SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ લલિતવિસ્તરા ભાગ-૧ નામનું છઠું જ્ઞાન સંભળાતું નથી, તેથી ગ્રંથકારશ્રીએ પ્રાતિજજ્ઞાનથી સંગત એવો સામર્થ્યયોગ છે, એમ કેમ કહ્યું ? તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે મતિ આદિ ચાર જ્ઞાનનો પ્રકર્ષ થયા પછી અને કેવલજ્ઞાન થવાની પૂર્વે આ પ્રતિભજ્ઞાન થાય છે, અને તે પ્રાતિજજ્ઞાન ઉદયમાં સૂર્યના આલોક જેવું છે અર્થાત્ સૂર્યોદય પૂર્વે થતા સૂર્યના પ્રકાશ જેવું છે. તેથી એ નક્કી થાય કે શાસ્ત્રમાં જે પાંચ જ્ઞાન કહ્યાં છે, તેમાંથી કોઈ મહાત્માને મતિજ્ઞાન પ્રકર્ષવાળું થાય, ચૌદપૂર્વનું ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન થાય, અવધિજ્ઞાન પણ ઉત્કૃષ્ટ થાય, વિપુલમતી નામનું ઉત્કૃષ્ટ મન:પર્યવજ્ઞાન થાય, ત્યારપછી તે ચારે જ્ઞાનના પ્રકર્ષવાળા મહાત્માને કેવલજ્ઞાન થતા પૂર્વે જે ચાર જ્ઞાનનો પ્રકર્ષ થાય છે, તે જ્ઞાનના પ્રકર્ષરૂપ જ પ્રાતિજજ્ઞાન છે, તેથી ચાર જ્ઞાનથી પૃથ> પ્રાતિજજ્ઞાન નથી માટે શાસ્ત્રમાં મતિ આદિ પાંચ જ્ઞાનો જ કહ્યા છે. તેનો વિરોધ નથી. અને તે પ્રાતિજ્ઞાન જેમ સૂર્યોદય પૂર્વે અરુણોદય થતી વખતે આકાશમાં દિવસ જેવો ઘણો પ્રકાશ દેખાય છે તેની જેમ આત્માનું વિશેષ પ્રકારનું જ્ઞાન છે, જે જીવના માર્ગાનુસારી પ્રકૃષ્ટ ઊહથી ઉત્પન્ન થયેલ છે; અને આ પ્રાતિજ્ઞાનકાળમાં જીવને કેવલજ્ઞાનની જેમ અરૂપી એવા આત્માનું સ્વરૂપ સ્પષ્ટ દેખાતું નથી, તોપણ અરૂપી એવા આત્માના પારમાર્થિક સ્વસ્થતાના સ્વરૂપનો ઘણો બોધ વર્તે છે, અને ચિત્ત અરૂપી એવા આત્માના નિરાકુળભાવમાં નિવેશવાળું બને છે, જેના કારણે દ્રવ્યથી દેહાદિનો સંગ હોવા છતાં તે મહાત્માનું ચિત્ત સામર્થ્યયોગકાળમાં દેહાદિ પદાર્થો સાથે સંગવાળું થતું નથી, પરંતુ સંપૂર્ણ સામર્થ્યથી આત્માના નિરાકુળભાવમાં વિશ્રાંત થાય છે, આથી જ સામર્થ્યયોગકાળમાં તે મહાત્માના દેહને અગ્નિ આદિનો સ્પર્શ થાય તો પણ તેમનું ચિત્ત તે દેહકૃત પીડામાં જોડાતું નથી, કે તે મહાત્માને ઉપસર્ગ થાય તોપણ તે ઉપસર્ગકૃત પીડાનું તેઓને ઉપયોગરૂપે સંવેદન થતું નથી, ફક્ત તેઓને ઉપયોગરૂપે શુદ્ધ આત્માના સ્વભાવનું જ સંવેદન હોય છે, આમ છતાં દેહ સાથે દ્રવ્ય સંગ હોવાને કારણે દેહત અશાતાનું વદન થાય છે, તોપણ ઉપયોગના સંગથી જેવો દેહકૃત પીડાનો ઉત્કર્ષ અનુભવાય તેવો પીડાનો ઉત્કર્ષ તે મહાત્માને વેદન થતો નથી; કેમ કે તેઓનું ચિત્ત આત્માના નિરાકુળભાવમાં દઢયત્નપૂર્વક પ્રવર્તે છે. III અવતરણિકા :एते चार्हन्तो नामाद्यनेकभेदाः, 'नामस्थापनाद्रव्यभावतः तदुपन्यासः' इति वचनात्। तत्र भावोपकारकत्वेन भावार्हत्संपरिग्रहार्थमाह-'भगवद्भ्यः ' इति। અવતરણિકાર્ય : અને આ અરિહંતો નામાદિ અનેક ભેદોવાળા છે; કેમ કે “નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી તેનો ઉપન્યાસ છે="અરિહંત' પદનું કથન છે” એ પ્રકારનું વચન છે. ત્યાં="અરિહંત' પદથી ઉપસ્થિત થનારા ચાર પ્રકારના નામાદિ અરિહંતોમાં, ભાવનું ઉપકારકપણું હોવાથી ચરમભવમાં વર્તતા અરિહંતોની છઘસ્થાવસ્થાના ભાવોનું કે કેવલજ્ઞાનાવસ્થાના ભાવોનું આત્માને ઉપકારકપણું હોવાથી, ભાવઅરિહંતના સંપરિગ્રહ અર્થે ‘ભાવઃ ' એ પ્રકારે કહે છે=નમુસ્કુર્ણ સૂત્રમાં કહે છે–
SR No.022463
Book TitleLalit Vistara Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages306
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy