SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ જિસાણં જવયાણ ૧૨૫ અભ્યચ્ચયને કહે છે – અવિદ્યમાન એવા રાગાદિનો જય નથી એ કથનને જ પુષ્ટ કરવા માટે અન્ય કથનના સમુચ્ચયને કહે છે – આમની ભ્રાંતિમાત્રકલ્પના પણ અસંગત જ છે=ભ્રાંતિમાત્ર અસદુ અવિદ્યમાન છે, એ વચન હોવાથી ભ્રાંતિમાત્રની કલ્પના પણ, કેવલ જય નહિ, એ જ શબ્દનો અર્થ છે, શગાદિની ભ્રાંતિમાત્રની કલ્પના પણ અઘટમાન જ છે, કયા હેતુથી ? એથી કહે છે – જીવથી પૃથક કર્મરૂપ નિમિત વગર ભ્રાંતિનો અયોગ છે. ભાવાર્થભગવાનને જિન અને જાપક કહ્યા, ત્યાં ભગવાન કોને જીતનારા છે ? તે બતાવતાં કહે છે – ભગવાન આત્માના અંતરંગ શત્રુ રાગ-દ્વેષ-કષાયોને જીતનારા છે, વળી, વિષયોમાં જતી પાંચ ઇન્દ્રિયોને જીતનારા છે, વળી, પરિષદો અને ઉપસર્ગો જીવને વ્યાકુળ કરે છે તેને પણ જીતનારા છે, અંતરંગ રીતે ઘાતિકર્મો જીવને વિડંબના કરનારા છે તેનો પણ ભગવાને જય કર્યો છે, માટે પોતાના અંતરંગ સર્વ શત્રુઓના જીતનારા હોવાથી ભગવાન જિન છે અને જો અંતરંગ શત્રુ ન હોય તો તેઓનો જય થાય નહિ; કેમ કે જો રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓ અસત્ જ હોય તો તેઓના વિષયક કોઈ વ્યવહાર થઈ શકે નહિ, તેથી તેઓ વ્યવહારના વિષયથી અતીત બને અને જે વસ્તુ વ્યવહારનો વિષય હોય નહિ, તેનો જય થઈ શકે નહિ, માટે માધ્યમિકો કહે છે કે કલ્પિત અવિદ્યા છે, તેથી તેઓના મતાનુસાર રાગ-દ્વેષાદિ સર્વ કલ્પિત અવિદ્યારૂપ છે, તેથી તેઓનો જય થઈ શકે નહિ. વળી, માધ્યમિકો કહે છે કે ભ્રાંતિમાત્ર કલ્પના છે માટે અસતું છે, તેનું નિરાકરણ કરતાં કહે છે – રાગાદિની ભ્રાંતિમાત્ર કલ્પના પણ સંગત નથી; કેમ કે નિમિત્ત વગર ભ્રાંતિ થઈ શકે નહિ અર્થાત્ જીવથી પૃથભૂત કર્મરૂપ નિમિત્ત હોય તો તે નિમિત્તથી ભ્રાંતિ થઈ શકે અને તેમ સ્વીકારીએ તો કર્મના કારણે સંસારી જીવોને બાહ્ય પદાર્થોમાં ભ્રમ થાય છે કે શરીરરૂપ હું છું અને શરીરને ઉપષ્ટભક પદાર્થો સુખનાં સાધન છે અને શરીરને વ્યાઘાતક પદાર્થો દુઃખનાં સાધન છે અને તેનાથી રાગ-દ્વેષાદિ થાય તેમ સ્વીકારી શકાય, પરંતુ જેઓ “સ્વચ્છ પરા સંવિત્તિથી અન્ય કંઈ નથી', તેમ માનીને અવિદ્યાને ભ્રાંતિમાત્ર છે તેમ કહીને અસત્ કહે છે, તે વચન સંગત નથી, માટે ભગવાને કર્મજન્ય ભ્રાંતિને કારણે પૂર્વમાં જે પોતાનામાં રાગાદિ ભાવો હતા તેઓનો જય કર્યો છે, માટે જિન છે તેમ સ્વીકારવું જોઈએ, પરંતુ માધ્યમિકો માને છે કે ભગવાન અજિન છે; કેમ કે રાગાદિ ભાવો જ અસત્ છે, માટે તેઓનો જય થઈ શકે નહિ તે કથન સંગત નથી. -- - લલિતવિસ્તરા : न चासदेव निमित्तम्, अतिप्रसङ्गात् चितिमात्रादेव तु तदभ्युपगमेऽनुपरम इत्यनिर्मोक्षप्रसङ्गः, तथापि तदसत्त्वेऽनुभवबाधा, न हि मृगतृष्णिकादावपि जलाद्यनुभवोऽनुभवात्मनाप्यसन्नेव, आविद्वदङ्गनादिसिद्धमेतत्, न चायं पुरुषमात्रनिमित्तः, सर्वत्र सदाऽभावानुपपत्तेः, नैवं चितिमात्रनिबन्धना
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy