SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત પ્રમાણમાં ઘટાડતો-ઘટાડતો બાંધે. અર્થાત્ પ્રથમ સમયે જે અશુભ કર્મ જેટલી સ્થિતિવાળું બાંધે તેના કરતાં પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન સ્થિતિવાળું બીજા સમયે બાંધે. ત્રીજા સમયે તેના કરતાં પણ પલ્યોપમના સંખ્યાત ભાગ ઓછી સ્થિતિવાળું તે અશુભ કર્મ બાંધે. આ રીતે બંધાતા અશુભ કર્મની સ્થિતિ પ્રતિસમય પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઘટતી જાય છે. શિવશર્મસૂરિષ્કૃત કર્મપ્રકૃતિમાં (કમ્મપયડીમાં) આ વિષય સ્પષ્ટપણે જણાવેલ છે. કર્મની સામે સાધક ભગવાનનું પોતાનું આત્મબળ વધતાં-વધતાં આ રીતે અહીં ક્રમશઃ મિત્રા-તારા-બલા-દીપ્રા નામની ચારેય યોગદૃષ્ટિઓ પરમ પ્રકર્ષને પામે છે. કરણલબ્ધિનો જબ્બર ચમત્કાર તેથી કરણલબ્ધિના સામર્થ્યથી નૈશ્ચયિક અન્તર્મુહૂર્વકાલીન ચરમ યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ વગેરે પ્રગટ થાય ત્યારે સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા માટે સમ્યક્ પ્રકારે ઉત્સાહિત થાય છે, તૈયાર થાય છે. ‘કરણ’ શબ્દ દ્વારા અહીં અત્યંત વિશુદ્ધ અને વિશિષ્ટ અધ્યવસાયને સમજવો. તે અત્યંત દૃઢ હોય છે. તેથી તે શુભ ધ્યાનની ભૂમિકાસ્વરૂપ હોય છે. ઉપયોગમાંથી રાગાદિને, રાગાદિઅધ્યાસને છૂટો પાડવામાં તે અધ્યવસાય કુશળ અને તત્પર હોય છે. અતીન્દ્રિય, પરમ શાંત, શાશ્વત અને શુદ્ધ એવા નિજ પૈ। ચૈતન્યસ્વભાવને તે અધ્યવસાય વડે સાધક પકડે છે. આ રીતે વર્ધમાન એવી (૧) ક્ષયોપશમલબ્ધિ, (૨) પ્રશસ્તલબ્ધિ, (૩) દેશનાશ્રવણલબ્ધિ, (૪) પ્રયોગલબ્ધિ અને (૫) કરણલબ્ધિ - આ પાંચના પ્રભાવથી સાધક રાગાદિની ગ્રંથિને ભેદે છે. ત્યાર બાદ અપરોક્ષ અને નિર્વિકલ્પ એવી સ્વાનુભૂતિથી વણાયેલ – નૈૠયિક ભાવસમ્યગ્દર્શનને સાધક મેળવે છે. તે વખતે સાધકને અનાકાર નહિ પણ સાકાર ઉપયોગ વર્તતો હોય છે. પૂર્વે ગીતાર્થ ગુરુ ભગવંતના સત્સંગ વગેરેની સહાયથી નય-નિક્ષેપ-પ્રમાણ દ્વારા સામાન્યરૂપે . પરોક્ષસ્વરૂપે જાણેલા આત્મસ્વરૂપની શ્રદ્ધા-રુચિ કરવા વડે જે પ્રધાન દ્રવ્યસમ્યક્ત્વ ઉત્પન્ન થયેલું હતું, તે જ હવે કરણલબ્ધિના સામર્થ્યથી થયેલ ગ્રંથિભેદના પ્રભાવના લીધે ભાવસમ્યક્ત્વ સ્વરૂપે પરિણમે છે. તે આ રીતે સમજવું – સાધુવેશ દીક્ષા લીધા પછી પણ હળુકર્મી આત્માર્થી સાધક તો નિજ આત્માના મૈં શુદ્ધ સ્વરૂપનો જ ઊહાપોહ કરે છે, ઊંડી વિચારણા-મીમાંસા કરે છે. સર્વત્ર શુદ્ધ આત્મસ્વરૂપની રુચિ -પ્રીતિ તેના અંતઃકરણમાં છવાયેલી હોય છે. વિમલ આત્મતત્ત્વને જ તે અવાર-નવાર ભજે છે. આ રીતે તેની તે ભક્તિ કરે છે. શુદ્ધ ચેતનસ્વરૂપનું જ સંવેદન કરવાની અભિલાષા-લાગણી-લગની-વિભાવના વધતી જાય છે. એની મતિ પણ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના માહાત્મ્યથી રંગાઈ જાય છે. ખાતા-પીતા-ઉઠતા -બેસતા સતત સ્મરણમાં નિર્મળ આત્મસ્વરૂપ જ વણાયેલું રહે છે. સતત સર્વત્ર વિશુદ્ધ ચેતનતત્ત્વ જ નજરાયા કરે છે. વારંવાર શુદ્ધ આત્માને પ્રગટ થવાની તે વિનવણી કરે છે. સ્વપ્રમાં પણ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રગટ થવાના ભણકારા તેના અંતઃકરણમાં વાગે છે. ઉઠવાવેંત પરમ શાંતરસમય નિર્વિકાર શુદ્ધ ચૈતન્યના અખંડપિંડસ્વરૂપે પોતાની જાતની તેને સ્વતઃ સહજતઃ પ્રતીતિ થાય છે. આવા અનેક અંતરંગ ચાલકબળોથી ગર્ભિત પ્રસ્તુત પાંચ લબ્ધિના માધ્યમે સાધક ગ્રંથિભેદ કરે છે. તેના પ્રભાવથી શબ્દઅગોચર, મનથી અગમ્ય, તર્કનો અવિષય, કેવલ સ્વાનુભવગમ્ય, નિજ નિર્મળ આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર તે સાધક કરે છે. આ જ નૈૠયિક ભાવસમકિત છે. પૂર્વકાલીન પ્રધાન દ્રવ્યસમ્યક્ત્વ આ રીતે ગ્રંથિભેદઉત્તરકાલીન નૈૠયિક ભાવસમ્યગ્દર્શન સ્વરૂપે પરિણમી જાય છે. તેના લીધે મોક્ષ ખૂબ જ નજીક આવી જાય છે. આ અંગે સમ્યક્ત્વસઋતિકામાં જણાવેલ છે કે ‘સમ્યગ્દર્શન શુદ્ધ હોય તો મોક્ષ તો હાથની હથેળીમાં =
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy