SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અપડિહયવરનાણદંસણધરાણ ૧૦૧ પંજિકાર્ય : તત્ત્વમિષ્ટ વૃાનુવાદાણા'તિ સંપૂરતોષક તત્ત્વમષ્ઠત પત્નિતિ એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, સર્વ જુઓ અથવા ન જુઓ, ઈષ્ટ તત્વને વળી, અવશ્ય જુઓ, જો દૂરદર્શી તમને પ્રમાણ છે તો આ આપણે ગીધડાંની ઉપાસના કરીએ. એ પ્રમાણે સંપૂર્ણ શ્લોકનો પાઠ છે. ભાવાર્થ - કેટલાક બૌદ્ધદર્શનવાદીઓ આત્માને મોક્ષ પ્રાપ્તિ માટે ઉપયોગી જે ઇષ્ટ તત્ત્વ છે તેને જોનારા બુદ્ધ ભગવાન છે તેમ માને છે, તેથી તેઓના મતે ભગવાન અપ્રતિહતવરજ્ઞાન-દર્શનધરનારા નથી, પરંતુ સંસારથી વિસ્તાર માટે જીવને ઉપયોગી થાય તેટલું ઇષ્ટ તત્ત્વ જોનારા છે તેમ માને છે અને તેવા ભગવાનને ઉપાસ્ય સ્વીકારે છે; કેમ કે તેઓ માને છે કે સર્વ પદાર્થને કોઈ જુએ કે ન જુએ તેની કોઈ આવશ્યકતા નથી, પરંતુ કલ્યાણ માટે ઉપયોગી જે ઇષ્ટ તત્ત્વ છે તેને જુએ તે પુરુષ પ્રમાણરૂપ છે; કેમ કે તેના વચનથી જ ઇષ્ટની સિદ્ધિ થાય છે, અનુપયોગી કીટકની સંખ્યા આદિનું જ્ઞાન કે અન્ય પદાર્થોનું જ્ઞાન આત્મા માટે કોઈ ઉપયોગી નથી, તેથી ભગવાનને સર્વ શેયના જાણનારા છે એમ સ્વીકારવું તે અર્થ વગરનું છે, એમ જે બૌદ્ધો કહે છે, તેના નિરાકરણ માટે પ્રસ્તુત સૂત્રથી કહે છે – સૂત્ર - अप्पडिहयवरनाणदंसणधराणं ।।२५।। સૂત્રાર્થ - અપ્રતિહતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાનને નમસ્કાર થાઓ. રપાઈ લલિતવિસ્તરા - 'अप्रतिहतवरज्ञानदर्शनधरेभ्यः'। अप्रतिहते सर्वत्राप्रतिस्खलिते क्षायिकत्वाद्, वरे-प्रधाने, ज्ञानदर्शने विशेषसामान्यावबोधरूपे धारयन्तीति समासः; सर्वज्ञानदर्शनस्वभावत्वे निरावरणत्वेन, अन्यथा तत्त्वायोगात्। લલિતવિસ્તરાર્થ: અપ્રતિકતવરજ્ઞાન-દર્શનને ધારણ કરનારા ભગવાન છે, અપ્રતિહત ક્ષાયિકપણું હોવાથી સર્વત્ર પ્રતિસ્પલિત=સર્વ ક્ષેત્ર અને સર્વ કાળમાં સ્કૂલના વગર જનાર, વર=પ્રધાન એવા, જ્ઞાન-દર્શનને વિશેષ-સામાન્ય અવબોધરૂપ જ્ઞાન-દર્શનને, ધારણ કરે છે, એ પ્રકારે સમાસ છે, સર્વજ્ઞાન, સર્વદર્શન સ્વભાવપણું હોતે છતે નિરાવરણપણું હોવાથી અપ્રતિકતવરજ્ઞાન-દર્શન ધારણ કરનારા ભગવાન છે એમ અન્વય છે, અન્યથા–ઉક્ત પ્રકાર વગર સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન ન હોય તો, તત્ત્વનો અયોગ છે.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy