SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-યાર્યનો રાસ + ટબો (૧૬/૭)] ૫૫૭ ગક જ્ઞાનયોગને અપનાવ્યો નહિ કે (૩૨) “હકીકતમાં શાસ્ત્રવ્યસની થવાનું નથી. પરંતુ શાસ્ત્રોએ દર્શાવેલા ઉપાયોને અનુસરીને જ્ઞાનયોગની ઉપાસના કરવાની છે' - આ મહત્ત્વપૂર્ણ જિનાજ્ઞાને આ જીવે લક્ષમાં ન જ લીધી. આ બાબતમાં અધ્યાત્મ ઉપનિષની એક કારિકાની ઊંડાણથી વિચારણા કરવી. ત્યાં મહોપાધ્યાયજી મહારાજે જણાવેલ છે કે “મોક્ષમાર્ગનું દિગ્દર્શન કરાવ્યા બાદ શાસ્ત્ર એક પણ ડગલું સાધકની સાથે ચાલતું નથી. જ્યારે જ્ઞાનયોગ તો કેવલજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી મનિના પડખાને છોડતો નથી. મતલબ કે શાસ્ત્ર = માઈલસ્ટોન કે સાઈનબોર્ડ. જ્યારે જ્ઞાનયોગ = મંઝીલ સુધી પહોંચાડનારી ગાડી. “આ કારણે જ્ઞાનયોગથી મુક્તિ થાય છે - આ વ્યવસ્થા સારી રીતે નિશ્ચિત થાય છે' - આ મુજબ શ્રીહરિભદ્રસૂરિજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં જે જણાવેલ છે, તેની પણ અહીં વિચારણા કરવી. તથા આ જ્ઞાનયોગથી નિકાચિત કર્મની પણ નિર્જરા થાય છે. અધ્યાત્મસારમાં મહોપાધ્યાયજી મહારાજે જ જણાવેલ છે કે “શ્રેષ્ઠ મુનિઓ કહે છે કે “જ્ઞાનયોગ એ જ શુદ્ધતપ છે.” તે જ્ઞાનયોગથી નિકાચિત કર્મનો પણ ક્ષય સંગત થાય છે.” તેથી તેવા જ્ઞાનયોગને મેળવવા માટે જ મુનિઓએ પ્રયત્ન કરવા યોગ્ય છે. કારણ કે “પ્રવ્રજ્યા એ છે જ્ઞાનયોગનો સ્વીકાર કરવા સ્વરૂપ છે' - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિસમુચ્ચયવ્યાખ્યામાં ય જણાવેલ છે. પરંતુ આ જીવ આ મહત્ત્વપૂર્ણ બાબતને સાવ ભૂલી ગયો. લોકોત્તરતજ્વપ્રાપ્તિનો અધિકારી ન બન્યો છે. (૩૩) વાસ્તવમાં તો શાસ્ત્રાભ્યાસાદિનું પ્રયોજન પોતાના મૂળભૂત સ્વરૂપને શાસ્ત્ર દ્વારા જાણીને રાગ-દ્વેષથી રહિત થવાનું હતું, રાગાદિરહિત ચૈતન્યસ્વરૂપે પરિણમી જવાનું હતું. આ રીતે આગમવચનને ન પરિણમાવે તો જ જીવને લોકોત્તર તત્ત્વની સાચી પ્રાપ્તિનો અધિકાર મળે છે. આવું ષોડશકમાં જણાવેલ ત છે. પરંતુ ઊંચી શાસ્ત્રીય સમજણનો ઉપયોગ અંદરમાં પોતાના માટે કરવાના બદલે માત્ર બહારમાં છે જ કરવો, બીજા માટે જ કરવો આ જીવને બહુ ગમ્યો. ૪ ધર્મોપદેશથી પણ બોધિદુર્લભ ! ૪ (૩૪) આ રીતે પણ બીજા સમક્ષ જાણકાર તરીકેનો દેખાવ કરવા દ્વારા, આત્મજ્ઞાની તરીકે પોતાની ખોટી ઓળખાણ આપવા દ્વારા આ જીવે બહિર્મુખ પરિણતિને જ પુષ્ટ કરી. તેના દ્વારા આ આત્મામાં અહંકારનો ભાર વધ્યો. અહંભાવના ભાર નીચે આ જીવ દટાયો, કચડાયો. પરંતુ “કુશીલોનું પરાક્રમ વાણીથી હોય છે (, આચરણથી કે પરિણતિથી નહિ.)' - આ પ્રમાણે સૂયગડાંગસૂત્રની પંક્તિને આ જીવે વિચારી નહિ. તેમજ “ભાષણના વ્યાયામને કદિ કોઈ મહર્ષિએ મોક્ષના ઉપાય તરીકે જણાવેલ નથી' - આવી સિદ્ધસેનીય કાત્રિશિકાપ્રકરણની પંક્તિને પણ આ જીવે ઊંડાણથી વિચારી નહિ. તથા સંવેગ (= મોક્ષે ઝડપથી પહોંચવાની લગની) વિના ઉપદેશાદિમાં પ્રવૃત્તિ તો જનમનરંજનાદિ માટે જ થાય. તેથી જીવને અવશ્ય માયા-દંભ દોષ લાગુ પડે. તેનાથી કેવળ બોધિદુર્લભ જ થવાય છે. તેથી આત્માર્થી જીવે માત્ર પોતાની જાતને જ સમજાવવાને વિશે પ્રયત્ન કરવો' - આ મુજબ મહોપાધ્યાયજી મહારાજે અધ્યાત્મમતપરીક્ષા વ્યાખ્યામાં જે જણાવેલ છે, તેના વિશે આ જીવે શાંત ચિત્તે વિચાર ન કર્યો. (૩૫) ઔદયિકભાવગર્ભિત પોતાના બાહ્ય વ્યક્તિત્વને ભૂંસવાનું, ઓગાળવાનું સૌથી વધુ જરૂરી કર્તવ્ય તો સાવ જ ભૂલાઈ ગયું.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy