SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૧ | સંકલના કઈ રીતે જગતના જીવોને ઉપકાર કરે છે અને અંતે શિવ, અચલ આદિ શબ્દો દ્વારા કેવી ઉત્તમ સિદ્ધિગતિને પામે છે અને ત્યાં મોહ રહિત હોવાથી જિન અને કર્મ વગેરેના ઉપદ્રવ રહિત હોવાથી જિતભયવાળા સદા રહે છે તે બતાવેલ છે. તેનું સ્મરણ ક૨વાથી સિદ્ધ અવસ્થાનું અત્યંત સ્મરણ થાય છે તેના બળથી પરમગુરુ એવા તીર્થંકરોનું અનાદિ કાળથી કેવું ઉત્તમ સ્વરૂપ છે અને સિદ્ધ અવસ્થાને પામે છે ત્યારે કેવી આત્માની અવસ્થા છે તેનો પારમાર્થિક બોધ થાય છે. તેથી તેવા ઉત્તમ તીર્થંકરો પ્રત્યે અત્યંત ભક્તિ ઉલ્લસિત થાય છે, જે ચૈત્યવંદનની પૂર્વભૂમિકા સ્વરૂપ છે. ત્યારપછી અરિહંત ચેઇયાણં સૂત્ર દ્વારા જે જિનાલયમાં પોતે ચૈત્યવંદન કરે છે તેમના વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ભાવો થાય છે તે ભાવો મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એ પ્રકારનું પ્રતિસંધાન કરાય છે, અને તે ભાવો શા માટે જોઈએ છે, તે સ્પષ્ટ કરવા અર્થે બોધિલાભની ઇચ્છા કરાય છે અને બોધિલાભ પૂર્ણ સુખમય મોક્ષ માટે જોઈએ છે તેમ ઇચ્છા કરાય છે. તેથી જે મહાત્મા અરિહંત ચેઇયાણં સૂત્રમાં કહ્યું એ પ્રમાણે વધતી જતી શ્રદ્ધા આદિ પૂર્વક કાયોત્સર્ગ કરે છે તે મહાત્માને પ્રસ્તુત એક નવકારના કાઉસ્સગ્ગ દ્વારા તીર્થંકરોના વંદન, પૂજન, સત્કાર, સન્માનથી થતા ભક્તિના ભાવો જેટલા ઉલ્લસિત થાય છે તેને અનુરૂપ બોધિની પ્રાપ્તિ સુલભ બને છે; કેમ કે નમુન્થુણં સૂત્ર દ્વારા તે મહાત્માએ પરમગુરુના સ્વરૂપનું સ્મરણ કરેલ અને તેના પ્રત્યે જેટલો ભક્તિનો અતિશય થાય તેને અનુરૂપ વીતરાગતાને અભિમુખ ચિત્ત પ્રસર્પણ પામે છે અને તેનાથી જે ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત થાય છે તે બોધિની પ્રાપ્તિ દ્વારા અવશ્ય મોક્ષનું કારણ બને છે. ४ વળી એક તીર્થંકરની સ્તુતિરૂપ ચૈત્યવંદન કર્યા પછી સર્વ ચૈત્યને વંદન કરીને વિશેષ પ્રકારે તે જ ભાવોને દૃઢ ક૨વા માટે લોગસ્સ અને સવ્વલોએ અરિહંત ચેઇયાણંથી યત્ન કરાય છે, તેથી જગતમાં વર્તતી સર્વ શાશ્વત અશાશ્વત પ્રતિમાઓ પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે અને તે પ્રતિમાઓ જગદ્ગુરુની છે, તેથી તે ભક્તિ જગત્ગુરુ પ્રત્યે જ અતિશયિત થાય છે. ત્યારપછી જગત્ગુરુએ બતાવેલ યોગમાર્ગ કઈ રીતે સંસારના ઉચ્છેદનું કારણ છે, મોહનાશનું કારણ છે અને સુગતિઓની પરંપરા દ્વારા જીવોના એકાંત હિતનું કારણ છે તેનું સ્મરણ ‘પુખ્ખરવરદી’ સૂત્રથી કરાય છે; કેમ કે જગદ્ગુરુ પણ શ્રુતજ્ઞાન આપીને જગતના હિતને ક૨ના૨ા છે. તેથી જેમ જગદ્ગુરુ પૂજ્ય છે, તેમ તેમનો બતાવેલો માર્ગ પણ અત્યંત પૂજ્ય છે, તેથી તેના પ્રત્યે પણ ભક્તિનો અતિશય કરવા માટે ચૈત્યવંદનમાં ત્રીજી સ્તુતિ બોલાય છે અને ત્યાં પણ તે શ્રુત ભગવાન પ્રત્યે વંદન, પૂજન, સત્કાર, સન્માન દ્વારા જે ઉત્તમ ફળ મળે તે મને પ્રસ્તુત કાયોત્સર્ગથી થાવ એમ પ્રતિસંધાન કરાય છે અને તે પ્રતિસંધાન દ્વારા બોધિલાભ અને મોક્ષ ઇચ્છાય છે; કેમ કે પરમગુરુએ બતાવેલા માર્ગ પ્રત્યેનો બહુમાનભાવ તે માર્ગમાં અપ્રમાદથી યત્ન કરાવીને જગદ્ગુરુની જેમ મોક્ષરૂપ ફળમાં જ વિશ્રાંત થાય છે. તેથી જે મહાત્માઓ વધતી જતી શ્રદ્ધા આદિ ભાવોપૂર્વક તે પ્રકારનો કાઉસ્સગ્ગ કરે છે તેઓનો બહુમાનભાવ શ્રુત પ્રત્યે અતિશય થાય છે. તેથી જે અંશથી શ્રુતનો બહુમાનભાવ અતિશય થાય તે અંશથી તે મહાત્માને જન્મ-જન્માંત૨માં તે શ્રુતજ્ઞાનની પારમાર્થિક પ્રાપ્તિ થાય છે, જેનાથી તે મહાત્મા પૂર્ણ યોગમાર્ગને સેવીને અવશ્ય સિદ્ધગતિને પામશે અને આ ત્રણે સ્તુતિઓ પૂર્ણ સુખમય મોક્ષની પ્રાપ્તિનું એક કારણ છે અને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સુગતિઓની પરંપરાનું કારણ છે. વળી જીવના સર્વ પ્રયત્નના ફળ સ્વરૂપ મોક્ષ છે, તેથી ત્રણ સ્તુતિ કર્યા પછી સિદ્ધ અવસ્થાનું સ્મરણ કરાય છે, જેથી ઉપયોગપૂર્વક ચૈત્યવંદન કરનારા મહાત્માને સિદ્ધ અવસ્થા પ્રત્યે ભક્તિનો અતિશય થાય અને તેની પ્રાપ્તિ
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy