्ञानं विशिष्टकर्मक्षयोपशमजं, नान्यद्, अभक्ष्यास्पर्शनीयन्यायेनाज्ञानत्वात्, न चेदं यथोदितशरणाभावे, तच्च पूर्ववद् भगवद्भ्य इति शरणं ददतीति शरणदाः।।१८।। લલિતવિસ્તરાર્થ: વળી, વસ્તુ અંતરના ઉપાયપણાથી તદ્વિવિદિષા વગર તત્ત્વની જિજ્ઞાસા વગર, સંભવે છે= શુશ્રુષાદિ સંભવે છે, પરંતુ સ્વાર્થસાધકપણાથી=પરમાર્થના પ્રાપકપણાથી, ભાવસાર શુશ્રુષાદિ સંભવતા નથી; કેમ કે અન્ય જીવોને=વસ્તુ અંતરના ઉપાયપણાથી શુશ્રુષાદિમાં પ્રવૃત જીવોને, પ્રબોધના વિપકર્ષથી-તત્વના પરિજ્ઞાન પ્રત્યે દૂરવર્તી ભાવ હોવાથી, પ્રબલ મોહનિદ્રાથી યુક્તપણું છે. અને આ=પારમાર્થિક શુશ્રષાથી અન્ય શુશ્રુષા દ્વારા તત્વજ્ઞાનનો અભાવ છે એ, અન્ય એવા પણ અધ્યાત્મચિંતકો વડે કહેવાયું છે, જેને=અન્ય શુશ્રુષા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિનું કારણ નથી એમ પૂર્વમાં કહ્યું જેને, અવધૂતાચાર્ય કહે છે – અપ્રત્યયના અનુગ્રહ વગર સદાશિવના ઉપકાર વગર, તત્ત્વશુષાદિ થતા નથી; કેમ કે પાણી-દૂધ-અમૃત કલ્પજ્ઞાનનું અજનકપણું =શ્રુતચિંતા અને ભાવના જ્ઞાનનું અજનકપણું છે, વળી, લોકમાં સિદ્ધ એવા સુવાની ઈચ્છાવાળા
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy