SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત જી હો નિયમિત એકસ્વભાવ જે, લાલા ઉપચિરઈ પરઠાણ; જી હો તે ઉપચરિત સ્વભાવ છઈ, લાલા એ વિણ કિમ પરનાણ ? ॥૧૨/૧૦ રુ (૨૦૪)ચતુર. નિયમિત એકસ્થાનકે નિર્ધારિઉં, જે એકસ્વભાવ, પર સ્થાનકઈ ઉપચર, તે ઉપચરિત સ્વભાવ (છઈ=) હોઇ. (એ વિણ=) તે ઉપચરિતસ્વભાવ (વિણ=) ન માનિઈં *તો “સ્વ-પરવ્યવસાયિજ્ઞાનવંત આત્મા” કિમ કહિઈં? જે માટઇં જ્ઞાનનઈં સ્વવિષયત્વ તો અનુપચિરત છઇ. પણિ પરવિષયત્વ તે પરાપેક્ષાઈ પ્રતીયમાનપણŪ તથા પરનિરૂપિતસંબંધપણઈં ઉપચરિત છઇ. *(પરનાણ=)પરવિષયક જ્ઞાન પરાપેક્ષપણે ઉપચરિતસ્વરૂપવાળું કહ્યું પરનિરૂપિતસંબંધે. ઈન્દ્રિયો અને પુસ્તકાદિમાં જે જ્ઞાનસ્વભાવ છે, તે પણ ઉપરિત ભાવથી જાણવો જોઈએ. નહિતર અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણસ્વરૂપી આત્માના સ્વરૂપની સાથે વિરોધ આવશે.* ॥૧૨/૧૦૫ परामर्शः एकस्वभाव एकत्र निश्चितोऽन्यत्र चर्यते । उपचरित उक्तः स परज्ञानं न तं विना । ।१२/१० ।। ઉપચરિતસ્વભાવની સમજણ નિશ્ચિત થયેલા એક સ્વભાવનો અન્યત્ર ઉપચાર કરવામાં આવે છે, તે તેના વિના અન્ય વસ્તુનું જ્ઞાન થઈ ન શકે. (૧૨/૧૦) જ્ઞાનમાં પરપ્રતિભાસને ગૌણ બનાવીએ આધ્યાત્મિક ઉપનય :- અહીં ટબાનું તાત્પર્ય એમ જણાય છે કે જ્ઞાનનું જ્ઞેય જો માત્ર જ્ઞાન પોતે અજ બને તો જ્ઞાન અત્યંત નિર્મળ બનતું જાય છે. આત્મજ્ઞાની પુરુષો પોતાના ચૈતન્યસ્વરૂપનું અનુસંધાન કરવા પૂર્વક જ્ઞાનને મુખ્યપણે સ્વાત્મક શેયાકારે પરિણમાવે છે. આ રીતે તેઓ અત્યન્ત નિર્મળ જ્ઞાનનો અનુભવ કરે છે. જો કે જ્ઞાન તો અરિસા જેવું છે. તેથી જ્ઞાનમાં જેટલો નિર્મળ ચૈતન્યસ્વભાવ હોય ઢો તેટલા પ્રમાણમાં તેના બળથી સ્વ-પરનો પ્રતિભાસ તેમાં થયે જ રાખે છે. તો પણ સમ્યગ્દષ્ટિ જીવો લોકાર્થ :- એક સ્થાને ] ઉપચરિતસ્વભાવ કહેવાય છે. (al ♦ પુસ્તકોમાં ‘...સ્થાનિ' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * પુસ્તકોમાં ‘સ્થાનકિ' પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘તો' નથી. સિ.+કો.(૯)માં છે. * પુસ્તકોમાં ‘તે' પાઠ છે. આ.(૧)+કો.(૭)માં ‘જે’. * ચિહ્નદ્રયવર્તી પાઠ મ.માં તથા ઘણી હસ્તપ્રતોમાં નથી. શાં.+કો.(૭)માં છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy