SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. લલિતવિસ્તરા ભાગ-૧ ભાવાર્થ: પ્રસ્તુતમાં સ્તોતવ્યસંપદાની જ અસાધારણીય હેતુસંપદારૂપે પુરિસરમાણે આદિ ચાર પદો વડે ભગવાનની સ્તુતિ કરાઈ છે. તેથી એ ફલિત થાય કે પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિના ધર્મના અતિશયના યોગવાળા જ ભગવાન હોવાથી તેવા ભગવાનને હું નમસ્કાર કરું છું, એ પ્રકારે પ્રસ્તુત સંપદાથી સ્તુતિ કરાઈ છે અને તે સંપદામાં આદિ-મધ્ય અને અવસાનમાં ભગવાનના સ્તવનીય સ્વભાવની સિદ્ધિ છે તેનો નિર્દેશ કરાયેલો છે, જેમ ભગવાનને પુરુષોત્તમ કહ્યા તેનાથી ભગવાન ચરમભવથી પૂર્વે અનાદિ એવા ભવમાં પુરુષોત્તમ હોવાથી ભગવાન સ્તવનીય સ્વભાવવાળા છે, વળી, મધ્યમાં ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે, સિંહની જેમ આંતર શત્રુના નાશ માટે પરાક્રમ કરનારા છે અને ગંધહસ્તિની જેમ તેમના વિહાર આદિથી ક્ષુદ્ર ઉપદ્રવો નાશ પામે છે, તેથી વ્રતગ્રહણકાળમાં ભગવાનના સ્તવનીય સ્વભાવની સિદ્ધિ છે, વળી, ભગવાન જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે પુંડરીકની ઉપમા દ્વારા ભવ્યજીવો વડે સેવનય છે તેમ પૂર્વમાં બતાવ્યું, તેથી મોક્ષકાળમાં ભગવાનની તત્ત્વકાય અવસ્થા હોવાને કારણે ભગવાનના સ્તવનીય સ્વભાવની સિદ્ધિ છે, તેથી ભગવાનની જે નમુત્યુણે-અરિહંતાણં-ભગવંતાણ શબ્દ દ્વારા પ્રથમ સ્તોતવ્યસંપદા બતાવેલી તેની જ અસાધારણ સ્વરૂપવાળી આ હેતુસંપદા છે; કેમ કે ભગવાન આદિમાં પુરુષોત્તમ હોવાને કારણે, મધ્યમાં સિંહ અને ગંધહસ્તિ જેવા હોવાને કારણે અને મોક્ષમાં પુંડરીકની ઉપમાવાળા હોવાને કારણે સ્તોતવ્ય બને છે. III અવતરણિકા - साम्प्रतं समुदायेष्वपि प्रवृत्ताः शब्दा अनेकधाऽवयवेष्वपि प्रवर्त्तन्ते, स्तवेष्वप्येवमेव वाचकप्रवृत्तिः इति न्यायसंदर्शनार्थमाह लोकोत्तमेभ्यः इत्यादि सूत्रपञ्चकम् - અવતરણિકાર્ચ - હવે સમુદાયોમાં પણ પ્રવૃત શબ્દો અનેક પ્રકારે અવયવોમાં પણ પ્રવર્તે છે, સ્તવનોમાં પણ આ રીતે જ=સમુદાયમાં પ્રવૃત શબ્દો અનેક પ્રકારે અવયવોમાં પ્રવર્તે છે એ રીતે જ, વાચકની પ્રવૃત્તિ છે સ્તવનોમાં વપરાતા શબ્દોની પ્રવૃત્તિ છે, એ પ્રકારના ન્યાયને બતાવવા માટે “નોલોત્તમે:' ઈત્યાદિ સૂત્રપંચકને કહે છે – પંજિકા - अनेकधा-अनेकप्रकारेषु, अवयवेष्वपि न केवलं समुदाय इति 'अपि'शब्दार्थः, शब्दाः प्रवर्तन्ते यथा 'सप्तर्षि' शब्दः सप्तसु ऋषिषु लब्धप्रवृत्तिः सन्नेकः सप्तर्षिः, द्वौ सप्तर्षी, त्रयः सप्तर्षय उद्गता इत्यादिप्रयोगे तदेकदेशेषु नानारूपेषु अविगानेन प्रवर्त्तते, तथा प्रस्तुतस्तवे लोकशब्द इति भावः।
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy