SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ परामर्श: भेदापेक्षा દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૩/૧૪)] ભેદકલ્પનાયુત નયઈ રે, અનેકપ્રદેશસ્વભાવ અણુ વિન પુદ્ગલ અણુતણો રે, ઉપચારઈ તેહ ભાવો રે II૧૩/૧૪ (૨૨૨) ચતુર. શ ભેદકલ્પનાસાપેક્ષ (યુત) અશુદ્ધદ્રવ્યાર્થિક નઈ, અણુ કહતા પરમાણુ વિના સર્વ દ્રવ્યનઈ. અનેક પ્રદેશ સ્વભાવ કહિયઈ. - અનઈ પુદ્ગલ (અણુતણોત્ર) પરમાણુનઈ અનેક પ્રદેશ થાવાની યોગ્યતા છઈ, તે માટઈ ઉપચારઈ (તેહ ભાવો =) અનેકપ્રદેશસ્વભાવ કહિઈ. કાલાણમાંહિ તે ઉપચારકારણ નથી.' તે માટઈ તેહનઈ સર્વથા એ સ્વભાવ નહીં “ઈતિ રહસ્ય. ૧૩/૧૪ भेदापेक्षनयेनैव नानाप्रदेशभावता। વિનાળો, પુના ૨ સાડડરોપત્િ, સમયે તુ નાારૂ/૪ :- ભેદસાપેક્ષનયથી જ અણુ વિના સર્વ દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ રહેલ છે. પુદ્ગલ પરમાણમાં અનેક પ્રદેશસ્વભાવ આરોપથી છે. કાલાણુમાં તો આરોપથી પણ) અનેકપ્રદેશસ્વભાવ નથી. (૧૩/૧૪) ના આપણે કાલાણુ જેવા બનીએ ભાશાળી પિનમ - “સ્નિગ્ધતા અને રૂક્ષતા ન હોવાના કારણે કાલાણ એકબીજા સાથે બંધાતા આ નથી' - આ પ્રમાણે પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં દર્શાવેલ દિગંબરીય સિદ્ધાન્તનું આધ્યાત્મિક અર્થઘટન બહુ સુંદર થઈ શકે તેમ છે. સ્નિગ્ધ પરિણામ રાગનું પ્રતીક છે અને રૂક્ષ પરિણામ દ્વેષનું પ્રતીક છે. રાગાદિ ધ્ય ભાવો પુદ્ગલના સંબંધે ઉત્પન્ન થાય છે. તેથી તે પુદ્ગલને સજાતીય છે. પુદ્ગલની નાતના હોવાથી જ મ રાગાદિ ભાવો જડ છે. તે આત્માની નાતના નથી' - આ પ્રમાણે વિચારવાથી “રાગાદિ ભાવોથી આત્મા જુદો છે' - તેવો બોધ થાય છે. આ ભેદવિજ્ઞાનના આલંબનથી પોતાના મૂળભૂત વીતરાગી અસંગ આ ચૈતન્યસ્વભાવમાં ઘૂસી જતાં રાગાદિ સ્વયં અવડુ થઈ જાય છે, મટી જાય છે. પૂર્વે તો રાગાદિ કથંચિત્ . જીવના પરિણામ અને કથંચિત્ કર્મપુદ્ગલના પરિણામ તરીકે જણાતા હતા. પરંતુ અત્યારે ભેદવિજ્ઞાનનું છે આલંબન લેતાં તો અત્યંત ઉપેક્ષિત થયેલા તે રાગાદિ ભાવો જ ગેરહાજર થઈ ગયા. હવે તે છે જ યો નહિ તો તેને કોના કહેવા? આમ ભેદવિજ્ઞાની બનવાના લીધે જે જીવ રાગ-દ્વેષપરિણામથી રહિત બને. છે તે ક્યારેય, કદાપિ, કોઈથી પણ બંધાતો નથી. કહેવાનો મતલબ એ છે કે રાગ-દ્વેષરહિત આત્મા કોઈ પણ પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અપ્રતિબદ્ધ-અનાસક્ત હોય છે. તેથી પોતાના પ્રત્યે ભક્તિભાવ ધરાવનાર ભક્તોથી વીતરાગ ભગવાન બંધાતા નથી. તથા પોતાના પ્રત્યે દ્વેષ ધરાવનાર દુર્જનોથી પણ વીતરાગ ભગવાન બંધાતા નથી. તેમજ તેના નિમિત્તે વિતરાગ ભગવાન કર્મ દ્વારા પણ બંધાતા નથી. .. ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy