SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યા ૩૬૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત ગાઢ મિથ્યાત્વની અવસ્થામાં વિભાવસ્વભાવ, અશુદ્ધસ્વભાવ વગેરેના સામર્થ્યના લીધે પાંચેય ઈન્દ્રિયોના માધ્યમથી ચિત્તવૃત્તિપ્રવાહ બહાર ફેંકાય છે, ત્યારે શરીરાદિને અનુકૂળ એવા વિષયોની ઉપલબ્ધિના નિમિત્તે રાગાદિભાવ સાથે અને શરીરાદિને પ્રતિકૂળ એવા વિષયોની ઉપલબ્ધિનિમિત્તે (= પ્રાપ્તિનિમિત્તે કે જાણકારી નિમિત્તે) દ્વેષાદિભાવ સાથે ઉપયોગ તન્મયપણાને પામે છે. ઉપયોગ રાગાદિસ્વરૂપ ન બનવા છતાં રાગાદિ વીતરાગસ્વભાવ સાથે તન્મય તો જરૂર થાય છે. પોતાના અમૂર્તસ્વભાવ, નીરાગસ્વભાવ = શુદ્ધસ્વભાવ અને ચૈતન્યસ્વભાવનું જીવને જ્ઞાન ન હોવાથી તે સમયે જીવને પોતાનો ઉપયોગ રાગાદિસ્વરૂપે પરિણમી ગયો હોય તેવું લાગે છે. ‘રાગ-દ્વેષાદિદશા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. તે મારા આત્માથી અત્યન્ન ભિન્ન છે. મારા ચૈતન્યરસનો મધુર આસ્વાદ તેના કરતાં તદ્દન વિલક્ષણ છે' આ પ્રમાણે ભેદવિજ્ઞાન ન હોવાથી અજ્ઞાની જીવ રાગાદિરસાસ્વાદને પોતાનો ભાવ જાણે છે. તેથી ઉપયોગ અને રાગાદિ પરિણામો તે અજ્ઞાની જીવને એકરૂપે જ લાગે છે. પ્રસ્તુતમાં જ્ઞાનસારના નિમ્નોક્ત શ્લોકના ભાવાર્થની વિભાવના કરવી. ત્યાં જણાવેલ છે કે ‘આત્માનું સ્વભાવસિદ્ધ સ્વરૂપ સ્ફટિક જેવું નિર્મળ છે. તેમાં કર્મજન્ય ઉપાધિના રાગાદિના સંબંધનો આરોપ કરવાથી ભેદજ્ઞાનશૂન્ય અજ્ઞાની-અવિવેકી જીવ મૂંઝાય છે.' = = * રાગાદિથી અને વિકલ્પોથી જ્ઞાનને છૂટું પાડીએ ♦ જ્યારે ઉપશમભાવ, જ્ઞાનગર્ભ વૈરાગ્યદશા, અન્તર્મુખતા, હૃદયની આર્દ્રતા, કોમળતા, ભદ્રિકતા વગેરે ગુણોનો આત્માર્થી જીવના જીવનમાં ઉદય થાય ત્યારે અંદરમાં ઉઠતા રાગાદિ વિભાવપરિણામો ભારબોજરૂપે અનુભવાય છે તથા મનના સંકલ્પ-વિકલ્પોમાં નિરર્થકતાનું સંવેદન થાય છે. રાગાદિ દ્વારા પોતાનો ઉપયોગ દબાતો હોય તેમજ સંકલ્પ-વિકલ્પાદિ દ્વારા પોતાના જીવનનો અમૂલ્ય સમય લૂંટાતો હોય તેવું તે અનુભવે છે. તેથી (૧) દેહમય સંસાર, (૨) ઈન્દ્રિયમય સંસાર અને (૩) મનોમય સંસાર અસારરૂપ - તુચ્છરૂપ લાગે છે. તેથી જ ત્રિવિધ સંસારમાં તે હોંશે-હોંશે તણાતો નથી. રુચિપૂર્વક પોતાને લાંબા સમય સુધી તેમાં જોડતો નથી. આમ ભવાભિનંદિતાનો ઉચ્છેદ થવાથી ઓઘદિષ્ટ રવાના થાય છે તથા યોગદૃષ્ટિ ઉદય પામે છે, વધે છે, તેમજ બળવાન થાય છે. રાગાદિથી અને વિકલ્પાદિથી પોતાના ઉપયોગને છૂટો પાડવાનું પ્રણિધાન અત્યંત દૃઢ થાય છે. ખાવા-પીવા વગેરેની જંજાળસ્વરૂપ દેહજગત, વિષયાસક્તિ-ભોગતૃષ્ણાદિમય ઈન્દ્રિયજગત અને સંકલ્પ-વિકલ્પ-અન્તર્જલ્પ વગેરેથી ઉભરાતું મનોજગત – આ ત્રણેય પ્રકારના સંસારમાંથી પાછો ફરીને હું મારી અંદર જ પ્રવેશ કરું છું. મારે બહાર ભટકવું નથી' - આવા પ્રકારની નિર્વેદ-સંવેગગર્ભિત ભાવનાથી આત્માર્થી સાધક સર્વદા પોતાની અંદરમાં પોતાના ઉપયોગને રાગાદિથી અને વિકલ્પાદિથી છૂટો પાડવાનો તીવ્ર અભ્યાસ કરે છે. - * ગ્રંથિભેદ માટે પુરુષાર્થ કરીએ ** તેથી આકુળતા-વ્યાકુળતા વગરની પરમ શાંતિ-સમાધિ-સમતા વગેરેનો તેને અંદરમાં અહેસાસ થાય છે. જ્ઞાનાનંદમય પોતાના સ્વરૂપની આંશિક અનુભૂતિ થાય છે. પૂર્ણસ્વરૂપે તેનો અનુભવ કરવા માટે આત્માર્થી સાધક વેગપૂર્વક ઉલ્લસિત થાય છે. તે અંગે તેનો વેગવંતો તલસાટ અંદરમાં જાગે છે, ઉછળે છે. શાસ્ર-ગુરુ-કલ્યાણમિત્ર વગેરે પાસેથી જાણેલ પોતાના સચ્ચિદાનંદસ્વરૂપનો કોઈક અપૂર્વ મહિમા-ઉલ્લાસ-ઉમંગ અસંખ્ય આત્મપ્રદેશોમાં પ્રગટે છે. નિજસ્વરૂપને પૂર્ણપણે અને શુદ્ધપણે પ્રગટાવવા
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy