SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સાબાસં સવદરિસી ૧૬૧ જ્ઞાનાવરણીય આદિ કર્મો કંઈક વિદ્યમાન છે તેઓ બુદ્ધિરૂપી કરણથી જોય પદાર્થનો બોધ કરી શકે છે, તોપણ કુશળ તરવૈયાની જેમ જેઓએ ઘાતકર્મો નાશ કર્યો છે તેવા મુક્ત જીવો બુદ્ધિરૂપી કરણ વગર પણ પોતાના જ્ઞાનના ફળરૂપે શેયનો બોધ કરી શકે છે, તેથી સંસારી જીવોના અનુભવ અનુસાર નાવરૂપી કરણથી જ તરી શકાય તેમ એકાંતે કહી શકાય નહિ, તે રીતે સંસારી જીવોને બુદ્ધિરૂપી કરણથી બોધ થાય છે, તેથી મુક્ત આત્માઓને બુદ્ધિરૂપી કરણ નથી, માટે બોધ થતો નથી તેમ કહી શકાય નહિ. અહીં સાંખ્યદર્શનકાર કહે કે નીલપીતાદિ બાહ્ય અર્થના ધર્મો છે તેમ દુઃખ, શોક વૈષયિક સુખાદિ પણ બાહ્ય અર્થોના ધર્મો છે અને મુક્ત અવસ્થામાં સર્વજ્ઞ-સર્વદર્શિપણું સ્વીકારવામાં આવે તો બાહ્ય અર્થની વેદનવેળામાં મુક્ત આત્માને સર્વ દુઃખાદિના અનુભવની પ્રાપ્તિ થાય અર્થાત્ જેમ સંસારી જીવોને ઇન્દ્રિયોને પ્રતિકૂળ અર્થના બોધથી દુઃખ-દ્વેષાદિ થાય છે તેમ મુક્ત આત્માઓને પણ જો સર્વજ્ઞ સર્વદર્શી સ્વીકારશો તો બાહ્ય અર્થના બોધકાળમાં સર્વ પ્રકારના દુઃખાદિના અનુભવની પ્રાપ્તિ થશે, જેમ સંસારી જીવોને દૂર રહેલા પણ પ્રતિકૂળ અર્થોના દર્શનથી દુઃખ-દ્વેષાદિ થાય છે, તેના નિરાકરણ માટે કહે છે – ઔદયિક ક્રિયાના ભાવથી રહિત જીવને જ્ઞાનમાત્રથી દુઃખાદિ થતા નથી અર્થાત્ સંસારી જીવોને બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષના પરિણામરૂપ ઔદયિક ક્રિયા છે, તેથી ઇન્દ્રિયોથી પ્રતિકૂળ પદાર્થોનું દર્શન થાય છે ત્યારે તે જીવોમાં તે પ્રકારના કર્મના વિપાકથી થયેલ ઔદયિક ભાવની ક્રિયા થાય છે તેનાથી દુઃખ-દ્વેષાદિ થાય છે, પરંતુ સિદ્ધના જીવોને તેવા પ્રકારના કર્મના વિપાકથી થયેલી ઔદયિક ક્રિયા નથી, પરંતુ આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તેથી શેયનો તેમને બોધ થાય છે તોપણ દુઃખાદિ ભાવો થતા નથી, આથી જ સિદ્ધના જીવોને નરકના જીવોની કારમી યાતના સ્પષ્ટ દેખાય છે, તો પણ તેના દર્શનથી વિહ્વળતા આદિ કોઈ ભાવો થતા નથી અને દેવલોકમાં દેવોનાં રૂપો કે અપ્સરાઓ આદિનાં રૂપો પણ પ્રત્યક્ષ દેખાય છે, તોપણ તે ભાવોના દર્શનથી રાગાત્મક સુખના ભાવોનું કોઈ વેદન થતું નથી. અને જો જ્ઞાનમાત્રથી દુઃખાદિનો અનુભવ સ્વીકારવામાં આવે તો દુઃખાદિ ઔદયિક ક્રિયાના અભાવ સ્વભાવવાળા છે તેમ માનવાની આપત્તિ આવે, વસ્તુતઃ સંસારી જીવોને બાહ્ય પદાર્થોના જ્ઞાનથી જે દુઃખાદિ થાય છે તેનું કારણ દુઃખાદિમાં ઔદયિક ક્રિયાનું સ્વભાવત્વ છે અર્થાત્ ઔદયિક ક્રિયાના કારણે જ જ્ઞાનમાં દુઃખાદિનું વદન થાય છે, તેથી સિદ્ધના જીવોને ઔદયિક ક્રિયા નહિ હોવાથી જગતના સર્વ પદાર્થોનું જ્ઞાન થવા છતાં તે પ્રકારનાં દુઃખ, દ્વેષ, શોકાદિનું વદન થતું નથી, પરંતુ સિદ્ધના જીવો પોતાના નિરાકુળ સ્વભાવમાં જ સદા સ્થિર છે. લલિતવિસ્તરા : अन्यस्त्वाह- ज्ञानस्य विशेषविषयत्वाद् दर्शनस्य च सामान्यविषयत्वात् तयोः सर्वार्थविषयत्वमयुक्तं, तदुभयस्य सर्वार्थविषयत्वादिति, उच्यते, न हि सामान्यविशेषयोर्भेद एव, किन्तु त एव पदार्थाः समविषमतया संप्रज्ञायमानाः सामान्यविशेषशब्दाभिधेयतां प्रतिपद्यन्ते, ततश्च त एव ज्ञायन्ते त एव दृश्यन्ते इति युक्तं ज्ञानदर्शनयोः सर्वार्थविषयत्वमिति। आह- ‘एवमपि ज्ञानेन विषमताधर्मविशिष्टा एव गम्यन्ते, न समताधर्मविशिष्टा अपि, तथा
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy