SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ લલિતવિસ્તરા ભાગ-૨ છોડીને વિઘ્ન કરનાર અન્ય કોઈ વસ્તુ નથી, એ પ્રમાણે નિપુણ એવા શાસ્ત્રના જાણનારાઓ કહે છેઃ નિશ્ચયની સૂક્ષ્મ દૃષ્ટિથી પદાર્થને જોનારા મહાત્માઓ કહે છે. આશય એ છે કે ચક્ષની પ્રાપ્તિ પછી પણ મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય વર્તે છે, તેથી જ શરીરવર્તી આત્માના પારમાર્થિક સ્વરૂપના રહસ્યને જાણી શકે તેવો સૂક્ષ્મ બોધ થયો નથી, પરંતુ મિથ્યાત્વની મંદતાને કારણે આત્માની નિરાકુળ અવસ્થાને જોનારી કંઈક દૃષ્ટિ પ્રગટ થઈ છે તે દૃષ્ટિ ઉત્તરોત્તર વૃદ્ધિ દ્વારા મિથ્યાત્વ મોહનીયનો ક્ષયોપશમ કરીને સમ્યક્તને પ્રાપ્ત કરે તેમાં પ્રતિબંધક અંતરંગ કર્મો પણ છે અને અન્ય સામગ્રીની વિકલતા આદિ પણ છે, તોપણ નિશ્ચયનયની સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો કાળને છોડીને અન્ય કોઈ કારણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં વિલંબન કરનાર નથી; કેમ કે જીવ સુખનો અર્થ છે અને અત્યાર સુધી તેને સુખ બાહ્ય પદાર્થજન્ય જ પ્રતીત થતું હતું, હવે આત્માના વિતરાગતાને અભિમુખ ભાવોમાં સુખ છે તેવું જોનારી ચક્ષુ મળી છે, તેથી તે ચક્ષુના બળથી તે જીવ તેના વિશેષ સ્વરૂપને જાણવા યત્ન કરશે, જેથી અવશ્ય સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થશે, તેથી ચક્ષની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં જે કંઈ વિલંબ થાય છે, તેમાં મુખ્ય કારણ કાળ જ છે. જેમ વૃક્ષ ઉપર કેરી પ્રગટ થયેલી હોય તો તે ક્રમસર ઉચિત કાળે અવશ્ય પાકે છે તેમ સુખના અર્થી જીવને અંતરંગ સુખ દેખાય તેવી નિર્મળ ચક્ષુ પ્રગટ થાય છે ત્યારે તેના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે જે યત્ન કરે છે તેના બળથી નિયતકાળે અવશ્ય તેને સમ્યગ્દર્શન પ્રાપ્ત થશે, તેથી કાળ જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં વિલંબનું કારણ છે, અન્ય કોઈ કારણ નથી તેમ નિશ્ચયનયની દૃષ્ટિથી કહેવાય છે; કેમ કે કાળના પરિપાકનું ઉલ્લંઘન જીવ કરી શકતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલી ચક્ષુના બળથી યત્ન કરીને તત્ત્વના દર્શનમાં પ્રતિબંધક મિથ્યાત્વનો ક્ષયોપશમ આદિ જીવ કરી શકે છે. વળી, ચક્ષની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિમાં કાળ પ્રતિબંધક છે તેમ કહ્યું તે પણ પરમાર્થથી પ્રતિબંધક નથી; કેમ કે કાળનું જ તે તે રૂપે ભવનમાં ઉપયોગીપણું છે, જેમ માટીમાંથી કુંભાર ઘટ બનાવે છે ત્યારે માટીના પિંડની ઉત્તરની જ અવસ્થામાં ઘટ થતો નથી, તોપણ કુંભારના પ્રયત્નથી પિંડ અવસ્થા જ ઉત્તર-ઉત્તર અવસ્થાને પામીને ઘટરૂપે પરિણમન પામે છે, તેથી ઘટની પ્રાપ્તિમાં કાળવિલંબન પરમાર્થથી પ્રતિબંધક નથી; કેમ કે કાળવિલંબન વગર ઘટની સિદ્ધિ થઈ શકે નહિ, તેમ ચક્ષુની પ્રાપ્તિ પછી તે જીવ ઉત્તરોત્તર તત્ત્વને જોવા માટે પ્રયત્ન કરીને સૂક્ષ્મ તત્ત્વને પ્રાપ્ત કરશે તેમાં કાળવિલંબન પરમાર્થથી પ્રતિબંધરૂપ નથી; કેમ કે ચક્ષુથી થયેલો બોધ જ તે તે રૂપે થઈને સમ્યગ્દર્શનરૂપે થાય તેમાં કાળનું ઉપયોગીપણું છે અર્થાત્ કાળ જ તે પ્રકારે થવામાં વ્યાપારવાળો છે, જેમ કુંભારના પ્રયત્નથી પિંડ અવસ્થામાંથી ઘટ અવસ્થાની પરિણતિમાં વચલી સર્વ ક્ષણોરૂપ કાળ તે તે રૂપે ઘટને અભિમુખ પિંડને પરિણમન પમાડીને ઘટરૂપ કાર્ય કરે છે તેમ જીવમાં પ્રગટ થયેલ ચક્ષુના કાળમાં વર્તતી રૂચિ જ ઉત્તરોત્તર તે તે ભાવરૂપે પરિણમન પામીને સમ્યગ્દર્શનરૂપે થશે તેમાં કાળનું ઉપયોગીપણું છે. વળી, કાળના વિલંબન વગર પ્રાપ્ત થયેલી ચલુ તત્કાળ સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરાવી શકતી નથી, તેથી ચક્ષુની પ્રાપ્તિ પછી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પ્રત્યે કાળ પણ ઉપયોગી છે. કેમ કાળ ઉપયોગી છે તેમાં યુક્તિ બતાવતાં કહે છે – વિશિષ્ટ ઉપાદાનહેતુનું જ તથા પરિણામી સ્વભાવપણું છે=અનેક પ્રકારના સહકારી
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy