SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૮ [ અધ્યાત્મ અનુયોગ સહિત દેશનાશ્રવણલબ્ધિ' કહેવાય છે. (દશપૂર્વધરને પરપ્રતિબોધકારક જે દેશનાલબ્ધિ પ્રગટ થાય છે, તે અહીં અભિપ્રેત નથી.) તેનાથી યથાર્થપણે આત્માદિ તત્ત્વના ઉપદેશને ગ્રહણ કરવાની, ધારણ કરવાની, તત્ત્વોપદેશના તાત્પર્યનું સંશોધન-તપાસ કરવાની ક્ષમતા-શક્તિ સાધક આત્મામાં પ્રગટ થાય છે. એક બાજુ આવી દેશનાશ્રવણલબ્ધિનો આત્માર્થીને લાભ થયેલો હોય છે તો બીજી બાજુ તે આત્માર્થીમાં આત્મતત્ત્વનો અદ્વેષ પરિણામ, આત્મતત્ત્વની જિજ્ઞાસા, આત્મસ્વરૂપને સાંભળવાની ઈચ્છા પ્રગટેલ હોય છે. પૂર્વભવના યોગસંસ્કાર વગેરેનું બળ સાધક પાસે હોય છે. તથા ગીતાર્થ ગુરુદેવના શ્રીમુખે આત્મતત્ત્વશ્રવણનો લાભ મળેલ હોય છે. તેમજ ગુરુદેવની વાણી અને જિનવાણી પણ શુદ્ધ આત્મતત્ત્વનો પ્રકાશ પાથરનારી હોય છે. તેથી તેવા સંયોગમાં એવા આત્માર્થી મુમુક્ષુને ગુરુવાણી અને જિનવાણી અત્યંત ગમી જાય છે. તેવી ગુરુવાણી વગેરે પ્રત્યે અને ગુરુવાણીવિષયભૂત આત્મતત્ત્વ પ્રત્યે સાધકના અંતઃકરણમાં ઝળહળતી શ્રદ્ધા વગેરે પણ પ્રગટે છે. તેના બળથી પરમાર્થથી તત્ત્વનો બોધ થાય છે. કારણ કે આવશ્યકનિર્યુક્તિમાં જણાવેલ છે કે “જેમ જેમ તત્ત્વની રુચિ (શ્રદ્ધા) થતી જાય, તેમ તેમ તત્ત્વનો બોધ 2. થાય.” સાધકનો હિમવૃષ્ટિતુલ્ય તે તત્ત્વબોધ ભવવનને બાળવાનું તથા તત્ત્વજિજ્ઞાસાને ઠારવાનું કામ કરે છે. (૪) પ્રયોગલબ્ધિનો પાવન પ્રભાવ જ ત્યાર બાદ આત્માર્થી સાધકના અંતરમાં પ્રયોગલબ્ધિ પાંગરે છે. નિજસ્વરૂપપ્રાપ્તિની પ્રબળ પ્યાસથી ( સ્વ તરફ સતત ઢળવાનો-વળવાનો પ્રણિધાનપૂર્વક પ્રામાણિક પ્રયાસ = પ્રયોગલબ્ધિ. યોગશાસ્ત્રમાં આ - પ્રયોગલબ્ધિને સૂચવતા શબ્દો આ પ્રમાણે મળે છે કે “સદ્દગુરુના ઉપદેશને પામીને આત્માના અભ્યાસમાં એ (નિરીક્ષણ-પરીક્ષણ-સંશોધનાદિમાં), આત્મસ્વભાવમાં રહેવાના અભ્યાસમાં, અધ્યાત્મમાં રતિ-રુચિ કેળવવી.” - આ પ્રયોગલબ્ધિનું બીજું નામ “પ્રાયોગ્યલબ્ધિ પણ છે. તેના પ્રભાવે સાધકના અશુભ કર્મોનો રસ (Power) છે અત્યન્ત ઘટતો જાય છે. તેના આત્મામાં પાપકર્મોનો માત્ર બે ઠાણીયો રસ બાકી રહે છે. ચાર ઠાણીયો રા અને ત્રણ ઠાણીયો રસ તો પલાયન થઈ જાય છે. તે જીવની કર્મસત્તાની સ્થિતિ ક્ષય પામતી-પામતી અન્તઃકોટાકોટિ સાગરોપમ જેટલી બાકી રહે છે. તથા તે સાધક નવા કર્મને તેનાથી અધિક સ્થિતિવાળા બાંધતો નથી. નરકાયુષ્ય વગેરે કેટલીક પાપપ્રકૃતિઓ ત્યારે બંધાતી નથી. ગુરુ ભગવંતના ઉપદેશ વગેરે દ્વારા અનંત આનંદમય, અનંત શક્તિમય, અનંત જ્ઞાનાદિમય પોતાના શુદ્ધ આત્માનો પરોક્ષ બોધ મેળવીને પોતાના તેવા શુદ્ધાત્માને ઝડપથી પ્રગટ કરવાનો ભાવ-આશય-પરિણામ-સંકલ્પ વગેરે સાધકમાં ઉત્પન્ન થાય છે. તેથી સાધક ગુરુવાણી દ્વારા જાણેલ શુદ્ધ આત્મસ્વરૂપની વારંવાર (1) વિચારણા, (૨) વિનિશ્ચય, (૩) શ્રદ્ધા, (૪) રુચિ, (૫) પ્રીતિ, (૬) ભક્તિ = ઉપાસના, (૭) પ્રણિધાન, (૮) ધારણા, (૯) ધ્યાનપ્રક્રિયા વગેરેમાં પ્રકૃષ્ટ ઉદ્યમ કરે છે. પરંતુ તેવી વિચારણા, વિનિશ્ચય, શ્રદ્ધા વગેરે આસન્નભવ્ય આત્મામાં જ પરિણમે છે. જો તે સાધક અભવ્ય કે અચરમાવર્તી દૂરભવ્ય વગેરે હોય તો તેનામાં તેવું પરિણમન થતું નથી. તે ત્યાં અટકી જાય છે કે પાછો વળે છે. જ્યારે આસન્નભવ્ય આત્માને તેવા પરિણમન પછી ધીરજ અને શાંતિપૂર્વક “હું દેહ-ઈન્દ્રિય-મન વગેરેથી ભિન્ન આત્મતત્ત્વ છું - આવો અંદરમાં અહેસાસ થવાથી તે સ્વરૂપે પોતાના જ આત્મતત્ત્વમાં તેનો ઉપયોગ સ્વરસથી સહજપણે લીન બને છે. આ રીતે સૂક્ષ્મ, તાત્ત્વિક અને પરિપક્વ ભેદવિજ્ઞાન એ વિશુદ્ધપરિણતિસ્વરૂપ બને છે. અતીન્દ્રિય, અપરોક્ષ એવું પોતાનું શુદ્ધ ચૈતન્ય આંશિક રીતે પ્રબળપણે પ્રગટે
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy