SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા જેમ પોતાની નિર્મલ પ્રજ્ઞાને કારણે વજસ્વામીએ ગુરુ પાસે શ્રુત ગ્રહણ કરતી વખતે ગુરુ કરતાં પણ શ્રુતના અધિક અર્થને પ્રાપ્ત કરેલ. વળી, સંસારીજીવોમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોને કારણે ઘણી જડતા હોય છે, તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોની અતિશયતાને કારણે જેઓ પ્રસ્તુત ચૈત્યવંદન સૂત્રના અર્થ જાણવા માટે ગ્રંથકારશ્રી કરતાં પણ અલ્પબુદ્ધિવાળા છે તેઓના હિત માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત સૂત્રનું વ્યાખ્યાન કરે છે. આનાથી એ ફલિત થાય કે જેઓ સૂત્રના સામાન્ય વાંચનથી સૂત્રના ગંભીર અર્થો સમજી શકતા નથી, તેઓ અલ્પબુદ્ધિવાળા છે, અને ગ્રંથકારશ્રી પણ ચૈત્યવંદન સૂત્રના પારને ચૌદપૂર્વધરની જેમ જોઈ શકતા નથી, તેથી ચૌદપૂર્વધરની અપેક્ષાએ ગ્રંથકારશ્રી પણ અલ્પબુદ્ધિવાળા છે, તોપણ તેઓ ચૈત્યવંદન સૂત્રના ઘણા અર્થોને જોઈ શકે છે, તેથી ચૌદપૂર્વધરની અપેક્ષાએ અલ્પબુદ્ધિવાળા હોવા છતાં ગ્રંથકારશ્રી ઘણા અર્થોને જાણનારા છે, અને જેઓ ગ્રંથકારશ્રી કરતાં પણ અલ્પબુદ્ધિવાળા છે, આમ છતાં જેઓ ગ્રંથકારશ્રીના વચન દ્વારા ચૈત્યવંદન સૂત્રના કંઈક પરમાર્થને સમજી શકે તેવી નિર્મળ બુદ્ધિવાળા છે, તેવા જીવોના ઉપકાર માટે ગ્રંથકારશ્રી પ્રસ્તુત ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ રચવાનો પરિશ્રમ કરે છે, માટે ગ્રંથકારશ્રીનો આ પરિશ્રમ સફળ છે. પંજિકામાં કહ્યું કે ગ્રંથકારશ્રીથી અધિક અને સદશ બુદ્ધિવાળા જીવો પ્રમોદ અને માધ્યશ્મનો વિષય હોવાથી પ્રસ્તુત ગ્રંથથી તેઓને ઉપકાર થતો નથી, એ કથનનું તાત્પર્ય એ છે કે જેઓ ગ્રંથકારશ્રી કરતાં પણ મહાપ્રજ્ઞાવાળા છે તેઓ તો ચૈત્યવંદન સૂત્રના અધ્યયનથી જ સૂત્રના ગંભીર ભાવોને ગ્રંથકારશ્રી કરતાં પણ અધિક ગ્રહણ કરી શકે છે, તેથી તેઓ ગ્રંથકારશ્રી માટે પ્રમોદનો વિષય છે, ઉપકારનો વિષય નથી. તેથી અધિક બુદ્ધિવાળા જીવો પ્રત્યે “હું તેમનો ઉપકાર કરું” તેવી બુદ્ધિ ગ્રંથકારશ્રીને થતી નથી. વળી, જેઓ ગ્રંથકારશ્રી જેવી પ્રજ્ઞાવાળા છે તેઓ ગ્રંથકારશ્રીની જેમ જ ચૈત્યવંદન સૂત્રના અર્થો સ્વયં જાણી શકે છે, તેથી તેઓ ગ્રંથકારશ્રી માટે માધ્યશ્મનો વિષય છે, અર્થાત્ સદશ બુદ્ધિવાળા જીવો ગ્રંથકારશ્રીને અધિક બુદ્ધિવાળા જીવોની જેમ પ્રમોદનો વિષય પણ નથી અને હીન બુદ્ધિવાળા જીવોની જેમ ઉપકારનો વિષય પણ નથી, પરંતુ પ્રમોદ અને ઉપકારની અપેક્ષાએ માધ્યશ્મનો વિષય છે. ચાર શ્લોકના અંતે રહેલો ‘તિ’ શબ્દ મંગલાચરણથી માંડીને ચારેય શ્લોકના વક્તવ્યની સમાપ્તિ માટે છે. II3-જા. લલિતવિસ્તરા : अत्राह-चिन्त्यमत्र साफल्यं, चैत्यवंदनस्यैव निष्फलत्वाद् इति। अत्रोच्यते निष्फलत्वादित्यसिद्धम्, प्रकृष्टशुभाध्यवसायनिबन्धनत्वेन ज्ञानावरणीयादिलक्षणकर्मक्षयादिफलत्वाद्, उक्तं च, 'चैत्यवन्दनतः सम्यक्, शुभो भावः प्रजायते । तस्मात्कर्मक्षयः सर्वं, ततः कल्याणमश्नुते' ।। इत्यादि।।
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy