SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ આમણે=સિદ્ધગિણીએ, સ્વકૃતિમાં=પોતાના ગ્રંથની રચનામાં, ગુરુપણારૂપે નમસ્કારને કર્યો; એ વિવૃત્તિને એ લલિતવિસ્તરાને, કોણ જ વિવરણ કરે ? અર્થાત કોઈ કરી શકે નહીં. તોપણ આત્માની સ્મૃતિ માટે=લલિતવિસ્તરાતા પદાર્થોની સ્મૃતિ માટે, શાસ્ત્રાંતરના દર્શનથી=જૈનદર્શનના પ્રસ્તુત શાસ્ત્રની અપેક્ષાએ અન્ય શાસ્ત્રોના બોધથી, સ્વયં પણ ઊહથી અને ગુના ઉપદેશથી મારા વડે આ દુર્ગમ એવાં કેટલાંક પદોની પંજિકાનો આરંભ કરાય છે. અર-૩ ભાવાર્થ પંજિકાકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ મંગલાચરણ કરીને લલિતવિસ્તરા ગ્રંથ ઉપર કોઈક કોઈક સ્થાને વ્યાખ્યાન કરવાની પ્રતિજ્ઞા કરે છે અને કહે છે કે આ લલિતવિસ્તરા નામનો ગ્રંથ અતિગંભીર છે. વળી, બૌદ્ધદર્શનના સિદ્ધાંતોનો અભ્યાસ કરવાથી જેઓની મતિ જૈનદર્શનથી ચલાયમાન થયેલી એવા સિદ્ધર્ષિગણી, જેઓ સમગ્ર વ્યાખ્યાઓમાં ચૂડામણિ જેવા વિદ્વાન હતા તેઓ પણ આ લલિતવિસ્તરા ગ્રંથને ભણીને બોધ પામ્યા, તેથી મહાવિદ્વાનો ઉપર પણ ઉપકાર કરે તેવો આ ગંભીર ગ્રંથ છે. વળી, આ લલિતવિસ્તરા ગ્રંથથી બોધ પામીને શ્રી સિદ્ધર્ષિગણીએ “ઉપમિતિભવપ્રપંચાકથા” નામના પોતાના ગ્રંથની રચનામાં પોતાના ગુરુ તરીકે લલિતવિસ્તરા ગ્રંથના કર્તા શ્રી હરિભદ્રસૂરિ મહારાજાને નમસ્કાર કર્યા છે, તેથી આવા વિદ્વાન પણ જે ગ્રંથથી પ્રભાવિત થયા છે તેવા આ લલિતવિસ્તરા ગ્રંથનું વિવરણ કરવા માટે કોણ સમર્થ હોય? અર્થાત્ કોઈ સમર્થ નથી, તેમ પંજિકાના કર્તા પોતે પણ સમર્થ નથી; છતાં લલિતવિસ્તરા ગ્રંથના પદાર્થોનું પોતાને સ્મરણ થાય તે માટે પંજિકાકાર પ્રસ્તુત ગ્રંથમાં રહેલાં કઠણ એવાં કેટલાંક સ્થાનો પર પંજિકા રચવાનો આરંભ કરે છે. પંજિકાકાર શેના બળથી પંજિકા રચવાનો આરંભ કરે છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – ભગવાનના શાસનમાં રહેલા પ્રસ્તુત શાસ્ત્રથી જ અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે તેના બળથી, પોતાના માર્ગાનુસારી એવા ઊહના બળથી, તેમજ ગુરુના ઉપદેશના બળથી, પંજિકાકાર શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા પ્રસ્તુત ગ્રંથની પંજિકા રચવાનો આરંભ કરે છે. આ રીતે લલિતવિસ્તરા ગ્રંથની વૃત્તિ રચવી દુષ્કર હોવા છતાં પોતાને માર્ગાનુસારી બોધ થાય તે માટે પોતે પંજિકા રચી છે તેમ બતાવીને પંજિકાકારે પ્રસ્તુત ગ્રંથનું ગાંભીર્ય સ્પષ્ટ કરેલ છે. I૧-૨-૩ પંજિકા - तत्राचार्यः शिष्टसमाचारतया विघ्नोपशमकतया च मङ्गलं, प्रेक्षावत्प्रवृत्त्यर्थमभिधेयं, सप्रसङ्गं प्रयोजनं, सामर्थ्यगम्यं सम्बन्धं च वक्तुकाम आह - પંજિકાર્ય : તત્રાચાર્ય - વજુન સાદા ત્યાં=લલિતવિસ્તરા ગ્રંથના પ્રારંભમાં, આચાર્ય પૂ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજા, શિષ્ટોના સમાચારપણાથી–શિષ્ટપુરુષોની આચરણા હોવાથી, અને વિદ્ગોના
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy