SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ લલિતવિસ્તરા ભાગ-૨ કરવાના સ્વભાવવાળો છે એમ સ્વીકારીને વસ્તુને એક-અનેક સ્વભાવવાળી જ સ્વીકારી છે, વસ્તુતઃ એક સ્વભાવથી કોઈ રીતે સ્વભાવભેદ વગર અનેક ફલનો ઉદય થઈ શકે નહિ તેમ પૂર્વમાં સ્પષ્ટતા કરેલ છે, તેથી અર્થથી ફલિત થયું કે બૌદ્ધ દર્શનવાદી દેવદત્તને નિરંશ એક વસ્તુરૂપે સ્વીકારીને અનેક કાર્ય કરવાના સ્વભાવવાળી સ્વીકારે છે, તેથી તે દેવદત્તરૂપ વસ્તુ અનેક સ્વભાવવાળી છે તેની જ સિદ્ધિ થાય છે અને આ કથનને જ ગ્રંથકારશ્રીએ અનેકાંત જયપતાકામાં બતાવેલ છે અને તે અનેકાંત જયપતાકાના જ બે શ્લોકો અહીં બતાવે છે, તેનો અર્થ આ પ્રમાણે છે – તંતુનું રૂપ પટના રૂપ પ્રત્યે ઉપાદાન કારણ છે અને તંતુનું રૂ૫ તંતુના પ્રત્યક્ષ જ્ઞાન પ્રત્યે પણ સહકારી કારણ છે, તેથી સ્થૂલથી જણાય કે તંતુનું રૂપ બે કાર્યો કરે છે – ૧.પટના રૂપને ઉત્પન્ન કરે છે. ૨. તંતુનું રૂપ કોઈકને તંતુના રૂપનું જ્ઞાન કરાવે છે. ત્યાં તંતુના રૂપના જ્ઞાન પ્રત્યે તંતુનું રૂપ સહકારી છે અને પટના રૂપ પ્રત્યે તંતુનું રૂપ ઉપાદાનરૂપે કારણ છે, તોપણ તંતુનું રૂપ એક સ્વભાવથી બે કાર્ય કરે છે તેનું નિરાકરણ કરતાં કહે છે – તંતુના રૂપ સ્વરૂપ જે સ્વભાવથી વસ્ત્રના રૂપ સ્વરૂપ કાર્ય થયું તે સ્વભાવથી અન્ય કાર્ય થાય નહિ તંતુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ, કેમ થાય નહિ, તેમાં હેતુ કહે છે – તંતુનું રૂપ પ્રથમ કાર્ય પ્રત્યે સમસ્તપણાથી ભવન સ્વભાવવાળું છે, તેથી સમસ્તપણાથી પ્રથમ કાર્ય થતું હોય તો તે કારણથી બીજું કાર્ય થઈ શકે નહિ, આ પ્રકારના હેતુમાં દૃષ્ટાંત બતાવે છે – તેના સ્વરૂપની જેમ તંતુના રૂપનો સ્વભાવ પોતાના ભાવને સંપૂર્ણ આશ્રય કરીને તંતુમાં વર્તે છે તે પ્રમાણે વસ્ત્રના રૂપસ્વરૂપ પ્રથમ કાર્ય પ્રત્યે તંતુનું રૂપ સમસ્તપણાથી પરિણમન પામે છે, તેથી તે તંતુના રૂપથી તંતુના રૂપના જ્ઞાન રૂપ બીજું કાર્ય થઈ શકે નહિ અથવા દૃષ્ટાંતનું યોજન બીજી રીતે કરે છે – અધિકૃત એવું પટના રૂપ સ્વરૂપ કાર્ય તેનામાં રહેલા સ્વભાવનું સ્વરૂપ પોતાના ભાવને સંપૂર્ણપણાથી આશ્રય કરીને જ પટમાં રહે છે તેમ પ્રથમ કાર્ય પ્રત્યે તંતુના રૂપમાં રહેલો સ્વભાવ સંપૂર્ણપણાને આશ્રયીને કાર્યરૂપે પરિણમન પામે છે, તેથી તે તંતુનું રૂપ બીજા કાર્ય પ્રત્યે હેતુ થઈ શકે નહિ. પરના અભિપ્રાયની આશંકા કરીને બીજા શ્લોકમાં કહે છે – બીજું કાર્ય છે=તંતુના રૂપથી તંતુના પ્રત્યક્ષ જ્ઞાનરૂપ બીજું કાર્ય છે, અને તે કાર્ય તેના હેતુથી જન્ય છે=પ્રથમ કાર્યના હેતુ એવા તંતુના રૂપથી જન્ય છે એમ સ્વીકારીએ તો શું વિરોધ છે? અર્થાત્ કોઈ વિરોધ નથી, તેથી એ ફલિત થાય કે તંતુના રૂપથી જેમ પટનું રૂપ થયું તેમ કોઈક વ્યક્તિને તંતુના રૂપથી તંતુના રૂપના પ્રત્યક્ષરૂપ કાર્ય પણ થાય છે તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી, આ પ્રમાણે કોઈ કહે તેને ઉત્તર આપતાં બીજા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે – તત્ સ્વભાવનું સંપૂર્ણપણાથી હેતુપણું પ્રથમ કાર્ય પ્રત્યે છે એ પ્રકારનો સ્વીકાર જ શું વિરોધી નથી? અર્થાત્ વિરોધી છે, આ પ્રકારના શ્લોકથી શું ફલિત થાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે – તંતુના રૂપથી પટનું રૂપ થાય છે એ એક કાર્ય છે અને તંતુના રૂપથી તંતુના રૂપનું જ્ઞાન કોઈકને થાય છે તે બીજું કાર્ય છે, તેમાં તંતુનું રૂપ પટના રૂપ પ્રત્યે સંપૂર્ણપણે વ્યાપારવાળું હોવાથી પ્રથમ કાર્ય કરીને જ ચરિતાર્થ થાય છે, તેથી અન્ય કાર્યનો સંભવ નથી તંતુના પ્રત્યક્ષ જ્ઞાનરૂપ કાર્યનો સંભવ નથી, અને જો એમ કહેવામાં આવે કે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy