SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ૨૪ [અધ્યાત્મ અનુયોગ સહિત નિર્જરા શું કરવાની?” આ મુજબ વારંવાર વિભાવના – વિશેષ પ્રકારની ભાવના કરીને શુદ્ધ આત્મતત્વનો અનુભવ થતાં કર્મબંધરહિત સ્વરૂપે આત્મા પોતાની જાતે જ પ્રકારે છે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે કે “(૧) તત્ત્વને સાંભળીને, (૨) તત્ત્વનું મનન કરીને, (૩) તત્ત્વનું વારંવાર સ્મરણ કરીને જે સાધકો આત્મહત્ત્વનો સાક્ષાત્ (=ઈન્દ્રિય, મન, યુક્તિ, વિચાર, વિકલ્પ વગેરે માધ્યમ વિના) અનુભવ કરે છે, તેઓને “આત્મા કર્મથી બંધાય છે કે કર્મથી બંધાયેલો હતો'- તેવી બુદ્ધિ થતી નથી. “આત્મા કર્મથી બંધાતો નથી કે બંધાયો નથી' - આવી અનુભૂતિ થવા સ્વરૂપે અબંધ આત્મતત્ત્વનો પ્રકાશ થાય છે.” પૂર્વે (૧૨/૧૩) આ સંદર્ભ દર્શાવેલ હતો. તેનું અહીં અનુસંધાન કરવું. આ ધર્મસંન્યાસ નામના પ્રથમ સામર્થ્યયોગને મેળવીએ ! આ રીતે મોક્ષમાર્ગે આગળ ને આગળ સરકતા સરકતા “નિર્મળ જ્ઞાન તો માત્ર નિજસ્વરૂપનું પ્રકાશન કરવામાં વિશ્રાન્ત થયેલ છે. નિજ નિર્મળસ્વરૂપનું પ્રકાશન કરવા સિવાય બીજું કશું પણ કામ કરતું નથી. તેથી તેવા જ્ઞાનથી અભિન્નપણે પરિણમેલો જ્ઞાતા એવો નિજાત્મા પણ શુભાશુભ પર્યાયની હેરા-ફેરીમાં અટવાતો નથી. પરંતુ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ સ્વાત્મદ્રવ્ય વિશ્રાન્તિ કરે છે, લીન Aી થાય છે' - આ હકીકતને દ્રવ્યાનુયોગપરામર્શથી = દ્રવ્યાનુયોગના પરિશીલનથી જાણીને તે સાધક ભગવાન મ યોગદૃષ્ટિ સમુચ્ચય, બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચય, લલિતવિસ્તરા, દ્વાત્રિશિકા પ્રકરણ વગેરેમાં વર્ણવેલા તાત્ત્વિક - ધર્મસંન્યાસ નામના પ્રથમ સામર્થ્યયોગ ઉપર સારી રીતે આરૂઢ થાય છે. - ડી. કેવલજ્ઞાન પ્રાપ્તિનો અત્યંતર માર્ગ દો. ત્યાર પછી આત્માર્થી સાધક ઋતંભરા પ્રજ્ઞા, પ્રાતિજ્ઞાન, પોતાના જ શુદ્ધ આત્મદ્રવ્યમાં રમણતા જ -એકરૂપતા-એકાકારતા-તન્મયતા વગેરે મેળવે છે. તેના દ્વારા પૂર્વે (૧/૬) જણાવેલ શુક્લધ્યાનફળસ્વરૂપ વાં સિદ્ધસમાપત્તિને મેળવીને યોગબિંદુમાં (શ્લોક-૩૬૬) વર્ણવેલ વૃત્તિસંક્ષયને સંપૂર્ણપણે કરીને, ષોડશક બે પ્રકરણમાં દર્શાવેલ તાત્ત્વિક સામર્થ્યયોગકાલીન અનાલંબનયોગને મેળવીને, દ્વાર્નિંશિકા પ્રકરણ તથા યોગસૂત્રવિવરણ વગેરેમાં વર્ણવેલ ક્ષપકશ્રેણિકાલીન એવી નિર્બીજ સમાધિને પ્રાપ્ત કરીને, ગુણશ્રેણિ -ક્ષપકશ્રેણિ આદિના માધ્યમે ચાર ઘનઘાતિ કર્મોનો ઉચ્છેદ કરીને, શુદ્ધોપયોગ દ્વારા પરિપૂર્ણપણે નિજ આત્મામાં મગ્ન બનીને કેવળજ્ઞાન મેળવે છે. અનાવયોગ પછી પ્રષ્ટિ પરોપકાર - તથા યોગબિંદુ ગ્રંથમાં વર્ણવેલ અનાશ્રવયોગને તે મેળવે છે. આ રીતે કષાયોને મૂળમાંથી ઉખેડીને, અનાશ્રવયોગને મેળવ્યા બાદ (તાત્વિક સ્વકલ્યાણ પછી) જ તે યથાયોગ્યપણે સદ્ધર્મદેશના વગેરે દ્વારા નિકટમુક્તિગામી ભવ્યાત્માઓમાં બોધિબીજની વાવણી કરે છે. “મારે મારું વીતરાગ ચૈતન્યસ્વરૂપ ઝડપથી પ્રગટ કરવું છે? - ઈત્યાદિ ઝંખના એ મુખ્ય બોધિબીજ છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંત દેશના દ્વારા હળુકર્મી ભવ્યાત્માઓમાં ગ્રંથિભેદ કરાવવા દ્વારા સમ્યગ્દર્શનને પ્રગટાવે છે. તેમજ દેશવિરતિ -સર્વવિરતિ વગેરેના નિર્મળ પરિણામોને જગાડે છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy