SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રસ + ટબો (૧૨/૧૧)] ૩૫૭ હું તો રાગાદિ ત્રણેય પદાર્થોનો માલિક નથી, કર્તા નથી, ભોક્તા નથી. રાગાદિ ત્રણેય પદાર્થો મારા નથી. તેથી રાગાદિસાપેક્ષ એવા સ્વત્વ, સ્વામિત્વ, કર્તૃત્વ, ભોક્તત્વ વગેરે ભાવોથી શૂન્ય એવો હું તેઓનો માત્ર સાક્ષી જ છું. મારે અને તેઓને કોઈ લેવા-દેવા નથી. તે મારા ચૈતન્યસ્વરૂપના સાધક નથી કે બાધક નથી. કેમ કે હું તો મારા ચૈતન્ય સ્વભાવમાં લીન થયેલો છું.” (ગુણસેન, ગજસુકુમાલ મુનિ, બંધક મુનિ, મેતાર્ય મુનિ વગેરેના દૃષ્ટાંતથી આ બાબતની વધુ સ્પષ્ટ વિભાવના કરી શકાય.) છે “આત્મા રાગાદિનો કર્તા-ભોક્તા-જ્ઞાતા નથી' - તેવું સંવેદન કરીએ છે “વાસ્તવમાં તો આ રાગાદિ સર્વ પદાર્થોને નથી તો શું કરતો, નથી તો હું ભોગવતો કે નથી તો હું જાણતો. હું તો રાગાદિ ષેય પદાર્થોના આકારથી પરિણત થયેલા એવા મારા જ્ઞાનને જ માત્ર જાણું છું. અરીસા જેવા મારા નિર્મળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા તે તે યાકારોને હું જાણું છું. જ્ઞાનદર્પણમાં શેય એવા રાગાદિ પદાર્થોનું પ્રતિબિંબ પડે છે પણ જ્ઞાન સ્વયં રાગાદિસ્વરૂપે પરિણમી જતું નથી. બાકી તો જ્ઞાનદર્પણમાં કોલાહલ, કુભોજન, કિંકર વગેરેનું પ્રતિબિંબ પણ પડે છે. કોલાહલાદિનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય જ છે. તેથી જ્ઞાન કોલાહલ-કુભોજન વગેરે સ્વરૂપે પણ પરિણમી જવાની સમસ્યા સર્જાશે. એ તો તો જ્ઞાન પોતે જડ થઈ જશે. તેથી નક્કી થાય છે કે જ્ઞાન શેયાકારપ્રતિભાસસ્વરૂપે પરિણમે છે. પણ શેયસ્વરૂપે પરિણમતું નથી. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યારે વિવેકીને ખ્યાલ છે અને કે “જ્વાળા તો અગ્નિમાં જ છે. અરીસામાં જ્વાળા પ્રવેશેલ નથી. અરીસામાં જે જણાય છે, તે જ્વાળાનું 0િ પ્રતિબિંબ છે.' તે જ પ્રમાણે વિવેકી સાધકને ખ્યાલમાં આવે છે કે “રાગાદિ પરિણામો જ્ઞાનદર્પણમાં પ્રતિબિંબિત થાય છે. જ્ઞાનમાં રાગાદિનું પ્રતિબિંબ = શેયાકાર માત્ર છે. બાકી રાગાદિ તો કર્માદિપુદ્ગલોમાં આ રહેલા છે. જ્ઞાનદર્પણમાં રાગાદિ વિભાવપરિણામો ઘૂસી નથી ગયા. તેથી પોતાનામાં પ્રતિબિંબિત થયેલા છે. રાગાદિશેયાકારને જાણતું જ્ઞાન જ મારા દ્વારા જણાય છે પરંતુ તુચ્છ અને અસાર એવા રાગાદિપ્રતિભાસને છે જાણવાનું મારે શું કામ છે ? તેને જાણવાથી મારે સર્યું. હું તો રાગાદિ પર પદાર્થના પ્રતિભાસથી બ ઉદાસીન બનીને મારા પોતાના ચૈતન્યસ્વભાવમાં તન્મય થઈને ઉપાદેયભાવથી જ્ઞાનની નિર્મળતાનું જ છે! સંવેદન કરું. જ્ઞાનની નિર્મળતા સ્વપ્રકાશમય છે, અનુપચરિત છે. જ્ઞાનમાં રહેલી ઉપચરિતસ્વભાવરૂપ પરપ્રતિભાસતાની ઉપેક્ષા કરીને અનુપચરિત = તાત્ત્વિક એવી સ્વપ્રકાશતામાં જ હું મારી દૃષ્ટિને સ્થાપે છું. તેના દ્વારા નિજાનંદની અપૂર્વ મધુરતાનો આસ્વાદ માણવા મળે છે. આ નિજાનંદની મધુરતા નિરુપાધિક છે. કારણ કે તે શુદ્ધચૈતન્યમય છે. સાથે સાથે શાંતરસનું અમૃત તથા સમાધિરસનું અમૃત પણ તે નિજાનંદમાધુર્યમાં વણાયેલ છે. હવે વિભાવાદિના બીજા રસાસ્વાદની મારે જરૂર નથી.” આવા પ્રકારે પોતાના નિવાધિક સ્વરૂપનું સંવેદન કરવાનો રોજે રોજ એવો અભ્યાસ કરવો કે જે બાહ્ય વિષયોના આકર્ષણનો ઉચ્છેદ કરે. પ્રસ્તુતમાં જ્ઞાનસારના તૃપ્તિઅષ્ટકનો બીજો શ્લોક ઊંડાણથી ભાવિત કરવો. તેમાં મહોપાધ્યાયજીએ જણાવેલ છે કે “જો જ્ઞાનીને પોતાના જ્ઞાનાદિ ગુણોથી જ શાશ્વતી તૃપ્તિ થતી હોય તો જેનાથી ક્ષણિક તૃપ્તિનો આભાસ થાય તેવા ઈન્દ્રિયવિષયોની શી જરૂર છે ?” મતલબ કે સ્વગુણતૃપ્ત જ્ઞાનીને બાહ્ય વિષયોની જરાય પડી હોતી નથી.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy