SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ( તે જ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ +ટબો (૧૬/૭)]. ૫૯૫ ચૈતન્યસ્વરૂપનું તમામ પ્રવૃત્તિમાં અનુસંધાન રહેવું જોઈએ. (C) “મારે શરીર, ઈન્દ્રિય, મન, કષાય વગેરે નશ્વર, અસાર અને અશુચિ તત્ત્વમાં ભળવું નથી, રમવું નથી' - આવી નિર્વેદની = વૈરાગ્યની પરિણતિ પ્રગટાવવી જોઈએ. (D) “મારે કેવલ શુદ્ધ ચૈતન્યસ્વરૂપે અત્યંત ઝડપથી પરિણમવું છે' - આવા સંવેગને ઝળહળતો કરવો. (E) તમામ સ્થિતિ-પરિસ્થિતિમાં શાંત સ્વભાવને ટકાવવો. આ રીતે શ્રદ્ધા વગેરે પાંચેય ભાવોના માધ્યમે પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં (૧) રુચિરૂપે, (૨) નિશ્ચયરૂપે, (૩) શુદ્ધનયના હેતુરૂપે, (૪) પ્રણિધાનરૂપે અને (૫) પરિણતિરૂપે સંયમાર્થીએ વસવાટ કરવો જોઈએ. આવી પોતાની આત્મદશાનું નિર્માણ નિગ્રંથ દશાને ઝંખતા સાધકે કરવું જ જોઈએ. આ રીતે જ હમણાં યોગશાસ્ત્ર સંદર્ભ દ્વારા જણાવેલ ત્રીજી મનોગુપ્તિ અને જ્ઞાનસારમાં દર્શાવેલ તાત્ત્વિક મૌન = મુનિપણું સંપ્રાપ્ત થાય. તેનાથી કુશલ અનુબંધની પરંપરા પ્રવર્તે છે. વીતરાગ સર્વજ્ઞ ભગવંતે બતાવેલ આ તાત્ત્વિક અને પરિપૂર્ણ મોક્ષમાર્ગ છે. જે અંતઃકરણને નીરવ કરીએ તેથી સંયમજીવનમાં પ્રાથમિક આવશ્યક શાસ્ત્રાભ્યાસ પૂર્ણ થયા બાદ પોતાનું અંતઃકરણ જે રીતે શાંત, નીરવ, નિર્વિકલ્પ, નિર્વિચાર, નિસ્તરંગ થાય અને ધ્યેય એવા પરમાત્માના વિતરાગતાદિ ગુણોથી ધી ઝડપથી રંગાયેલું-વણાયેલું થાય તે રીતે રોજે રોજ કમ સે કમ એકાદ કલાક તો આદર-અહોભાવથી મ પ્રયત્ન કરવો જ જોઈએ. પોતાના ઉપયોગને સંવેગ-નિર્વેદ પરિણામથી ભાવિત કરીને તેના ઉપયોગ દ્વારા આ પ્રયત્ન કરવાનો છે. કાયા, કર્મ, સંકલ્પ, વિકલ્પ, રાગાદિ વિભાવ પરિણામો વગેરેથી કાયમી આ છૂટકારો મેળવવાની ઝંખનાવાળા આત્માર્થી જીવોએ આવો પ્રયત્ન કર્યા વિના છૂટકો જ નથી. કારણ કે અંતઃકરણ શાન્ત થાય તો જ આત્મજ્યોતિનું દર્શન સંભવી શકે. આ અંગે અધ્યાત્મસારમાં જણાવેલ છે છે કે “મન શાંત થાય તો જ (૧) આત્માની શાંત સહજ ચૈતન્યજ્યોત પ્રકાશે છે, (૨) (દેહાદિમાં યો આત્મબુદ્ધિ વગેરે સ્વરૂપ) અવિદ્યા ભસ્મીભૂત થાય છે. તથા (૩) મોહનું (= આત્મસ્વરૂપવિષયક અજ્ઞાનનું) અંધારું વિલય પામે છે. ) ધ્યાનાભ્યાસાદિ વડે નિજ પ્રજ્ઞાને ચોકખી કરીએ ) તેથી સાધક ભગવાને પ્રારંભમાં આગમ અને અનુમાન-તર્ક દ્વારા પોતાની પ્રજ્ઞાનું સંસ્કરણ -ઘડતર કરીને, ત્યાર બાદ ધ્યાનાભ્યાસમાં રસ કેળવીને તે જ પ્રજ્ઞાને સારી રીતે સ્વચ્છ કરવી જોઈએ. આ રીતે જ વૃત્તિસંક્ષય, સામર્થ્યયોગ વગેરે સ્વરૂપ સર્વોત્કૃષ્ટ યોગને સાધક મેળવે છે. આ જ અભિપ્રાયથી યોગદૃષ્ટિ સમુચ્ચય, બ્રહ્મસિદ્ધાન્ત સમુચ્ચય, લલિત વિસ્તરા, યોગબિંદુ, ધાત્રિશિકા પ્રકરણ અને પાતંજલ યોગસૂત્રભાષ્યમાં જણાવેલ છે કે “આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસનો રસ - આ ત્રણેય દ્વારા પ્રજ્ઞાને તૈયાર કરતો સાધક ઉત્તમ યોગને મેળવે છે. ક્યાંક ધ્યાનાભ્યાસ' ના બદલે “યોગાભ્યાસ' એવો પાઠ છે તથા “રો' ના સ્થાને તત્ત્વ પાઠ છે. અર્થમાં ખાસ ફરક નથી. તેથી દીક્ષિત જીવનમાં પ્રાથમિક શાસ્ત્રાભ્યાસ પૂર્ણ થયા બાદ જેમ જેમ પોતાનું અંતઃકરણ શાંત અને બાહ્ય બાબતોમાં ઉદાસીન બને તેમ તેમ પ્રકૃષ્ટ ઉદ્યમ કરવો જોઈએ. ‘વિશિષ્ટ પ્રકારે ક્રિયાથી પરિણત થયેલી સમજણવાળા સાધક તો અવસર આવે એટલે પરમ ઉપેક્ષામાં = ઔદાસીન્યદશામાં જ વસવાટ કરે છે. કારણ કે તેવી
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy