SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ [ અધ્યાત્મ અનુયોગ સહિત રાજકરણ, છાપા-ચોપાનીયા-પૂર્તિ, અશ્લીલ સાહિત્ય વગેરેમાં જ રુચિ રોકાયેલી હોય તો પણ પ્રસ્તુત અંતરંગ ગ્રંથિભેદપુરુષાર્થ આગળ વધી ન શકે. (૨૩) દેશ-પરદેશમાં, રાજ્યમાં, સંઘમાં, સમુદાયમાં, ગ્રુપમાં ક્યાં શું ચાલે છે ? કોણ શું કરે છે ?... ઈત્યાદિ બાબતનું કુતૂહલ-કૌતુક-ઉત્સુકતા પણ ગ્રંથિભેદની સાધનામાં વિઘ્નરૂપ બને છે. (૨૪) દેહ-પરિવાર-સંસારની બાબતમાં ચિત્ત સતત વ્યાક્ષેપવાળું હોય તો ગ્રંથિભેદ ન થાય. (૨૫) માન કષાય અંદરમાં ઉછળતો હોય તો પણ ચિત્તવૃત્તિ અન્તર્મુખ ન બને. (૨૬) શરીર, ઈન્દ્રિય, મન, વિચાર વગેરેમાં “હું-મારાપણાની બુદ્ધિસ્વરૂપ દૃષ્ટિવિપર્યાસ પણ અહીં વિપ્ન બને. (૨૭) પ્રશસ્ત વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-શબ્દ-સ્ત્રી વગેરે વિષયોની પક્ષપાતપૂર્વક આસક્તિ-સચિ-મૂચ્છ પણ ગ્રંથિભેદના ઉદ્યમમાં વિઘ્નરૂપ બને છે. તે કાઠિયાની સઝાય” માં પણ આ વિદ્ગોનું સંક્ષિપ્ત વર્ણન મળે છે. આવા તો ઢગલાબંધ વિઘ્નો આ માર્ગમાં આવે છે. તથા પોતે જ ઉભા કરેલા આ . વિદ્ગો પોતાને મનગમતા, મીઠા અને મધુરા લાગે છે. તેના પ્રત્યે મીઠી નજર અને કૂણી લાગણી જ રહે છે. તેના પ્રત્યે સાધક લાલ આંખ કરતો નથી. આથી જ ગ્રંથિભેદ અત્યંત દુર્લભ કહેવાય છે. - ગ્રંથિભેદ અતિદુર્લભ છે. તેથી આ બધી જ બાબતોને લક્ષમાં રાખીને (૧) શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણે વિશેષાવશ્યક-ભાષ્યમાં * જણાવેલ છે કે “તે ગ્રંથિભેદ પરિશ્રમ અને ચિત્તવિઘાત = ચિત્તવ્યામોહ વગેરે વિપ્નોથી દુર્લભ છે.” 2. અહીં પરિશ્રમ એટલે પંદર પ્રકારનો અંતરંગ પુરુષાર્થ બતાવી ગયા તે સમજવો. તથા A to Z જે વિરામસ્થાનો - વ્યામોહસ્થાનો જણાવ્યા અને ઉપર જે ૨૭ મુદાઓ જણાવ્યા, તે તમામને વિનરૂપ છે. સમજવા. સતત, સખત, સરસ, સમ્યક પ્રકારે પૂર્વોક્ત (પૃ.૫૬૪ થી પ૬૮) પંદર પ્રકારનો માનસિક યો પરિશ્રમ કરવો ખરેખર અઘરો છે. તથા ઉપરના વિદ્ગોને જીતવા અત્યંત કપરા છે. તેથી ગ્રંથિભેદને શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણે દુર્લભ બતાવ્યો છે. આ હકીકત છે. કાલ્પનિક વાત નથી. જાત અનુભવે છે. જ આ વાત સરળતાથી સમજાય અને સચોટપણે સ્વીકારાય તેમ છે. (૨) વિશેષાવશ્યકભાષ્યમાં જ આગળ જણાવેલ છે કે “અહીં સમ્યગ્દર્શનને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા દુર્લભ છે અને પ્રાયઃ વિક્નોથી ભરપૂર છે.' (૩) “ગ્રંથિભેદ પણ પુરુષાર્થથી થાય એ વાત સંગત છે' - આ પ્રમાણે યોગબિંદુમાં કહેલ છે. (૪) કર્મવિજયની જેમ ગ્રંથિભેદ પણ અત્યંત બળવાન પ્રયત્નથી જ થાય છે – આ પ્રમાણે કાત્રિશિકા પ્રકરણમાં મહોપાધ્યાયજી મહારાજે જે વાત કરી છે, તેનું પણ અહીં અનુસંધાન કરવું. (૫) શ્રીચક્રેશ્વરસૂરિજીએ દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિમાં જણાવેલ છે કે ‘વિશેષ પ્રકારના ઊંચી કક્ષાના અનેક શુભ અધ્યવસાયો દ્વારા માંડ-માંડ ગ્રંથિભેદ વગેરે થાય છે. તેથી ગ્રંથિભેદાદિ કરવો એ મોટું કષ્ટ છે. તેનાથી સમ્યક્તનો પરિણામ જન્મે છે. તેથી તેવો સમ્યક્તપરિણામ ખરેખર દુર્લભ છે.” (૬) સંબોધસપ્તતિકામાં (સંબોધસત્તરીમાં) શ્રીરત્નશેખરસૂરિજીએ કહેલ છે કે દેવોનું સ્વામિત્વ (= સામાનિકદેવપણું વગેરે અનેક વાર) મળે તથા માલિકપણું (રાજાપણું, નગરશેઠપણું વગેરે પણ ઘણી વાર) મળે. આમાં સંશય નથી. ફક્ત દુર્લભરત્ન જેવું એક સમ્યક્ત જ (વારંવાર) મળતું નથી.”
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy