SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૧ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૬/૭)]. | પોતાની જ ઉપાસના કર્તવ્ય છે આ પ્રસ્તુતમાં પોતાની ભૂમિકાને અનુરૂપ બને તે રીતે નિમ્નોક્ત બે શાસ્ત્રવચનની દઢપણે અને ગંભીરપણે ભાવના કરવી. (૧) શ્રીહર્ષવર્ધન ઉપાધ્યાયજીએ અધ્યાત્મબિંદુમાં જણાવેલ છે કે “હું જ મારા દ્વારા ઉપાસના કરવા યોગ્ય છું - આવી પરિસ્થિતિ = આત્મદશા એ મુક્તિનું બીજ છે. આ સિદ્ધાન્ત છે.” (૨) શ્રીસકલચન્દ્ર ઉપાધ્યાયજીએ ધ્યાનદીપિકામાં જણાવેલ છે કે “મારાથી ભિન્ન કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ મારા દ્વારા ઉપાસના કરવા યોગ્ય નથી. તેમજ મારા સિવાયની કોઈ વ્યક્તિ દ્વારા હું પણ ઉપાસના કરવા યોગ્ય નથી.” કેટલી અણિશુદ્ધ તાત્ત્વિક વાત છે ! ખરેખર (a) “મારી પ્રશંસા-પૂજા-ભક્તિ સેવા કોઈ કરે” – એવી ઘેલછા સાચા સાધકને સતાવે નહિ. (b) પોતાના ફોટાની પ્રભાવના કરવાની તમન્ના વિરક્ત મહાત્માને કદિ ડગાવે નહિ. (c) કે ઉપાશ્રયાદિમાં ક્યાંક પોતાનો ફોટો ગોઠવવાની મહત્ત્વાકાંક્ષા આત્માર્થી યોગીને ક્યારેય દબાવે નહિ. (0) અવનવા અપૂર્વ વિશેષણોથી પોતાની જાતને નવાજવાનું પ્રલોભન આધ્યાત્મિક સત્પરુષને કદાપિ નડે નહિ. (e) પોતાના નામવાળા લેટરપેડ, સ્ટીકર, શિલાલેખ, આ ફલેક્સ બેનર વગેરેનું આકર્ષણ ભાવસંયમીમાંથી વિદાય લે છે. ક શક્તિને આત્મકેન્દ્રિત કરીએ તો ધ્યા એ જ રીતે દીક્ષાજીવનમાં જપ, તપ, શાસ્ત્રાભ્યાસ વગેરે સાધનાથી જે સાત્ત્વિક શક્તિપ્રવાહ માં ઉત્પન્ન થાય તેને પ્રણિધાનપૂર્વક અંતઃકરણની આદ્રતા, સંવેદનશીલતા, સ્વાત્મસન્મુખતા વગેરે તરફ પૂર્ણપણે વાળવાનો પ્રામાણિકપણે પ્રયત્ન કરવો. તે શક્તિપ્રવાહને પૂર્ણપણે અંતઃકરણની આદ્રતા, એ સંવેદનશીલતા વગેરેમાં સ્થાપવો-જોડવો એ અત્યંત જરૂરી છે. તે શક્તિપ્રવાહને શુદ્ધ સ્વાત્મદ્રવ્ય તરફ ત કેન્દ્રિત કરવાનું પ્રણિધાન તીવ્ર કરવું. તેનાથી આ જ ભવમાં છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના થઈ છે શકે છે. આથી ભાવસંયમના અર્થી સાધકોએ રોજે રોજ વારંવાર આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે “જય હો -તપ-શાસ્ત્રાભ્યાસાદિથી જે સાત્ત્વિક ઊર્જા પ્રવાહ પ્રગટ થયો, તે અંતર્મુખતાનું પોષણ-શોધન-સંવર્ધન કરવા માટે પૂરેપૂરો વપરાય છે કે નહિ ? કે પછી એમાં અધકચરો જ વપરાય છે ? આવું શા માટે થાય છે ? આ બાબતમાં પરમાર્થથી કોણ અપરાધી છે ? હું જ કે બીજું કોઈ ?” હ9 કિનારે આવેલો સાધક પણ બાહ્ય પ્રવૃત્તિથી તણાઈ જાય છે પરંતુ શાસનપ્રભાવના વગેરે વિભિન્ન બાહ્ય પ્રવૃત્તિમાં કે ઋદ્ધિગારવ-રસગારવ-સાતાગારવ, રાગાદિ વિભાવપરિણામાદિમાં તે શક્તિપ્રવાહને આંશિક રીતે પણ ખર્ચીને આઠ મદ, મદન (કામવાસના), માનકષાય વગેરેનું પોષણ સંયમીએ ક્યારેય પણ કરવું નહિ, જો ગ્રન્થિભેદની અને છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકની સ્પર્શના કરવાની ભાવના હોય તો. બાકી સાધનાજન્ય સાત્ત્વિક શક્તિપ્રવાહનો બાહ્ય પ્રવૃત્તિમાં કે વિભાવદશામાં ઉપયોગ કરીને પોતાના મમત્વ-મહત્ત્વાકાંક્ષા-મદ-મદન-માન-અધિકારવલણ વગેરેને જ પુષ્ટ કરવામાં આવે તો ભવભ્રમણમાં વધારો થવો દુર્લભ ન ગણાય. ખરેખર, મોહરાજાના મોજાં સંસારસાગરના કિનારે આવેલા સાધકને પણ તાણી જાય છે. કર્મોદયધારામાં = ઔદયિકધારામાં ખોવાઈ જવું-ખોટી થવું એ ભૂલ છે. જ્યારે અહંકારમાં સ્વયમેવ તણાવું કે બાહ્ય પુણ્યોદયની ઝાકઝમાળમાં ખેંચાવું તે અપરાધ છે. ભલભલાને મૂંઝવી નાંખે તેવી મોહરાજાની આ ભૂલભૂલામણી છે. આ એક
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy