SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૧૨/૧)] ૩૩૩ હંસ દૂધ-પાણીને છૂટા કરે છે, તેમ આ વાત સમજવી. જ્ઞાનસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે હંમેશા દૂધ-પાણીની જેમ મળેલા કર્મને અને જીવને જે મુનિરૂપી રાજહંસ વિભિન્ન કરે છે, એ વિવેકી છે.' મહોપાધ્યાયજી મહારાજે આ જ દિશામાં સાધકને મોક્ષમાર્ગદર્શન આપતાં અમૃતવેલની સજ્ઝાયમાં પણ કહેલ છે કે કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જધિ વેલ રે, રૂપ પ્રગટે સહજ આપણું, દેખતાં દૃષ્ટિ સ્થિર મેલ રે.(૨૫) અ છે શુદ્ધ ચૈતન્યસ્વભાવને પ્રગટાવીએ છ આ રીતે પોતાની ષ્ટિને/રુચિને શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં દૃઢપણે સ્થાપિત કરતાં કરતાં શુદ્ધાત્માનો ]] વીર્યોલ્લાસ શુદ્ધ પૂર્ણ ચૈતન્યસ્વભાવને પ્રગટાવવા માટે ઉછળે છે. કારણ કે ‘રુચિ અનુયાયી વીર્યસ્ફુરણ હોય છે' – આવો નિયમ છે. જે બાબતની રુચિ હોય તે દિશામાં વીર્યોલ્લાસ ઉછળતો હોય છે. ભોગીને ભોગવિલાસમાં વીર્યોલ્લાસ પ્રગટે છે. યોગીને યોગસાધનામાં આંતરિક પ્રબળ વીર્યોલ્લાસ પ્રગટે છે. આના કારણે આત્મજ્ઞ સાધકની રાગાદિ પરિણતિસ્વરૂપ અશુદ્ધ ચેતના ઝડપથી ઘટતાં કેવલજ્ઞાનાદિસ્વરૂપ પૂર્ણ શુદ્ધ ચેતના પ્રગટ થવાની દિશા ખુલતી જાય છે. દેહાદિનિરપેક્ષ, મોહના ખળભળાટ વગરની, ભ્રાંતિરહિત, નિસ્તરંગ, અતીન્દ્રિય, મનનો વિષય ન બનનારી, વિકલ્પશૂન્ય, શબ્દથી અગમ્ય, જ્યાં યો મતિનું અવગાહન થઈ શકતું નથી તેવી, તર્કનો અવિષય તેમજ સર્વ પ્રકારના વિભાવ પરિણામોથી નિર્યુક્ત એવી પોતાની પરિશુદ્ધ ચેતનાને પૂર્ણતયા પ્રગટ કરવી એ જ પ્રત્યેક મુમુક્ષુનું કર્તવ્ય છે. તેથી “જે બીજાના શરીરને વિશે વિરક્ત હોય અને પોતાના શરીરમાં આસક્તિ ન કરે તથા પોતાના શુદ્ધાત્મસ્વરૂપમાં લીન હોય તેની પાસે દેહાદિના અશુચિપણાની ભાવના રહેલી છે” એ પ્રમાણે કાર્તિકેયઅનુપ્રેક્ષા ગ્રંથના વચનનું ચિંતન કરીને સ્વ-પરના અશુચિમય શરીરની મમતાનો ત્યાગ કરવાપૂર્વક પોતાના આત્માના પવિત્ર સ્વરૂપમાં ડૂબકી લગાવવા દ્વારા પ્રતિક્ષણ સાવધાનીપૂર્વક રાગાદિ અશુદ્ધ ચેતનાનો ઘટાડો કરવાની સૂચના અહીં પ્રાપ્ત થાય છે. આ રીતે જ કુવલયમાળામાં અંતે દર્શાવેલ સિદ્ધસુખ સુલભ થાય છે. ત્યાં પાંચ અંતકૃતકેવલીના પ્રકરણમાં ૧૮ મા વિભાગમાં છેલ્લે શ્રીઉદ્યોતનસૂરિજીએ જણાવેલ છે કે ‘ત્યાં મોક્ષમાં ઘડપણ નથી, મૃત્યુ નથી, વ્યાધિઓ નથી, સર્વ પ્રકારના દુ:ખો તો નથી જ. ત્યાં અત્યંત શાશ્વત અનુપમ સુખને જ તે સિદ્ધો અનુભવે છે.' (૧૨/૧) - . હું છું
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy