SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ્મનાયગાણું ધર્મ અનુષ્ઠાન પણ સુંદર નથી, એ પ્રમાણે પરિભાવિત કરીને ઉપરોધથી કરાયેલા તે કાર્યવાળો વજનાદિના આગ્રહથી પ્રસંગને અનુરૂપ કરાયેલા તે કાર્યવાળો, વિશિષ્ટ વીર્યના વિરહને કારણે નહિ ઉપાર્જિત કરાયેલા સમ્યક્તરત્નવાળો, પ્રવર્તાવેલા મહા આરંભવાળો, ઉપાર્જન કરેલા ધનરક્ષણમાં સતત પ્રવૃત્ત ઘર-પુત્ર-પત્ની આદિમાં કરાયેલા મમત્વવાળો, પ્રકૃતિથી જ દાનની રુચિવાળો, ઘણા ધનની ઈચ્છાથી સાથે કયાં જાય છે? લોકો કયાં શું કરિયાણું ખરીદે છે? કયા મંડલમાં કેટલી ભૂમિ છે? કયો ખરીદવેચાણનો કાળ છે ? અથવા કઈ વસ્તુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરાય છે ? ઈત્યાદિ રાત-દિવસ વિચાર કરતો ઉપાર્જન કરાયેલા તિર્યંચગતિયોગ્ય કર્મવાળો મરીને તારા અશ્વપણાથી ઉત્પન્ન થયો અને સ્વવાહનપણાથી સ્થાપન કરાયો, આજે વળી, મારા વચનને સાંભળીને પૂર્વજન્મમાં નિર્માણ કરાયેલી અર્હત્ પ્રતિમાના પ્રભાવથી પ્રાપ્ત થયેલા અવંધ્ય બોધિબીજના ઉદ્દભેદથી સમ્યક્ત પ્રાપ્ત કરાયું. પોતાનો આત્મા શિવસખતે ભાજન કરાયો અને આના સંબોધન માટે હું અહીં આવ્યો એ પ્રમાણે ભગવાને કહ્યું, ત્યારથી માંડીને અશ્વાવબોધ એ પ્રમાણે તામતીર્થ ભુગુકચ્છ રૂઢ થયું. તેના આધિપત્યનો ભાવ હોવાથી સ્વાતંત્ર્યથી દેવોને નથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – ભગવાન અધિપતિ હોતે છતે આ ઉદાર ઋદ્ધિ ઉત્પન્ન થાય છે–અષ્ટ પ્રાતિહાર્ય૩૫ ઋદ્ધિ ઉત્પન્ન થાય છે, કરનારા પણ દેવોમાં અષ્ટ પ્રાતિહાર્ય કરનારા પણ દેવોમાં, નથી તે ઋદ્ધિ નથી. અધિકની અનુપપતિ હોવાથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, અધિક પુણ્યનો સંભવ હોતે છતે હીનતર પુણ્ય હણાય છે, જેમ ભગવાનનું અધિક પુણ્ય હોવાના કારણે ગૌતમ આદિ મહામુનિઓનું હીવતર પુણ્ય હણાય છે, પરંતુ ભગવાનના પુણ્યથી અધિક પુણ્યની અનુપ પતિ છે, માટે તદ્વિઘાત રહિત ભગવાન છે. સદા સત્ત્વાદિ ભાવથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેનો અર્થ કરે છે – અન્યનું અનપેક્ષણ હોવાથી હેતુનું નિત્ય સત્વ અથવા અસત્વ થાય, દિ=જે કારણથી, અપેક્ષાથી ભાવોના કાદાચિત્કત્વનો સંભવ છે. અહીં=લલિતવિસ્તરામાં, તથા શબ્દો=ચારે હેતુઓના અવાંતર હેતુઓમાં જે તથા શબ્દ છે તે, અને પર્વ શબ્દ છે તે અનંતર હેતુથી ઉત્તરના હેતુની તુલ્ય સાધ્યને સૂચનના અર્થવાળા છે અર્થાત્ મૂળ હેતુને સાધનાર જે પૂર્વનો હેતુ છે તે હેતુથી ઉત્તરનો હેતુ પણ તુલ્ય રીતે મૂળ હેતુને સાધનાર છે તેને સૂચન કરનાર છે. IIરરા ભાવાર્થ - ભગવાન ચારિત્રધર્મના નાયક : ભગવાન ચારિત્રધર્મના નાયક છે; કેમ કે (૧) ભગવાનને ચારિત્ર અત્યંત વશ થયેલું છે, જેમ અન્ય મહામુનિઓ ચારિત્રની આરાધના કરતા હોય, તોપણ નિમિત્ત પામીને ચારિત્રમાં સ્કૂલના થાય છે તે બતાવે
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy