SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ પુરિસુતામાણે ૧૮૧ કરે છે – દરિદ્ર અને ધનાઢ્ય એવા પુરુષવિશેષમાં પણ મૃત્યુ=પ્રાણનો નાશ, અવિશિષ્ટ=એકરૂપવાળો, જોવાયો છે=ઉપલબ્ધ છે, શું? વળી, અન્ય એવા અવિશિષ્ટતું પણ=બે દરિદ્રનું કે બે શ્રીમંતનું પણ, અવિશિષ્ટ છે એ જ શબ્દનો અર્થ છે, કયા કારણથી દરિદ્ર અને ધનાઢયનું મૃત્યુ સમાન છે? એથી હેતુ કહે છે – આયુષ્ય ક્ષયનો અવિશેષ છે=પ્રાણતા ઉપરમનું કારણ એવા આયુષ્ય ક્ષયનો અભેદ છે, અને કારણવિશેષપૂર્વક કાર્યવિશેષ છે. (તેથી આયુષ્ય ક્ષયરૂપ કારણમાં ભેદ ન હોય તો મૃત્યુરૂપ કાર્યમાં ભેદ થાય નહિ, તેમ સર્વ કર્મક્ષયરૂપ કારણમાં ભેદ ન હોય તો સિદ્ધના જીવોમાં પરસ્પર વૈલક્ષણ્યરૂપ ભેદ પ્રાપ્ત થાય નહિ.) તો તે બંનેનો=દરિદ્ર અને શ્રીમંતનો, પૂર્વમાં પણ મૃત્યુથી પૂર્વમાં પણ, અવિશેષ થશે, એથી કહે છે – અને આટલાથી મૃત્યુમાં અવિશેષ છે એટલાથી, તે બેનો=દરિદ્ર અને શ્રીમંતનો, મૃત્યકાલથી પૂર્વમાં પણ ઉક્તરૂપવાળો અવિશેષ નથી, કયા કારણથી ? એથી કહે છે=કયા કારણથી મૃત્યુ પૂર્વે દરિદ્ર અને શ્રીમંતમાં અવિશેષતો અભાવ છે? તેમાં હતુ કહે છે – તેના અન્ય હેતુનો વિશેષ છે તે આયુષ્ય ક્ષયથી અન્ય જે વિભવ સત્વ અસત્વ આદિ હેતુઓ છે તેનાથી વિશેષ છે અર્થાત્ વિશિષ્ટીકરણ છે, આ દષ્ટાંતમાત્ર છે=ક્ષીણ સર્વ કર્મવાળા મુક્તોનું ક્ષીણ આયુષ્ય કમાંશ વિશેષવાળા દરિદ્ર અને ઈશ્વરની સાથે પરમાર્થથી કંઈ સામ્ય નથી એથી આ દાંતમાત્ર છે, એથી પુરુષોત્તમત્વની સિદ્ધિ છે=પ્રત્યેક બુદ્ધાદિ કરતાં તીર્થંકરના આત્મામાં પરાર્થ વ્યસની આદિ વિશિષ્ટ ગુણો હોવાથી તીર્થકરના પુરુષોત્તમત્વની સિદ્ધિ છે. Isil. ભાવાર્થ : પુરુષોત્તમ'માં રહેલ પુરુષ' શબ્દની ગ્રંથકારશ્રી વ્યુત્પત્તિ બતાવે છે – જે દેહમાં શયન કરે તેને પુરુષ કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે સંસારવર્તી જીવો દેહમાં રહેનારા છે, માટે પુરુષ છે, અને સિદ્ધના જીવો દેહમાં રહેનારા નથી માટે પુરુષ નથી, અને તેવા પુરુષોમાં ભગવાન ઉત્તમ છે; કેમ કે સહજ એવા તથાભવ્યત્વાદિ ભાવને કારણે ભગવાન અન્ય જીવો કરતાં પ્રધાન છે, તેથી પુરુષોત્તમ છે. અહીં તથાભવ્યત્યાદિને ‘સહજ' વિશેષણ આપવાનું તાત્પર્ય એ છે કે, તથાભવ્યત્વ એ જીવનો કર્મકૃત ભાવ નથી, પરંતુ જીવમાં જેમ અનાદિકાળથી સહજ એવો જીવત્વરૂપ પારિણામિક ભાવ વર્તે છે, તેમ તે તે જીવમાં સહજ એવો તથાભવ્યત્વરૂપ પણ પરિણામિક ભાવ વર્તે છે, અને તથાભવ્યત્વ એટલે તે પ્રકારનું યોગ્યત્વ અને તે પ્રકારનું યોગ્યત્વ એટલે જીવ જે જે પ્રકારે યોગમાર્ગને પ્રાપ્ત કરીને જે જે પ્રકારે મોક્ષ પ્રાપ્ત કરે છે તે તે પ્રકારનું તે જીવમાં યોગ્યત્વ વર્તે છે. અને તીર્થકરોના આત્માનું તથાભવ્યત્વ મોક્ષે જનારા અન્ય જીવો કરતાં જુદા પ્રકારનું હોય છે, તેથી જ તીર્થંકરના જીવો તીર્થંકર થઈને મોક્ષે જાય છે, જ્યારે અન્ય જીવો તીર્થંકર થયા વગર મોક્ષે જાય છે. આથી તીર્થકરો તથાભવ્યત્વને કારણે અન્ય જીવો કરતાં પ્રધાન છે. વળી, “તથા વ્યત્વ”િમાં રહેલ ‘ગરિ' પદથી એ પ્રાપ્ત થાય કે તીર્થંકરના જીવોનું તથાભવ્યત્વ
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy