SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૧ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૧૭)]. છે ધર્મના નામે બહિર્મુખતા વધારી ! ) (૬) (a) લોકકલ્યાણ, (b) જનજાગૃતિ, (c) શાસનપ્રભાવના, (d) સંઘસેવા, (૯) ગચ્છસંચાલન, (f) સમુદાયવ્યવસ્થા, (g) શિષ્યસંવર્ધન, (A) જીર્ણોદ્ધાર, (i) પ્રતિષ્ઠા, ) તીર્થરક્ષા, (k) નૂતનતીર્થસર્જન, (I) શ્રુતસંરક્ષણ, (m) ધર્મકથા, (n) વિહારધામ નિર્માણ, (0) શ્રાવકઉત્કર્ષ યોજના, () જૈન વિદ્યાલય નિર્માણ યોજના, (૧) જૈન પાઠશાળા ભંડોળ અભિયાન, () જીવદયા ભંડોળ યોજના, (s) પશુરોગ ચિકિત્સા યજ્ઞ, (t) નેત્રરોગ ચિકિત્સા યજ્ઞ, (પ) કૃત્રિમ પગ આરોપણ શિબિર (જયપુર ફૂટ કેમ્પ), (9) જૈન હોસ્પિટલ નિર્માણ, (w) યુદ્ધાદિ સમયે રાષ્ટ્રરક્ષા માટે ધન ભેગું કરાવવાનું અભિયાન, () માનવ અનુકંપા ભંડોળ યોજના, (y) અનેકવિધ મહોત્સવ, (2) તીર્થયાત્રા, છ'રી પાલિત સંઘ,ઉપધાન માળા આરોપણ, નવાણું યાત્રા વગેરેમાં નિશ્રા પ્રદાન કરવી... વગેરે મનમોહક રૂડા-રૂપાળા નામે પણ એક યા બીજી પ્રવૃત્તિને વળગવા દ્વારા અહંભાવને પુષ્ટ કરીને આ જીવે સાધુજીવનમાં ય બહિર્મુખતાને જ તગડી કરી. (અહીં વ્યક્તિગત રીતે કોઈના પણ ઉપર દોષારોપણ કરવાનો કે આંગળી ચીંધણું કરવાનો એ મારો લેશમાત્ર પણ આશય નથી. અનેક રીતે આ બાબત મને પણ લાગુ પડે છે જ – એની ખાસ હા આત્માર્થી વાચક વર્ગે નોંધ લેવી. માટે આ બાબતમાં કોઈએ પણ ક્યાંય કોઈના વિશે ટીકા-ટિપ્પણ વગેરે કરવી નહિ. માત્ર પોતાના જીવનમાં સાવધાની રાખવા પૂરતી જ આ વાતને સીમિત રાખવી. " ચર્ચામંચ ઉપર આ બાબતને કોઈએ લાવવી નહિ. મારા આશયને સમજવાનો પ્રયત્ન કરજો. પ્લીઝ !) . ધર્મને ઝંખતા માણસોએ હંમેશા સૂક્ષ્મ બુદ્ધિથી ધર્મને જાણવો જોઈએ. સ્થૂલ બુદ્ધિથી ધર્મને સમજવા " જતાં - કરવા જતાં તો ધર્મબુદ્ધિથી જ ધર્મનો નાશ-ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાય' - આ પ્રમાણે ] શ્રીહરિભદ્રસૂરિકૃતિ અષ્ટપ્રકરણનો શ્લોક આ જીવ ઉપરોક્ત પ્રવૃત્તિમાં ગળાડૂબ થઈને ભૂલી ગયો. પછી પ્રસ્તુતમાં યોગસાર ગ્રંથની એક વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. ત્યાં જણાવેલ છે કે “પાપબુદ્ધિથી પાપ થાય, એ વાતને કોણ મુગ્ધ એવો પણ માણસ નથી જાણતો ? પરંતુ ધર્મબુદ્ધિથી જે પાપ થાય, | તેને વિચક્ષણ પંડિત જીવોએ કુશળતાપૂર્વક વિચારવું.” આ બાબતને પણ આ જીવે જરા પણ ગંભીરતાથી વિચારી નહિ. દ્રવ્યયોગને ભાવયોગરૂપે આ જીવે પરિણમાવ્યો નહિ. - ધર્મનું સાચું માપદંડ ન પકડ્યું - (૭) કેવળ બાહ્ય સાધુવેશ મેળવીને માત્ર તેનાથી જ પોતાને કૃતકૃત્ય માનવાની ભૂલ બાલદશામાં આ જીવે અનેક વાર કરી છે. આ રીતે આ જીવે ધર્મનું સાચું માપદંડ ન પકડ્યું. (૮) ત્યાંથી થોડેક આગળ વધતાં મધ્યમદશામાં મોટા ભાગે બાહ્ય ધર્મપ્રવૃત્તિને જ તાત્ત્વિક ધર્મસ્વરૂપે પકડી લીધી. “બાળ જીવ બાહ્ય લિંગને ધર્મના માપદંડ તરીકે જુએ છે. મધ્યમબુદ્ધિવાળો ધર્માર્થી જીવ બાહ્ય આચારને ધર્મની પારાશીશી સ્વરૂપે જુએ છે' - આ પ્રમાણે શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક પ્રકરણમાં જે વાત જણાવેલ છે, તેનું અહીં અનુસંધાન કરવું. પુણ્યોપાર્જનાદિમાં જીવ અટવાયો છે (૯) ક્યારેક આ જીવે પુણ્યોપાર્જનમાં જ ધર્મદષ્ટિને તીવ્રતાથી સમગ્રપણે સ્થાપિત કરી. (૧૦) તો ક્યારેક (a) શારીરિક સ્વાથ્ય, (b) શિષ્ય પરિવારવૃદ્ધિ, (c) માન-સન્માન, (4) પદવી,
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy