SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ શિવમયલ-સાંપરાણ ૧૭૩ ઘટમાં વર્તતું હોય તો તે ઘટત્વ પણ અનેક જ બને, એક કહી શકાય નહિ. આથી જ ઘણા પરમાણુઓનું કાર્ય ઘટાદિ છે એમ કહીને ઘણા પરમાણુઓમાં ઘટાદિરૂપ એક કાર્ય દેખાય છે, તે મોહથી બોલાય છે, વસ્તુતઃ દરેક પદાર્થ ક્ષણિક છે અને તે પદાર્થ ઉત્તરમાં પોતાના સંતાનને ઉત્પન્ન કરે છે અને તે સંતાન ક્યારેક સદશ હોય અને ક્યારેક વિસદશ હોય, આથી ઘટ ઉત્પન્ન થયા પછી પ્રતિક્ષણ સદશ સંતાનને ઉત્પન્ન કરે છે અને ઘટ પણ ઉત્પન્ન થયા પૂર્વે પિંડાદિ સ્વરૂપે હતો તે જ વિસદશ સંતાનથી ઘટરૂપે થયો, પરંતુ અનેક પરમાણુઓમાં આશ્રિત એવી ઘટ વસ્તુ નથી, છતાં મોહથી તૈયાયિક આદિ અનેક પરમાણુઓમાં ઘટ ઉત્પન્ન થયો એમ કહે છે, એ પ્રકારે ક્ષણિકવાદી બૌદ્ધ કહે છે, અને તેની પ્રતિબિંબ આકારતાનો પ્રતિક્ષેપ કરે છે તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વિષયના પ્રતિબિંબ આકારવાળું જ્ઞાન ઘટતું નથી, પરંતુ અબાહ્ય આકારવાળું જ વિદ્યમાન સ્વભાવ માત્ર પ્રતિભાસી એવા સ્વરૂપવાળું જ્ઞાનવાદી પ્રતિજ્ઞાત જ્ઞાન અર્થાત્ બોધ છે, તેથી બૌદ્ધના મતે જ્ઞાન સત્ સ્વભાવમાત્રનો પ્રતિભાસ કરે છે અર્થાત્ આ બાહ્ય ઘટ છે, પટ છે ઇત્યાદિ સ્વભાવમાત્રનું પ્રતિભાસી જ્ઞાન છે અને તે જ્ઞાન બાહ્ય આકારવાળું નથી એમ કહીને જ્ઞાનની પ્રતિબિંબઆકારતાનો પ્રતિક્ષેપ કરે છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – અમે શેયનું પ્રતિબિંબ જ્ઞાનમાં પડે છે એમ અમે સ્વીકારતા નથી, પરંતુ વિષયનું જેવું સ્વરૂપ છે તેવા સ્વરૂપને ગ્રહણ કરવાનો જ્ઞાનનો પરિણામ છે, તેને જ અમે પ્રતિબિંબ કહીએ છીએ, માટે બૌદ્ધ આપેલા દોષો અમને પ્રાપ્ત થતા નથી. ૩૧iા અવતરણિકા : एते च सर्वेऽपि सर्वगतात्मवादिभिर्द्रव्यादिवादिभिस्तत्त्वेन सदा लोकान्तशिवादिस्थानस्था एवेष्यन्ते, 'विभुनित्य आत्मे 'तिवचनात्, एतद्व्यपोहायाह - અવતરણિતાર્થ : અને સર્વગત આત્મવાદી એવા દ્રવ્યાદિવાદી વૈશેષિકો વડે તત્ત્વથી આ સર્વ પણ=મોક્ષમાં ગયેલા સર્વ પણ, સદા લોકના અંત સુધી શિવાદિ સ્થાનમાં રહેલા જ ઈચ્છાય છે; કેમ કે વિભુ નિત્ય આત્મા છે, એ પ્રકારનું વચન છે, એના બપોહ માટે=સર્વગત આત્મવાદી મતના વ્યપોહ માટે, કહે છે – પંજિકા: 'द्रव्यादिवादिभिः' इति-द्रव्यगुणकर्मसामान्यविशेषसमवायवादिभिः वैशेषिकैरित्यर्थः, 'विभु रिति= साकाशव्यापी । પંજિકાર્ચ - “થવિધિ .... શિક્તિ-સારવ્યાપી વ્યારિવામિઃ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy