SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ લલિતવિસ્તરા ભાગ-૨ - અહીં પૂર્વપક્ષી કહે કે કૂવામાં જે પડ્યા હોય તે સર્વને વિચાર્યા વગર બહાર કાઢવા જ ઉચિત છે પૂર્વપક્ષના કથન પ્રમાણે સ્વીકારવામાં દોષ બતાવે છે માછલા આદિને તેઓ કૂવામાં કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેમને કાઢવામાં આવે તો તેઓને મરણ આદિ અનર્થનો સંભવ છે, માટે કૂવામાં તેઓ કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર તેઓને કાઢવા ઉચિત નથી. વળી, અન્ય હેતુ કહે છે – કૂવા આદિમાં પડેલા માછલા આદિને બહાર કાઢવા અશક્ય છે, અહીં કોઈ કહે કે દૃઢ પ્રયત્નશીલ માટે અશક્ય કંઈ નથી, તેથી સર્વ યત્નથી કૂવામાં પડેલા બધા માછલાને કેમ પડ્યા છે તેનો વિચાર કર્યા વગર બહાર કાઢી શકાશે, તેનું નિરાકરણ કરવા માટે કહે છે કે તે પ્રકારના પ્રયાસનું નિષ્ફળપણું છે; કેમ કે કૂવામાં પડેલાને ઉત્તારણનું પ્રયોજન તેને આપત્તિમાંથી ૨ક્ષણ ક૨વાનું છે, જ્યારે આ રીતે બધા માછલાઓને બહાર કાઢી નાખવામાં આવે તેનાથી ઉત્તારણીયનું ઉત્તારણરૂપ ફલ પ્રાપ્ત થતું નથી, પરંતુ અનુત્તા૨ણીય એવા માછલાને ઉત્તારણ કરીને તેઓને અનર્થ જ સંપાદન કરાય છે, માટે પૂર્વપક્ષીએ કૂપપતિત ઉદાહરણ આપ્યું તે ઉદાહરણ યુક્તિસંગત નથી. = લલિતવિસ્તરા : न चोपायमार्गणमपि न विचाररूपं तदिहापि विचारोऽनाश्रयणीय एव; दैवायत्तं च तद्, अतीन्द्रियं च दैवमिति युक्तेरविषयः, शकुनाद्यागमयुक्तिविषयतायां तु समान एव प्रसङ्ग इतरत्रापीति, तस्माद्यथाविषयं त्रिकोटिपरिशुद्धविचारशुद्धितः प्रवर्त्तितव्यमिति उक्तं च ‘આગમેનાનુમાનેન, ધ્યાનાભ્યાસરમેન ચ । त्रिधा प्रकल्पयन्प्रज्ञां, लभते तत्त्वमुत्तमम् ।।१।।' લલિતવિસ્તરાર્થ : ઉપાયમાર્ગણ પણ ન વિચારરૂપ નથી જ અર્થાત્ વિચારરૂપ છે, તે કારણથી અહીં પણ=ઉત્તારણના ઉપાયમાં પણ, વિચાર અનાશ્રયણીય જ છે=જો આગમના વચનમાં વિચાર અનાશ્રયણીય હોય તો કૂવામાં પડેલાના ઉત્તારણના ઉપાયમાં પણ વિચાર અનાશ્રયણીય જ છે, અને તે=કૂવામાંથી ઉત્તારણ, દૈવ આધીન છે અને દૈવ અતીન્દ્રિય છે એથી યુક્તિનો અવિષય છે. (માટે જો આગમનું વચન વિચાર માટે અનાશ્રયણીય હોય તો કૂવામાંથી ઉત્તારણના ઉપાયનું માર્ગણ પણ વિચારને માટે અનાશ્રયણીય છે.) શકુનાદિ આગમથી અને યુક્તિથી વિષયતામાં તત્ર પણ સમાન જ પ્રસંગ છે=પરમબ્રહ્માદિ વિષયક અતીન્દ્રિય વચનાર્થમાં પણ સમાન જ પ્રસંગ છે, તેથી યથાવિષય ત્રિકોટિ પરિશુદ્ધ વિચારની શુદ્ધિથી પ્રવર્તવું જોઈએ અને કહેવાયું છે – આગમથી, અનુમાનથી અને ધ્યાનના અભ્યાસના રસથી ત્રણ પ્રકારે પ્રજ્ઞાને પ્રકલ્પન કરતો=તત્ત્વને જાણવા માટે સ્વબુદ્ધિને પ્રવર્તાવતો પુરુષ, ઉત્તમ તત્ત્વને પ્રાપ્ત કરે છે. =
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy