SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-યાયનો રાસ + ટબો (૧૬/૭)]. ૫૩૭ નિશ્રા તેને મળે છે. પોતાના શુદ્ધ આત્મસ્વરૂપની ભાવનાના માર્ગનો અભ્યાસ કરવા દ્વારા પ્રગટેલી સ્વાનુભૂતિથી શોભતા એવા મહાગીતાર્થ સદ્ગુરુદેવની પાવન નિશ્રામાં પોતાની વર્તમાન ભૂમિકાને યોગ્ય એવા ભાવનાશ્રુતસંબંધી સૂત્ર-અર્થ-તદુભયનો વિધિપૂર્વક અભ્યાસ કરવા દ્વારા રાગ-દ્વેષાદિથી વિરુદ્ધ એવા વીતરાગ-શાંતસ્વરૂપની ભાવનાનું આલંબન લઈને, તે દેશવિરતિની જેમ સર્વવિરતિની અવસ્થામાં પણ સ્વાધ્યાયમાં લીન બને છે. પોતાનું આધ્યાત્મિક પ્રયોજન જેનાથી સરે, ઝડપથી સધાય તેવા શાસ્ત્રીય પદાર્થ -પરમાર્થ-ગૂઢાર્થ-ઐદત્પર્યાર્થીને સારી રીતે મેળવીને, તીવ્ર ઉત્સાહથી અને ઉછળતા ઉમંગથી મોહનો ઉચ્છેદ કરવા માટે સાધુ ભગવંત કટિબદ્ધ બને છે. સાધક ભાવનાશ્રુતનું વિધિપૂર્વક અધ્યયન કરે તથા ભાવનામાર્ગને આત્મસાત્ કરનારા ગીતાર્થસ્વરૂપ તીર્થ પાસે ભાવનાશ્રુતના પદાર્થ-પરમાર્થનું શ્રવણ કરે’ - આ મુજબ યોગશતકવચનને અહીં યાદ કરવું. ઉપદેશપદમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સાધુને ઉદેશીને જણાવેલ છે કે ‘વિધિપૂર્વક સાધુ સૂત્ર-અર્થનું ગ્રહણ તીર્થમાં = ગીતાર્થનિશ્રામાં કરે.” તથા ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ શ્રાવકજીવનઅધિકારમાં જે જણાવેલ છે કે “ઉચિત સૂત્રને તે ભણે છે તથા સુતીર્થમાં = ગીતાર્થનિશ્રામાં તેના કા અર્થને સાંભળે છે' - તે બાબતને અહીં યાદ કરવી તથા યોગ્ય રીતે તેને અહીં પણ જોડવી. શ્રી. ભાવસાધુના સાત લિંગને અપનાવીએ . ધર્મરત્ન પ્રકરણમાં શ્રી શાંતિસૂરિજીએ ભાવ સાધુના ૭ લિંગ જણાવેલા છે. તે પણ અહીં સાતમી પ્રભા દૃષ્ટિમાં પ્રગટ થાય છે. તે લિંગો આ મુજબ જાણવા. (૧) તમામ ક્રિયા મોક્ષમાર્ગને અનુસરનારી હોય. (૨) ધર્મમાં ઝળહળતી શ્રેષ્ઠ શ્રદ્ધા અંદરમાં છવાયેલી હોય. (૩) સરળતાના લીધે બીજા દ્વારા સમજાવી શકાય તેવા = પ્રજ્ઞાપનીય હોય. (૪) સાધુજીવનને યોગ્ય પાચન ક્રિયાઓમાં નિરંતર અપ્રમત્તતા હોય. (૫) શક્ય અનુષ્ઠાનનો તરત જ ઉલ્લાસથી આરંભ કરે. (૬) જ્વલંત ગુણાનુરાગને સહજતઃ અપનાવે. (૭) ગુર્વાજ્ઞાનું શ્રેષ્ઠ પારતન્ય સ્વીકારે. પ્રભા દૃષ્ટિમાં સર્વવિરતિના પરિણામની સ્પર્શના સાથે આ લક્ષણો પ્રગટ થાય છે. ; સાધુની પાંચ સુંદર ચેષ્ટાને સ્વીકારીએ ક ષોડશકમાં શ્રીહરિભદ્રસૂરિજીએ સાધુની સુંદર ચેષ્ટાનું વર્ણન આ પ્રમાણે કરેલ છે કે “(૧) ગુરુવિનય, (૨) સ્વાધ્યાય, (૩) યોગાભ્યાસ, (૪) પરોપકારકરણ, (૫) આકુળતારહિત સમાગર્ભિત યતિભાવને અખંડ રાખવામાં ઉદ્યત એવી પ્રવૃત્તિ સ્વરૂપ ઈતિકર્તવ્યતા સહિત સાધુની સુંદર ક્રિયા જાણવી.' પ્રભા દૃષ્ટિમાં વર્તતા મહાયોગીને સર્વવિરતિ પ્રાપ્ત થતાં સાધુની આ ચેષ્ટાઓ તેમનામાં પ્રગટે છે. સાધુના સત્તાવીસ ગુણોને આદરીએ એ તે જ રીતે સાધુ ભગવંતના સત્તાવીસ ગુણો પણ પ્રભા દષ્ટિમાં પ્રગટે છે. આવશ્યકનિયુક્તિસંગ્રહણિ ગાથામાં તેનો નિર્દેશ આ મુજબ છે. “(૧-૬) સર્વથા પ્રાણાતિપાત વિરમણ આદિ છ વ્રત, (૭-૧૧) પાંચ ઈન્દ્રિયનો નિગ્રહ, (૧૨) ભાવસત્ય = અંતઃકરણશુદ્ધિ, (૧૩) કરણસત્ય = બાહ્યક્રિયાશુદ્ધિ,
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy