SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત તત્ત્વસંવેદનજ્ઞાન-ભાવનાજ્ઞાન મેળવીએ અષ્ટકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ દર્શાવેલ આત્મપરિણતિવાળું જ્ઞાન ત્યારે તત્ત્વસંવેદન-જ્ઞાનરૂપે પરિણમે છે. ષોડશક પ્રકરણમાં દર્શાવેલ ચિંતામય જ્ઞાન હવે ભાવનામય જ્ઞાન સ્વરૂપે શીઘ્રતાથી પરિણમે છે. યોગબિંદુ, દ્વાત્રિંશિકા પ્રકરણ, અધ્યાત્મસાર વગેરે ગ્રંથોમાં વર્ણવેલું, તત્ત્વસંવેદનજ્ઞાનથી વણાયેલું અનુબંધશુદ્ધ અનુષ્ઠાન પરમાર્થથી આ દશામાં સિદ્ધ થાય છે. તેનાથી મૂળમાંથી દોષો ઉખડે છે. દેડકાની રાખ થાય તેમ દોષો અહીં પ્રચુર પ્રમાણમાં ભસ્મીભૂત થતા જાય છે. કેમ કે ગુણ-દોષ અંગે લાભ -નુકસાનની વિચારણા, આત્મશુદ્ધિનું પ્રબળ પ્રણિધાન તથા જયણા, વિધિ વગેરેથી યુક્ત દઢપ્રવૃત્તિ વગેરે ત્યારે ત્યાં હાજર હોય છે. # થોડોક ધર્મપુરુષાર્થ કરીને અટકીએ નહિ * ઉપરોક્ત સઘળી પ્રક્રિયાના પ્રભાવે જ ધ્યાનાદિ પૂર્ણ થયા બાદ પણ સર્વત્ર સતત પોતાના શુદ્ધ સ્વરૂપનું અનુસંધાન અખંડપણે ટકી રહે છે. જો ઉપરોક્ત રીતે મોક્ષમાર્ગે સાધક આગળ ન વધ્યો હોય એ તો પોતાના સ્વરૂપની ખંડશઃ ઉપાસના કરવા સ્વરૂપ ત્રુટક-ત્રુટક ધર્મપુરુષાર્થ થાય. પરંતુ અખંડપણે અને પરિપૂર્ણપણે મોક્ષપુરુષાર્થ ન થાય. ત્રુટક-ત્રુટક અને છુટક-છુટક ધર્મપુરુષાર્થ કરવાના બળથી આપણું મુખ્ય {}} કાર્ય સિદ્ધ ન થાય, સમગ્રપણે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થાય. પૂર્વે અનેક વાર આ જીવ થોડોક ( ધર્મપુરુષાર્થ કરીને પણ થાકી ગયો. થોડી સાધના કરીને ‘મેં ઘણી સાધના કરી' - આવી ભ્રાન્તિથી જીવ સાધનામાર્ગથી પાછો વળી ગયો. તથા ફરીથી રાગાદિ વિભાવ પરિણામોમાં મૂઢ બનીને, જન્મ અ -રોગ-ઘડપણ-મોત-દુર્ગતિ વગેરે અનેક પ્રકારના ભયાનક ઉપદ્રવોથી રૌદ્ર બનેલા ભવવનમાં ઘણું ભટકેલ છે. ગ્રંથિદેશ પાસે આવીને પણ આ જીવ ઢીલો પડી ગયો અને મોહદશામાં અટવાઈને રાગાદિગ્રંથિનો ભેદ કરવાને બદલે ગ્રંથિને મજબૂત કરી બેઠો. આ રીતે ભવસાગરના કિનારે આવેલા જીવને પણ મોહના ઢો મોજા તાણીને ભવસાગરમાં ડૂબાડી દે છે. આ ભવમાં ફરીથી આવું ન બની જાય તે માટે આત્માર્થીએ સાવધાન રહેવું. પ્રભુપ્રસાદથી હવે ઝડપથી અખંડ-પરિપૂર્ણ મોક્ષપુરુષાર્થનું મંગલાચરણ કરીએ. * ભિક્ષાટનાદિ કાળે પણ આત્મધ્યાન અવ્યાહત ol ભાવનિર્ઝન્થને તો તથાવિધ આત્મસ્વરૂપનું અનુસંધાન સતત સર્વત્ર ટકે છે. તેના બળથી જ ભિક્ષાટનાદિ કાળે પણ તેમનું આત્મધ્યાન અવ્યાહત-અખંડ જ વર્તતું હોય છે. આ જ અભિપ્રાયથી અધ્યાત્મસારમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જણાવેલ છે કે રસવૃદ્ધિથી કે દેહઆસક્તિથી નહિ પરંતુ માત્ર શરીરનો નિર્વાહ કરવા માટે આત્મજ્ઞાનીની ભિક્ષાટનાદિ જે કોઈ પણ ક્રિયા પ્રવર્તતી હોય તે અસંગભાવથી - અનાસક્તિથી પ્રવર્તતી હોવાથી ધ્યાનનો વ્યાઘાત ન જ કરે.' તથા ‘કોઈ – તેવી ક્રિયા (સાધુ જીવનમાં) નથી કે જેનાથી સાધુને ધ્યાન ન થાય' આ મુજબ આવશ્યકનિર્યુક્તિ વ્યાખ્યામાં ધ્યાનશતકનું વિવરણ કરતાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે, તેનું પણ પ્રસ્તુતમાં અનુસંધાન કરવું. - * અપૂર્વ અનુપ્રેક્ષાના પ્રકાશનમાં ન અટવાઈએ ઉપર જણાવેલી પદ્ધતિ અનુસાર બુદ્ધિને નીરવ અને નિષ્ક્રિય કરવામાં આવે તથા અંતઃકરણને શાંત અને શુદ્ધ કરવામાં આવે ત્યારે જ્ઞાનાવરણાદિ કર્મોની પુષ્કળ નિર્જરા થાય છે. તેના કારણે ઘણી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy