SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત કાળમાં અલિપ્રદશા, અસંગદશા, અબંધદશા પ્રગટ થાય છે. પ્રસ્તુત બાબતમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ્ઞાનસાર પ્રકરણમાં જણાવેલ છે કે “હું પુગલભાવોનો કર્તા નથી. કરાવનાર નથી, અનુમોદક નથી – આ પ્રમાણે આત્મસ્વરૂપની સમજણવાળો સાધક કઈ રીતે લેપાય ?” આ બાબતની અહીં ઊંડાણથી વિભાવના કરવી. # જ્ઞાતા-દ્રષ્ટાભાવની સાધનાનો ચિતાર આ (૪) જ્યારે ભેદજ્ઞાનની અને સાક્ષીભાવની પરિણતિને આત્મસાત્ કરીને સાધક જ્ઞાતા-દષ્ટાભાવની પરિણતિને પ્રગટ કરે, ત્યારે તેણે પોતાનાથી અભિન્ન છ કારકનો સમન્વય કરવામાં ડૂબી જવાનું હોય છે. તે આ રીતે – “શાશ્વત શાન્તસુધારસમય અને મારાથી અભિન્ન એવા ચેતનસ્વભાવમાં (= અધિકરણ કારક) રહીને, પોતાનું જ દર્શન અને સંવેદન તથા પોતાની જ રમણતા અને અનુભૂતિ - આવા સ્વપરિણામોને પ્રગટ કરનાર એવો હું (= કર્તા કારક) મારા શુદ્ધ સ્વભાવને (= સંપ્રદાન કારક) દર્શન-જ્ઞાન-સ્વરૂપ રમણતા આદિ સ્વરૂપ મારું સર્વસ્વ સોંપીને, મારા અતીન્દ્રિય એવા અમૂર્તસ્વભાવમાંથી અને શુદ્ધસ્વભાવમાંથી (= અપાદાન કારક) પ્રગટેલા મારા જ અકૃત્રિમ = સ્વાભાવિક એવા પરમાનંદરસને આણી (= કર્મ કારક) શુદ્ધ ઉપયોગ વડે (= કરણ કારક) વારંવાર પી-પીને સમ્યક પ્રકારે તૃપ્ત થયેલો છું.' અહીં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ - આ એ કારક આત્માથી અભિન્ન જ છે. ટૂંકમાં આશય એ છે કે “હું જ, મારા વડે જ, મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને 3 જ અનુભવું છું - આ રીતે પોતાનાથી અભિન્ન છ કારકભાવની સંગતિ સમન્વય કરવામાં જ્ઞાતા-દૃષ્ટાભાવ- પરિણતિવાળા સાધકો લીન બનતા હોય છે. વિશેષાવશ્યકભાષ્ય, જ્ઞાનસાર સ્વોપજ્ઞટબો, સમયસાર, [ પંચાસ્તિકાયસંગ્રહ વગેરે અન્ય ગ્રંથોના આધારે બીજી રીતે પણ પોતાનાથી અભિન્ન છ કારકભાવની જો સંગતિ કરવી. તથા (૧) દેહ-આત્મભેદવિજ્ઞાન, (૨) સાક્ષીભાવ અને (૩) જ્ઞાતા-દષ્ટાભાવ - આ ત્રણેય બાબતોનો ઊંડાણથી અભ્યાસ કરવા માટે ભારતની રાષ્ટ્રભાષામાં (= હિન્દી ભાષામાં) તથા ગુજરાતી ભાષામાં અમે રચેલ “સંવેદનની સરગમ' - (= સંવેદનપ્રબંધ) પુસ્તકની (પૃ.૬૧ થી ૧૦૦ તથા પૃ. ૨૦૩ થી ૨૭૨) વિભાવના કરવી. પ્રસ્તુતમાં જે અભ્યત્તર મોક્ષમાર્ગ બતાવેલ છે, તેનો નિર્દાન્ત ચિત્તથી નિશ્ચય કરીને, પોતાની વર્તમાન ભૂમિકા મુજબ ગૌણ-મુખ્યભાવે ઉપરોક્ત ચારેય પ્રકારના ભાવોને સમ્યફ પ્રકારે આત્મસાત્ કરવા જરૂરી છે. ( જડતાને હટાવીએ $ આમ વિરક્ત અને શાંત પરિણતિથી ઉપરોક્ત ચાર પ્રકારના ઉપયોગપૂર્વક શાસ્ત્રાનુસારે સર્વ ક્રિયા કરવા દ્વારા અસભૂત વ્યવહારનયથી માન્ય એવી જડતાનું આત્મામાંથી નિવારણ કરવામાં આવે તો જ સાધક તાત્ત્વિક આત્મકલ્યાણને સાધી શકે. આવા પ્રકારનો આધ્યાત્મિક સંદેશ આ શ્લોક દ્વારા આપણે મેળવવા જેવો છે. તે રીતે જીવન જીવવાના પ્રભાવે વૈરાગ્યકલ્પલતામાં વર્ણવેલ મોક્ષસુખ જાતે જ હાજર થાય છે. ત્યાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે સિદ્ધસુખને વર્ણવતાં જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો રતિ-અરતિ વગેરે તમામ દ્વન્દ્રોમાંથી છૂટી ગયેલા છે. તેઓના સર્વ કાર્યો સમ્યફ રીતે સિદ્ધ થઈ ચૂકેલા છે. તેથી તે સિદ્ધાત્માઓ પાસે જ તાત્ત્વિક નિર્લેન્દ્ર સુખ વિદ્યમાન છે. (૧૩/૭)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy