SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૨ નીકળવાનો ઉપાય જ આવશ્યક છે અને સંસારી જીવોને કૂવામાંથી બહાર કાઢનારા પુરુષને પણ તેના ઉપાયોનો જ વિચાર કરવો આવશ્યક છે અર્થાત્ સંસારી જીવો બ્રહ્મમાંથી પૃથક્ થઈને સંસારરૂપી કૂવામાં પડ્યા છે, તેઓને તે કૂવામાંથી કઈ રીતે બહાર કાઢવા તેના ઉપાયનો જ વિચાર ઉપદેશકે કરવો જોઈએ, પરંતુ આ જીવો કઈ રીતે બ્રહ્મમાંથી પૃથક્ થઈને સંસારરૂપી કૂવામાં પડ્યા છે તેને જાણવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સંસારમાં પણ કોઈ કૂવામાં પડેલો હોય તેને કૂવામાંથી કાઢવાનો ઉપાય શું છે તેનો જ વિચાર કૂવાના કાંઠે રહેલો પુરુષ કરે છે, પરંતુ આ કઈ રીતે પડ્યો તે જાણવાનું તેને પ્રયોજન નથી, તે પ્રકારે જ લોકમાં દેખાય છે, એ રીતે ભવરૂપી કૂવામાં પડેલા જીવોનો ઉદ્ધાર કરનારા ઉપદેશકોએ તેના ઉપાયનો જ વિચાર કરવો આવશ્યક છે, પરંતુ કઈ રીતે આ સંસારી જીવો બ્રહ્મમાંથી છૂટા પડ્યા, કયા કારણથી છૂટા પડ્યા એ સર્વ વિચારણાના વ્યુદાસથી સંસારરૂપી કૂવામાંથી બહાર નીકળવાના માર્ગની વિચારણા કરવી આવશ્યક છે=શાસ્ત્રવચનથી આવશ્યક છે, આ રીતે બ્રહ્માદ્વૈત સિદ્ધ થયે છતે=શાસ્ત્રવચનના પ્રમાણથી પૂર્વમાં વર્ણન કર્યું એ ૨ીતે બ્રહ્માદ્વૈત સિદ્ધ થયે છતે, નીતિથી વર્ણવિલોપાદિ પણ અસંગત છે; કેમ કે શુદ્ધ બ્રહ્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય આદિ રૂપ વર્ણોનો વિભાગ નથી અને ક્ષેત્રવિદ્ એવા જે સંસારી જીવો છે તેમાં પણ મુક્ત-અમુક્ત એમ બે ભેદક છે અર્થાત્ જેઓ સાધના કરીને બ્રહ્મમાં લીન થયા તેઓ મુક્ત છે અને જેઓ સાધના કરીને બ્રહ્મમાં લીન થયા નથી તેઓ અમુક્ત છે, એ પ્રકારે સંસારી જીવોના બે ભેદો છે, આથી અદ્વૈતવાદીના મતે ક્ષેત્રવિદ્ જીવોમાં પણ વર્ણવિભાગ નથી અર્થાત્ બ્રાહ્મણ આદિ વર્ણ વિભાગ નથી, તેથી બ્રહ્મમાં પણ વર્ણવિભાગ નથી અને સંસારી જીવોમાં પણ વર્ણવિભાગ નથી, તેથી અવિદ્યમાન એવી વર્ણવ્યવસ્થા હોતે છતે વર્ણના વિભાગને માનનારા બ્રાહ્મણો અદ્વૈતવાદીને વર્ણવિલોપનો જે દોષ આપે છે તે તાત્ત્વિક નથી અર્થાત્ બ્રહ્માદ્વૈતવાદીને કેટલાક બ્રાહ્મણો કહે છે કે લોકમાં કેટલાક બ્રાહ્મણો છે, કેટલાક ક્ષુદ્રો છે, કેટલાક વૈશ્ય છે તે સર્વ વિભાગનો વિલોપ તમારા મતને સ્વીકારવાથી થાય છે, માટે બ્રહ્માદ્વૈતવાદ સંગત નથી તેને બ્રહ્માદ્વૈતવાદી કહે છે કે વર્ણવ્યવસ્થા જ વાસ્તવિક નથી, તેથી વર્ણવિલોપાદિનો પ્રસંગ અમારા મતે નથી. ૧૯૨ આ સર્વ કથન પૂર્વના કથનથી નિરાકૃત છે; કેમ કે પૂર્વમાં સ્થાપન કર્યું કે ભગવાન જિતભયવાળા છે તેવા જિતભયવાળાપણું બ્રહ્માદ્વૈત મતમાં સંગત થતું નથી, તેથી કૂવામાં પડેલાના દૃષ્ટાંતથી કોઈ સાધના કરીને મુક્ત થાય તોપણ પ્રથમની જેમ સંસારમાં આવવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને કદાચ બ્રહ્માદ્વૈતવાદી કહે કે આત્મા બ્રહ્મમાંથી એક વખત જ પૃથક્ થાય છે, પરંતુ સાધના કરીને મુક્ત થયા પછી તે આત્મા ફરી બ્રહ્મમાંથી પૃથક્ થતો નથી, તેમ સ્વીકારવામાં પણ અનેક દોષો આવે છે તેમ પૂર્વમાં કહ્યું તેનાથી બ્રહ્માદ્વૈતવાદીનું સર્વ કથન નિરાકૃત થાય છે, કેમ નિરાકૃત થાય છે એમાં યુક્તિ બતાવે છે બ્રહ્માદ્વૈતવાદીનું વચન શ્રદ્ધામાત્ર ગમ્ય છે અર્થાત્ આ આપણું દર્શન છે અને તે દર્શન આ પ્રમાણે કહે છે, માટે આપણે તેમ જ સ્વીકારવું જોઈએ, તેવી મૂઢતાથી યુક્ત શ્રદ્ધાથી તે સ્વીકારી શકાય, પરંતુ યુક્તિ અને અનુભવ અનુસાર સ્વીકારી શકાય નહિ. -
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy