SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા અવિનાતનું=નહીં જણાયેલ અર્થજાતનું, કહેવા માટે અશક્યપણું છે. “મવા એ પ્રકારનો શબ્દ આત્માના નિર્દેશમાં છે=ગ્રંથકારશ્રી દ્વારા પોતાનો નિર્દેશ કરવાના અર્થમાં છે. “તિ' શ્લોકસ્પર્શી પંજિકાની સમાપ્તિમાં છે. અને “ગામતિના' એ પ્રકારના આના દ્વારા=શબ્દ દ્વારા, આને હવે કહે છે એને, કહે છે – ક્યારેક ગુને સાંભળતો એવો અધિક ધીવાળો=બુદ્ધિવાળો શિણ, તેનાથી અધિક પણ આd=ગુરથી અધિક પણ સૂત્રના અર્થજાતને, જાણે છે; કેમ કે ધ્યામલ પણ દીપથી જ સ્વહેતુથી નિર્મલ એવો દીપ થાય, એ પ્રકારે ઉદાહરણ છે. અને તત્સમધી તત્સમ છે=ગુરુની સમાન બુદ્ધિવાળો શિષ્ય ગુરુની સમાન અર્થાતને જાણે છે. વળી, અલ્પમતિપણું હોવાથી ગુરુ વડે નિરૂપિતથી પણ=ગુરુ વડે નિરૂપણ કરાયેલ અર્થજાતથી પણ, હીન જ અર્થજાતને મેં જાણ્યું, એથી તેને જ=મારા વડે જણાવેલ પ્રમાણવાળા અર્થાત જ, હું કહું છું. જે=નહીં નિરૂપણ કરાયેલ નામ-જાતિ આદિના ભેદવાળા, સત્ત્વો પ્રાણીઓ=જીવો, કર્મના વશથી= જ્ઞાનાવરણાદિ અદષ્ટના પારતંત્રથી, મારાથી પણ=મારા કરતાં પણ, જડબુદ્ધિવાળા છે=ણૂલબુદ્ધિવાળા છે; અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રી સ્વયં જ અલ્પમતિવાળા છે, તો બીજા જીવો તેઓથી પણ જડબુદ્ધિવાળા કેમ છે ? એથી કહે છે – કિજે કારણથી વિચિત્ર લવાળું કર્મ છે, તે કારણથી શું સંભવતું નથી ? અર્થાત ગ્રંથકારશ્રી કરતાં પણ જડબુદ્ધિવાળા જીવો સંભવે છે. તેઓના=જડબુદ્ધિવાળાઓના, હિત માટે પથ્ય માટે, કહેતા એવા=વિવરણ કરતા એવા, મારો વ્યાખ્યાનરૂપ પરિશ્રમ સફળ =બોધલક્ષણ તેમના ઉપકારના ફળવાળો છે=ચૈત્યવંદન સૂત્રતા અર્થના બોધસ્વરૂપ જડબુદ્ધિવાળા જીવોના ઉપકારના ફળવાળો છે. અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીએ જેમ પોતાની હીન બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે આ લલિતવિસ્તરાવૃત્તિ રચી છે, તેમ પોતાની અધિક અને સદશ બુદ્ધિવાળા જીવોના ઉપકાર અર્થે કેમ આ લલિતવિસ્તરાવૃત્તિ રચી નથી ? તેમાં હેત આપે છે – વળી, અધિક-સદશબુદ્ધિકનું પ્રમોદ-માધ્યસ્થનું ગોચરપણું હોવાથી ગ્રંથકારશ્રીથી અધિક બુદ્ધિવાળાનું પ્રમોદનું વિષયપણું હોવાથી અને ગ્રંથકારશ્રીની સદશ બુદ્ધિવાળા જીવોનું માધ્યસ્થનું વિષયપણું હોવાથી, આનાથીeગ્રંથકારશ્રી દ્વારા કરાતા ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનથી, અનુપકાર છે. “જિ' શબ્દ= પત્તોડજિમાં રહેલો “જિ” શબ્દ, પ્રાયઃ મારાથી અવ્ય જડબુદ્ધિવાળો છે નહીં, એ પ્રકારની સંભાવનાના અર્થવાળો છે. અને અહીંeગ્રંથકારશ્રીએ પ્રથમ શ્લોકમાં મંગલાદિનું નિરૂપણ કર્યું અને પછી કહ્યું કે ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યા કરવાની પોતાની શક્તિ નથી તોપણ મારો પરિશ્રમ સફળ છે એ કથનમાં, ઈષ્ટદેવતાનો નમસ્કાર મંગલ છે, ચૈત્યવંદનનો અર્થ અભિધેય છે; કેમ કે તેનું જ=ચૈત્યવંદન સૂત્રના અર્થનું જ,
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy