SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત (G) કુંડલિનીનું જાગરણ, પચ્ચક્રભેદન વગેરે પણ પૌગલિક વસ્તુ જ છે. હું તો અપૌગલિક છું, પુદ્ગલશૂન્ય છું, પુદ્ગલાતીત છું. પુદ્ગલપુંજના પેલે પાર મારું પારમાર્થિક સ્વરૂપ પ્રતિષ્ઠિત છે.” | (H) “હું તો અનાદિકાલીન છું. આ પૌલિક ચીજો તો કામચલાઉ-અનિત્ય-સાદિ છે. તેથી મારે પૌગલિક ચીજોમાં શા માટે મોટાઈ જવું ?' (I) “આ બધી વસ્તુઓ નશ્વર છે. હું તો શાશ્વત છું, ધ્રુવ છું. (0) ઉજ્જવલ તેજોમય ચૈતન્યમૂર્તિ દેખાય છે, તે પણ હકીકતમાં મૂર્તિ છે, સાકાર તત્ત્વ છે. હું તો અમૂર્ત છું, રૂપાતીત છું. () મારે કોઈ આકાર નથી. હું નિરાકાર છું. (L) હું નિરંજન છું, કર્મમલશૂન્ય છું. (M) આ બધું ક્ષણભંગુર અને નિરાધાર છે. આ ઈન્દ્રિયજગત અને મનોજગત છે. આ મારું સ્વરૂપ નથી. હું તો અતીન્દ્રિય છું, ઈન્દ્રિયાતીત છું. (N) હું તો મનશૂન્ય, મનાતીત છું. (O) હું બધા જ વિશ્રામસ્થાનોનો અસંગ સાક્ષીમાત્ર છું. તો પછી તપ વગેરેનો વિનિયોગ કરવાના સામર્થ્યમાં પણ મારે શું મોહાવાનું હોય ? વિનિયોગના ઉઠતા વિકલ્પ વગેરેનો પણ હું (P) કર્તા કે (Q) ભોક્તા નથી. હું કેવળ શાંત જ્ઞાતા-દેષ્ટા સાક્ષી છું.” (R) “શારીરિક રોગનિવારણ, શારીરિક શાતા-સ્વસ્થતા-ફુર્તિની અનુભૂતિ કે માનસિક શાંતિનો આ અનુભવ કરવામાં કે શાબ્દિક મગ્નતામાં પણ મારે રોકાવું નથી. કારણ કે હું સ્વયમેવ અનંતાનંદ ધ્યા -પૂર્ણાનંદ-પરમાનંદ-શાશ્વતાનંદ-સહજાનંદ-સ્વાધીન આનંદથી છલોછલ ભરેલો મહાસાગર છું. (૬) અપૂર્વ શાંતિનો ભંડાર છું. અતીન્દ્રિય શાંતિનો સ્વામી છું. સહજ-સ્વાભાવિક શાંતિ મારા પ્રત્યેક આત્મપ્રદેશ માં ફેલાયેલી છે. તો પછી પેલી તુચ્છ-નકલી-પાધિક-કર્માધીન એવી શારીરિક શાતાનો કે માનસિક શાંતિનો ભોગવટો કરવામાં મારે મારો અમૂલ્ય સમય શા માટે વેડફવો? તેને ઉપાદેયભાવે રુચિપૂર્વક ભોગવવા દ્વારા મારે શા માટે બહિર્મુખતાને પુષ્ટ કરવી ? (T) હું તો કર્મભિન્ન છું. જડ એવા કર્મ મારા ચૈતન્યસ્વરૂપમાં G! પ્રવેશ કરી શકે તેમ જ નથી.” (U) “આ લાલ-પીળા અજવાળાની ઝાકઝમાળ વગેરે આભાસિક છે, છે પ્રતિભાસિક છે. જ્યારે હું તો પારમાર્થિક સસ્વરૂપ છે. છ દિવ્યરૂપદર્શન વગેરેની આશા-અપેક્ષા " મારે શું રાખવાની ? હું મૂળભૂત સ્વભાવે આશાશૂન્ય જ છું. (W) ઈન્દ્રિય-મન-જનસમૂહ વગેરેથી હું કળી ન શકાય, ઓળખી ન શકાય એવો હું છું. તો લબ્ધિ, સિદ્ધિ, ચમત્કારશક્તિ દ્વારા મારે મારી ઓળખાણ કોને કરાવવાની ? (A) તેવી ઓળખાણ કરાવીને મારે માનકષાય વગેરેને જ તગડા કરવાના ને? પણ સહજ સ્વભાવથી તો હું કષાયશૂન્ય જ છું. (૪) શારીરિક શાતા, માનસિક શાંતિ કે રોગનિવારણ સાથે મારે શું લેવા-દેવા ? હું તો તન-મન-વચનના યોગથી રહિત છું. (2) મારું વ્યક્તિત્વ ખંડ-ખંડ વિભક્ત નથી. હું અખંડ છું. બીજા દ્વારા મારે મારા સ્વરૂપની પરિપૂર્તિ કરવાની બિલકુલ જરૂર નથી. મારામાં કશી ખામી નથી કે પરદ્રવ્યની પાસે મારે કાંઈ ભીખ માંગવી પડે. તેથી મારે આ બધાથી સર્યું. હું તો આ બધાથી પરાક્ષુખ થઈને મારા શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં સ્થિર થાઉં છું.” આમ ગ્રંથિભેદનો સાધક ભેદજ્ઞાનના સહારે તમામ વિશ્રામસ્થાનોમાંથી પસાર થાય છે. તેમાં તે મુંઝાતો નથી, મૂરઝાતો નથી, મોહોતો નથી, લોભાતો નથી, લલચાતો નથી, અટવાતો નથી, રોકાતો નથી, ખોટી થતો નથી. ધ ગ્રંથિભેદની સાધનાના અન્ય વિઘ્નોને જીતીએ . નિદ્રા, તંદ્રા વગેરે ૨૭ વિનોના વૃંદને જીતવા માટે આત્માર્થી સાધકે પોતાની જાતને જ આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરવો કે “(૧) શાસ્ત્રાભ્યાસ, સંયમ વગેરે કરતાં પણ સૌપ્રથમ ગ્રંથિભેદ
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy