SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૫ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૪/૭)]. ના- ભાવકર્મ-તદ્ધમદિથી આત્મા ન્યારો છે અને (૨૬) રાગ-દ્વેષ વગેરે ભાવકર્મોથી હું જુદો છું. કારણ કે હું તો સ્વભાવથી જ વીતરાગ છું. (૨૭) રાગાદિમાં ક્યારેક ઉત્કટતા (આવિર્ભાવ) હોય, ક્યારેક પ્રસુતા (= સુષુપ્તતા = તિરોભાવ) હોય, ક્યારેક તીવ્રતા હોય, ક્યારેક મંદતા હોય, ક્યારેક નિયંત્રિતપણું હોય, ક્યારેક નિયંત્રિતપણું = મર્યાદા ન હોય. રાગાદિમાં રહેલા આવા ઉત્કટતા વગેરે ગુણધર્મોથી પણ હું તદ્દન ભિન્ન છું. (૨૮) રાગનું સ્વરૂપ આકુળતા છે. વૈષનું સ્વરૂપ વ્યાકુળતા છે. રાગાદિના આવા આકુળતાદિ સ્વરૂપથી હું તો સાવ નોખો અને અનોખો છું. કેમ કે મારું સ્વરૂપ તો નિરાકુળ-નિર્વાકુળ છે. (૨૯) ભોગસુખાદિ પ્રવૃત્તિ વખતે રાગજન્ય આવેગક્રિયા હોય છે. વેરનો બદલો લેવો વગેરે પ્રવૃત્તિ વખતે કૅષજન્ય આવેશ ક્રિયા હોય છે. રાગાદિની આ આવેગાદિ ક્રિયાઓથી પણ હું સર્વથા જુદો છું. કેમ કે હું આવેગશૂન્ય, વીતરાગ, નિર્વિકાર આત્મા છું, આવેશશૂન્ય નિષ્કષાય આત્મા છું. (૩૦) રાગાદિ ભાવકર્મની આવેગાદિ ક્રિયાના ફળસ્વરૂપે જીવ નિગોદ વગેરેમાં જાય છે તથા વેષાદિની આવેશ આદિ ક્રિયાના ફળસ્વરૂપે જીવ નરકાદિમાં જાય છે. પરંતુ હું તો રાગાદિની ક્રિયાના આ ફળસ્વરૂપે મળતા નિગોદાદિગમનાદિથી પણ સાવ ભિન્ન છું. કેમ કે હું તો વિદેહ = દેહરહિત છું. ધ્યા રાગાદિ ભાવકર્મ, ભાવકર્મના ગુણધર્મ, ભાવકર્મનું સ્વરૂપ, ભાવકર્મજન્ય ક્રિયા વગેરે પાંચેયથી હું અનાદિ કાળથી સાવ જ નિરાળો છું, વિસદશ જ છું.' જે માર્ગણાસ્થાન, જીવસ્થાન, ગુણસ્થાનકાદિથી આત્મા નિરાળો છે તે જ રીતે સૂક્ષ્મ તાત્ત્વિક ભેદવિજ્ઞાનને સાધવા અધ્યાત્મ ઉપનિષદ્, દ્વાત્રિશિકા પ્રકરણ, સમયસાર વગેરે ગ્રંથોમાં બતાવેલી પદ્ધતિ મુજબ સાધકે નીચે પ્રમાણે વિચારણા કરવી કે : (૩૧) “ગતિ-ઈન્દ્રિય-કાયયોગ-વેદ-કષાય વગેરે ૧૪ માર્ગણાસ્થાનોથી હું સર્વદા જુદો છે. તો (૩૨) સૂક્ષ્મ-બાબર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય વગેરે ૧૪ જીવસ્થાનોથી પણ હું અળગો જ છું. (૩૩) મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર વગેરે ૧૪ ગુણસ્થાનકથી હું સાવ જ નિરાળો છું. છે (૩૪) શ્રેણિના અસંખ્યયભાગગત પ્રદેશના સમૂહ જેટલા સર્વ યોગસ્થાનોથી હું સ્વતઃ જ સાવ જુદો છું. (શ્રીશિવશર્મસૂરિકૃત કર્મપ્રકૃતિમાં નવમી ગાથામાં યોગસ્થાનનું નિરૂપણ મળે છે.) (૩૫) કર્મબંધના અસંખ્ય લોકાકાશપ્રમાણ અધ્યવસાયસ્થાનોથી હું તદન અલાયદો જ છું. (૩૬) કર્મના અસંખ્ય લોકાકાશપ્રમાણ ઉદયસ્થાનોથી પણ હું સ્વયમેવ સાવ જ ન્યારો છું. (૩૭) કર્મના સ્થિતિબંધના તમામ સ્થાનોથી હું રહિત છું. (એક સમયે એક સાથે જેટલી કર્મસ્થિતિનો બંધ થાય તે સ્થિતિબંધસ્થાન કહેવાય. કર્મની જઘન્ય સ્થિતિથી શરૂ કરીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધી જેટલા સમયો હોય તેટલા પ્રમાણમાં સ્થિતિસ્થાનો હોય છે. જુઓ - કર્મપ્રકૃતિ ગાથા ૬૮-૬૯) (૩૮) મારા મૌલિક નિર્લેપ સ્વભાવના લીધે કર્મના અનુભાગબંધના અનંતાનંત સ્થાનોથી પણ હું તદન અન્ય છું. (એક અધ્યવસાય વડે ગ્રહણ કરેલા કર્મપરમાણુઓના રસસ્પર્ધક સમુદાયનો પરિણામ એટલે કર્મના અનુભાગબંધસ્થાન. જુઓ - કર્મપ્રકૃતિ-૩૧ મી ગાથા) (૩૯) સંક્ષિશ્યમાન જીવના સંક્લેશસ્થાનોથી પણ હું તદન ભિન્ન છું. (કર્મપ્રકૃતિ-૬૯)
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy