SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ લલિતવિરતા ભાગ-૨ હોવાથી શું =શું પ્રાપ્ત થાય છે? એથી કહે છે – જ્ઞાનનું પણ=કેવલ મુક્તાત્માનું નહિ પરંતુ શાવવું પણ, તદ્ધર્મપણું હોવાથી=મુક્તાત્માનું ધર્મપણું હોવાથી તત્પણું છે=અમૂર્તપણું છે, તેથીતેનાથી શું= શાનનું પણ અમૂર્તપણું હોવાથી શું? એથી કહે છે – વિષયઆકારતાવો અયોગ હેવા કારણેવિષયની જેમ અર્થાત ગોચરની જેમ, આકાર છે અર્થાત્ સ્વભાવ છે જેને તે તેવા છે અર્થાત વિષયઆકારવાળા છે તેનો ભાવ અથત વિષયઆકારવાળાનો ભાવ તતા અથતિ વિષયઆકારતા છે તેનો અયોગ હોવાને કારણે અર્થાત્ અઘટન હોવાને કારણે, તત્વથી=નિરુક્ત વૃત્તિથી, આના વડે જણાય છે એ પ્રકારના કરણ સાધનવાળા જ્ઞાનનો અભાવ જ છે=મુક્ત આત્માને કરણ સાધનવાળા જ્ઞાનનો અભાવ જ છે, તેને જ ભાવન કરે છે મુક્ત આત્માને જ્ઞાનનો અભાવ જ છે એને જ સ્પષ્ટ કરે છે – નિતરંગ સ્થિર સમુદ્ર જેવો આ=મુક્તાત્મા છે, અને તત્ તરંગતુલ્ય મહદ્ આદિ પવનના યોગથી વૃત્તિઓ છે, તેનો જ અર્થ સ્પષ્ટ કરે છે – બુદ્ધિ અહંકાર આદિ પ્રકૃતિના વિકારરૂપ પવનના સંબંધથી વૃત્તિઓ=વિષય જ્ઞાનાદિ પ્રવૃત્તિઓ છે, એ રીતે=નિતરંગ મહોદધિ જેવો આત્મા છે અને મહદ આદિ પવનના યોગથી સમુદ્રના તરંગતુલ્ય વૃતિઓ છે એ રીતે, તેનો અભાવ હોવાથી=મહદ્ આદિ પવનના યોગનો અભાવ હોવાથી, તેનો અભાવ છે=તરંગતુલ્ય વૃત્તિઓનો અભાવ છે=નિતરંગ મહોદધિ જેવા મુક્ત આત્માને તરંગતુલ્ય જ્ઞાનની વૃત્તિઓનો અભાવ છે, તેથી શું? એથી કહે છે–પૂર્વમાં સિદ્ધ કર્યું કે મુક્ત આત્માઓને તરંગતુલ્ય વૃત્તિનો અભાવ છે તેથી શું પ્રાપ્ત થાય? એથી કહે છે – આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે, વૃત્તિનો અભાવ હોવાથી મુક્ત આત્માને જ્ઞાનની વૃત્તિનો અભાવે હોવાથી, મુક્ત અવસ્થામાં સર્વજ્ઞત્વની અનુપાતિ જ છે; કેમ કે નિરાકાર એવા વિજ્ઞાન વડે વિષયગ્રહણ સ્વીકાર કરાયે છતે વિષયના પ્રતિનિયમનું અઘટન છે=મુક્ત અવસ્થામાં નિરાકાર વિજ્ઞાન છે છતાં તેઓ સર્વ વિષયને ગ્રહણ કરે છે તેમ સ્વીકારવામાં આવે તો વિષયના આકારરૂપ જે પ્રતિનિયમ છે તે નિરાકાર જ્ઞાનમાં ઘટે નહિ. તિ શબ્દ પર વક્તવ્યની પરિસમાપ્તિમાં છે. આ પણ સાંખ્યથી કહેવાયેલું અસત્ છે=અસુંદર છે, કયા કારણથી ? એથી કહે છે =કયા કારણથી સાંખ્યનું કથન અસુંદર છે ? એથી કહે છે – વિષયગ્રહણ પરિણામવું અર્થાત વિષયના ગ્રાહકપણારૂપે જીવપરિણતિનું જ આકારપણું હોવાથી=કેવલજ્ઞાનમાં જગતના પદાર્થોનું જ્ઞાન થાય છે તે વિષયના ગ્રાહકપણારૂપે જીવની પરિણતિનું જ આકારપણું છે તેથી, વિરોધ નથી એમ અન્વય છે, અને તેનો=ઉક્તરૂપ આકારનો=વિષયગ્રહણ પરિણતિરૂપ જીવતા આકારનો, અમૂર્તમાં પણ=મુક્ત આત્મામાં પણ, અવિરોધ હોવાથી કોઈના વડે પણ અબાધ્યમાનપણું હોવાથી સાંખ્ય મત અસત્ છે એમ અવય છે, કેવલ મૂર્તમાં નહિ એ આપનો અર્થ છે=અમૂર્વેપિમાં રહેલા પિનો અર્થ છે. અમ્યુચ્ચયને કહે છે–સાંખ્ય મત અસત્ છે તેને સ્પષ્ટ કરવા માટે અન્ય હેતુનો સમુચ્ચય બતાવે છે – અનેક વિષયના પણ આનો એક સાથે અનેક વિષયને આશ્રયીને પ્રવૃત એવા પણ આનો=ઉક્તા આકારનો, સંભવ હોવાથી=ઘટન હોવાથી સાંખ્ય મત અયુક્ત છે, શું વળી, એક વિષયવાળા ઉક્તરૂપ આકારનો સંભવ હોવાથી સાંખ્ય મત અસંગત છે અર્થાત એક વિષયના ઉક્તરૂપ આકારવાળા
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy