SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિનસ ભાગ-૧ સમર્થ હોય. આ પ્રકારનો અભિપ્રાય ચતુર્દશ પૂર્વધરોથી અન્યત્ર છેઃચૌદપૂર્વધર મહાત્માઓને છોડીને છે. જે પ્રમાણે કહેવાયું છે – ખરેખર શ્રુતકેવલીઓથી અન્ય ક્યારેય પણ વ્યાસથી વિસ્તારથી કરવા માટે સૂત્રની વ્યાખ્યા કરવા માટે, સમર્થ નથી. તિ' ઉદ્ધરણની, સમાપ્તિમાં છે. અને ચૈત્યવંદન સૂત્ર જિનાગમના સૂત્રોની અંતર્ગત છે, આથી કૃમ્બવ્યાખ્યાન=ચૈત્યવંદન સૂત્રનું સંપૂર્ણ વ્યાખ્યાન, અશક્ય છે. તિ' શ્લોક પરની પંજિકાની સમાપ્તિ અર્થે છે. પુરા ભાવાર્થ પૂ. હરિભદ્રસૂરિ મહારાજા કહે છે કે ભગવાનના આગમમાં સર્વ જ સૂત્ર અનંત ગમ અને પર્યાયવાળા છે, તેમાં “અનંતગમ-પર્યાય' શબ્દનો અર્થ પંજિકાકાર સ્પષ્ટ કરે છે – અનંત નામની જે સંખ્યાવિશેષ છે તે સંખ્યા પ્રમાણ સૂત્રના અર્થને જાણવાના માર્ગો છે અને સૂત્રના પર્યાયો છે. વળી, તે પર્યાયો બે પ્રકારના છે : (૧) અનુવૃત્તિરૂપ (૨) વ્યાવૃત્તિરૂપ. જેમ ઘટમાં ઘટત્વ, દ્રવ્યત્વ, પુદ્ગલત્વ આદિ પર્યાયો અનુવૃત્તિરૂપે રહેલા છે અને પટવ આદિ પર્યાયો વ્યાવૃત્તિરૂપે રહેલા છે, આથી જ ઘટને જોઈને “આ પટ નથી' તેવો પ્રયોગ થાય છે; તેમ સૂત્રના ઉદાત્ત, અનુદાત્ત આદિ અનુવૃત્તિરૂપ પર્યાયો છે અને પરસ્વરૂપે નહીં થવાના સ્વભાવવાળા વ્યાવૃત્તિરૂપ પર્યાયો છે. વળી, અનંતા ગમો અને અનંતા પર્યાયો જેમાં હોય તે અનંતગમપર્યાયવાળું કહેવાય અને અંગગત, ઉપાંગગત આદિ સમગ્ર સૂત્ર જિનાગમમાં અનંતગમપર્યાયવાળાં છે, તેથી તે સૂત્રને કહેનારા સર્વ અર્થના ઉપાયોનું અને સર્વ પર્યાયોનું સંપૂર્ણ વિવરણ કરવા માટે કોઈ સમર્થ નથી. આ પ્રમાણે શ્લોકનો અર્થ કહીને શ્લોકમાં રહેલો ‘વિં' શબ્દ છ અર્થમાં વપરાય છે, તેને પંજિકાકાર સ્પષ્ટ કરે છે – (૧) “વિં' શબ્દ ક્ષેપ અર્થમાં છે. “શું તે મિત્ર કહેવાય? કે જે દ્રોહ કરે?” આમ કહીને “આ મિત્ર નથી' એ પ્રકારે “થિી મિત્રનો લેપ કરાય છે. (૨) “જિં' શબ્દ પ્રશ્ન અર્થમાં છે. “હું તારું શું પ્રિય કરું ?” એ પ્રકારે “વિક્રથી પ્રશ્ન કરાય છે. (૩) “જિં' શબ્દ નિવારણ અર્થમાં છે. “તારા રુદન વડે શું ?” એમ કહીને ‘કિંથી રુદન કરવાનું નિવારણ કરાય છે. (૪) વિં' શબ્દ અપલાપ અર્થમાં છે. “શું તારું મારી પાસે કંઈ ઉધાર છે?” એમ કહીને ‘કિંથી ઋણનો અપલાપ કરાય છે. (૫) ‘વિં' શબ્દ અનુનય અર્થાત્ સાંત્વન અર્થમાં છે. “હું તારું શું કરું ?” એમ કહીને આપત્તિ સમયે
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy